શ્રીમદ્ ભગવત ગીતા સંદેશ – 11

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-4  જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્રી ભગવાન ઉવાચ : આ આવિનાશી યોગ
મેં સૂર્ય કહ્યો,સૂર્યે તેના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ તેના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો .
પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ કાળબળે આ યોગ લુપ્ત થયો .
તુ મારો ભકત અને પ્રિય સખા છે  માટે આ પુરાતન યોગ તને કહ્યો .
હુ અવિનાશી, અજન્મા ને ઇશ્ર્વર હોવા છતા હું મારી પ્રકૃતિ ને આધીન કરીને પોતાનો યોગ માયાથી પ્રગટ થાવું છું.
હે ભારત !જ્યારે જ્યારે ધર્મની હાનીને અધર્મ ની વૃધ્ધિ થાય છે,ત્યારે  ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ સંતનો ઉધ્ધાર કરવા માટે દુષ્ટો નો સંહાર કરવા ને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે હુ યુગે યુગે પ્રગટ થાઉં છું. મારા જન્મ ને કર્મ દિવ્ય-નિર્મળ ને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુન ર્જન્મ નથી પામતો..
જેમના રાખ, ભય, તથા ક્રોધ સંપૂર્ણપણે નાસ પામી ચુક્યાહતા તેમજ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા ને મારા આશ્રયે રહેનાર ઘણા ભકતો મારા સ્વરૂપને પામી ચુક્યા છે.
હે પાર્થ !  જે ભક્તો મને જે ભાવથી ભજે છે, હું પણ તેમને એવાજ ભાવથી ભજું છું.

વિનોદ આનંદ                       30/01/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

सोच विचार और प्रयास

मन में उठते विचार,जैसे समुद्र में लहरे ।
लहरे रूकती नहीं,विचार भी रूकते नहीं
अगर रोकने का प्रयास न की या जाए ।

विचार बंदरो की भाँति, करते है उछल कुद ।
कभी बुरी तरह गीर जाते है बिन प्रयास ।
तो कभी आशमान को छूलेते है प्रयास से ।

विचार आते है जाते है
साँसो की तरह जबतक है जीवन ।
विचार को समज से सही दीशा
देकर जीवन को सँवारा जा सकता है
दुल्हन की तरह, वर्ना होगी ठोकरे नसीब में।

विचार  वो शक्ति है जो,नई दुनिया बना सकते है,
मगर जरूरत है सही सोच,नियंत्रण और प्रयास की ।

जैसा सोच वैसा विचार,जैसे विचार वैसा  कर्म ।
आते है विचार बुरे, अच्छे भी आसकते है,प्रयास से
रहेना है सजाग,जागृत, बेअसर बुरे विचारो से।

करना है प्रयास अच्छे विचार का ।
अगर बहु सताये हो विचार,तो होना है नि:विचार ।
विचार ही विकास या विनाश कारण है ।
आप क्या पसंद करते हो ? ऐसे विचारों को पोषो

विनोद आनंद                         27/01/2016
फ्रेन्ड,फिलोसोफर,गाईड

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-10

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-3 કર્મયોગ.
શ્રી ભગવાન ઉવાચ : તુ મારા માં ચિત્ત પરોવી સઘળાં કર્મ કરી, મને સર્મપિત કરી,  ઇચ્છા,મમત્વ, શોક વિના યુધ્ધ કર.જે માણસો દોષદષ્ટિ વિના અને શ્રધ્ધાળું બની સર્વ કર્મો કરે છે કર્મોનુ બંધ નડતુ નથી. જે પ્રમાણે નથી કરતાં તે મૂર્ખઓને તું મોહીત ને નષ્ટ થયેલા જાણ. ઇન્દ્રિઓના વિષયો માં રાગ દ્વેષ છે.  બન્ને કલ્યાણ માર્ગ ના મહાશત્રુ  છે.  માણસે બન્નેને વશ ન થવું. સ્વધર્મ-કર્તવ્ય અન્ય ધર્મ કરતા હીતાવળ ને શ્રેષ્ઠ છે. સ્વધર્મમાં મરવું પણ કલ્યાણકારી છે. અન્ય ધર્મ તો ભયપ્રદ છે.
અર્જુન ઉવાચ : હે કૃષ્ણ ! મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં પણ કોની પ્રેરણાથી પાપચરણ કરે છે ?
શ્રી ભગવાન ઉવાચ : રજોગુણોમાંથી ઉત્પન્ન
થયેલો કામ-ક્રોધ મહાપાપી છે. આના દ્વારા જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિઓના, મન ને બુધ્ધિ તેમનું રહેઠાણ છે. તેના  દ્વારા મનુષ્ય મોહીત બને છે. માટે હે ભરતવંશીઓમાં ઇન્દ્રિઓ ને વશમાં રાખ.. ઇન્દ્રિઓ સ્થૂલ શરીર કરતાં પર છે. મન ઇન્દ્રિઓથી પર છે. બુધ્ધિ મનથી પર છે અને બુધ્ધિથી પર છે આત્મા.તુ આત્મા ને ઓળખીને બુધ્ધિથી મન ને ઇન્દ્રિઓને વશ કર. અધ્યાય-3 કર્મયોગ. સંપૂર્ણ.
વિનોદ આનંદ                          24/01/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ – 9

