કેવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે ધર્મનો અર્થ જાણે,
ધર્મને ધારણ કરે,
ધર્મનું રક્ષણ કરે,
અને ધર્મ પ્રેરિત જીવન જીવે,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે પરપીડાને સમજે,
બીજાના દુ:ખે દુ:ખી થાય,
ને બીજાના સુખે સુખી થાય,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે સદાચરણ કરે,
મન વચન કર્મથી એક હોય, 
ઇશ્વરમાં શ્રધ્ધા ને વિશ્વાસ રાખે,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે  પર સ્ત્રી ને માઁ,બહેન ને બેટી માને,
પર ધન ધૂળ સમાન માને,
લોભ, લાલચથી રહે દૂર,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે ગુણગ્રાહી ને ક્ષમાવાન હોય
સદ્ ગુણી ને દયાવાન હોય
પ્રેમાળ ને મિલનસાર હોય,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે બીજાનું જીવન આસાન બનાવે,
બીજા માટે જીવાની ચેષ્ઠા કરે,
બીજાનું હીત ઇચ્છે,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે ધીરજવાન ને સંતોષી,
સરળ સ્વભાવ ને કપટ રહીત,
પ્રમાણિક ને કાર્યનિષ્ઠ
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે માનવતા નો હીમાયતી હોય,
જમીર જાગ્રુત હોય,
ઈશ્ર્વર પ્રેમી હોય,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?

જે બધા પ્રત્યે મિત્રભાવ રાખે,
દંભ ને ઘમંડ થી મુક્ત હોય,
ક્રોધ ને કઠોરતા થી મુક્ત હોય,
એવી વ્યક્તિ ધાર્મિક કહેવાય ?
વિનોદ આનંદ                   તા. 26/09/15

क्या मज़ा आता है ?

क्या मज़ा आता है किसी को सताने में,
किसी को परेशान करने में ?
वो तो तब पता चलेगा जब
तुम्हारे साथ कोई एसा करे  ।

क्या मज़ा आता है किसी को
ईन्तज़ार कराने में, धोखा देने में ?
वो तो तब पता चलेगा जब
तुम्हारे साथ कोई एसा करे  ।

क्या मज़ा आता है किसी को दु:ख ने में, 
मजबूरी का फायदा उठाने का ?
वो तो तब पता चलेगा जब
तुम्हारे साथ कोई एसा करे ।

कुदरत का नियम है की
जो आप दोगे वोही पाओगे  ।
जैसा आप पाना चाहते है
वैसा ही देना शीखलो  ।
आप की हर मुराद होगी पूर्ण  ।    
विनोद आनंद                          दिं-26-09-15

અમૃત બન્યું ઝેર

અમૃત અમર  કરે
સ્વર્ગમાં અમૃત
જયાં અમૃત ત્યાં સ્વર્ગ.

ધરતી પર, પ્રાણવાયુ અમૃત,
પાણી અમૃત અને આહાર અમૃત,
જે જીવતી રાખે એ અમૃત.
પણ ચારે દિશામાંથી ઝેર રેડાય છે.
જીવીત રહેવું છે મુશ્કિલ.

ધરતી પર, ઇશ્ર્વર કૃપા અમૃત
ગુરુ કૃપા અમૃત,  સંતવાણી અમૃત
પ્રેમ અમૃત, મુસ્કાન અમૃત
અને શુધ્ધ, પવિત્ર
પરોપકારી જીવન અમૃત.
ધરતી પર આટલી બધી
અમૃતની ધારા છતાં,
ઝેર નો સાગર ઘુઘવે.
જીવન કેવી રીતે જીવવું.       વિનોદ આનંદ

भक्ति कैसे होती है ?

भक्ति कैसे होती है ?
भक्ति प्रेम भाव से होती है ।
भक्ति ज्ञान वैराग्यसे होती है ।
भक्ति अनन्य भाव  से होती है ।
भक्ति निष्काम भाव से होती है ।
भक्ति दिल से और मन से होती है ।
भक्ति किसी एक ईष्ट देव की होती है ।
भक्ति श्रध्धा और विश्र्वास से होती है ।
भक्ति मीराबाई, नरसिंह मेहता, सुरदास,
तुलसीदास और जलाराम जैसी होती है ।
श्रवणं,कीर्तनं, स्मरणं, पादसेवनं, वंदनं, अर्चनं,
दास्यं, सांख्यं और आत्मनिवेदम् नवधा भक्ति में से
किसी एक और ज्यादा प्रकार से होती है भक्ति ।
                                                 विनोद आनंद

વિકાસ યાત્રા

જીવન યાત્રા છે  વિકાસ યાત્રા.
વિકાસનુ લક્ષ્ય કરો નિર્ધારીત .
દિન પ્રતિ દિન કરો ચેષ્ટા વિકાસની . 

કારકિર્દી, સામાજીક,
વ્યક્તિત્વ વિકાસ, આધ્યાત્મિક
લક્ષ્ય આધારીત તૈયાર કરો પ્લાન.
સંકલ્પ કરો ઇશ્ર્વરની સાક્ષીમાં
નવી જીવન શૈલી કરો પ્લાન .
પુરૂષાર્થ કરો ને સફળતા મેળવો
જીવન યાત્રા વિકાસ યાત્રા બનશે.
વિનોદ આનંદ