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન.
અધ્યાય – 3 કર્મયોગ
શ્રી કૃષ્ણ ઉવાચ  :
બ્રમ્હાએ સૃષ્ટિના સર્જન કરતાં કહ્યુ કે યજ્ઞ તમને  ઇચ્છિત ફળ આપનાર થાય. યજ્ઞથી  તમે વૃધ્ધિ પામો . સઘળાં પ્રાણોઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી, વરસાદ યજ્ઞથી, યજ્ઞ કર્મો થી, કર્મો વેદોથી ઉદભવેલા છે.  વેદો ને અવિનાસી પરમાત્માથી ઉદભવેલા જાણ. આથી સિધ્ધ થાય છે કે પરમાત્મા સદા યજ્ઞ માં પ્રવિષ્ઠિત છે. જે માણસ આત્મામાં રમતો, આત્મામાં તૃપ્ત ને સંતુષ્ટ હોય તેમનો બધા જીવ સાથે સ્વાર્થ નો સંબંધ રહેતો નથી. આસક્તિ વિના કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. જનક જેવા રાજવી પણ આ પ્રમાણે પરમ સિધ્ધ હાસલ કરી શક્યા હતા. સઘળાંકર્મો  સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો  વડે (ઇન્દ્રિઓ વ્દ્રરા) કરવામાં આવે છે, છંતા પણ અહંકારી-અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઇ કર્મ કરે છે ને  હુ કર્મનો કર્તા છુ એમ માને છે. જ્યારે જ્ઞાની આસક્ત થયા વગર કર્મ કરે છે ને તેમનામાં કર્તા ભાવ નથી  હોતો .
વિનોદ આનંદ                22 /01/2016 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવત ગીતા સંદેશ – 8

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન.
અધ્યાય – 3 કર્મયોગ
અર્જુન ઊવાચ :
હે જનાર્દન ! તમે કર્મ કરતાં જ્ઞાન ને ચઢિયાતું માનો છો તો,  મને યુધ્ધ જેવા ભયાનક કર્મમાં કેમ જોડો છો..કોઇ એક નિશ્ર્વિત વાત કહો,જેના થી મારું કલ્યાણ થાય.
આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા છે જ્ઞાનયોગી
ઓની નિષ્ઠા  જ્ઞાનયોગ વ્દ્રાર અને કર્મયોગી ઓની નિષ્ઠા કર્મયોગ વ્દ્રાર થાય છે. કોઇ મનુષ્ય કર્મનું આચરણ કર્યા વગર યોગ નિષ્ઠાને પામી શકતો નથી. ખરેખર કોઇ પણ મનુષ્ય કદી એક ક્ષણ પણ માત્ર કર્મ વગર નથી રહેતો.. જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિઓને હઠપૂર્વક રોકી ને મનથી ઇન્દ્રિઓનું ચિંત કરે છે, તે મિથ્યા- દંભી છે. જે મનુષ્ય ઇન્દ્રિઓને વશમાં કરી અનાસક્ત થઇ ને યજ્ઞનિમિત્તે (કલ્યાણ અર્થે) કર્મનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે. તુ શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર. કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવુ શ્રેષ્ઠ છે.                               ક્રમશ
વિનોદ આનંદ                  21/01/2016 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