શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-30

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-11   વિશ્ર્વરૂપદર્શનયોગ
અર્જુન સ્તુતિ કરતાં  બોલ્યા હે દેવ,હુ આપના દેહમાં સઘળા દેવોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને,સર્વ ૠષિઓને
અને દિવ્ય સર્પોને જોઉં છું.હે સ્વામી !આપ ને અસંખ્ય ભુજાઓ,ઉદર, મુખ ને નેત્રો તથા અનંત રૂપો ધરવતા જોઉં છું.હે વિશ્ર્વ રૂપ હું ન તો અપના અંતને કે ન તો મધ્ય ન તો આદિ ને જોઉં છું.  આપને હું મુગુટધારી, ગદાધારી,  ને ચક્ર ધારી,ધગધગતા અગ્નિ ને સૂર્ય  જેવા તેજસ્વી અમાપ સ્વરૂપે જોઉં છું. આપ ના આ અદભૂત ને ભયાવહ  રૂપને જોઇને ત્રણે લોક ભયથી વ્યાકુળ થઇ ને કાંપી રહ્યા છે ને ઉત્તમ સ્તોત્રોથી  તમારી સ્તુતિ કરી રહ્યા છે. હું પણ આકુળ – વ્યકુળ થઇ રહ્યો છું. હે જગતના આધાર !આપ પ્રસન્ન થાઓ.ધૃતરાષ્ટના બધા જ પુત્રો ને રાજાઓના સમૂહ સમેત આપના અગ્નિ સ્વરૂપ મુખ માં  પ્રવેશી રહ્યા છે.હે ઉગ્ર રૂપધારી તમે કોણ છો ?  હે દેવાધિદેવ !આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ.
શ્રી ભગવાન ઉવાચ :હુ લોકોનો સંહાર કરનાર મહાકાલ છું, અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત  થયો છું. તુ યુધ્ધ નહી કરે તો પણ આ સર્વે નો  નાસ તો થવાનો છે. માટે તુ યુધ્ધ કરી યશ પ્રાપ્ત કર.આ બધા પહેલેથીજ મારા વડે હણાયેલા છે, તુ તો કેવળ નિમિત્ત માત્ર છે.
                                                     ક્રામશ વિનોદ આનંદ                          29/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

जिंदगी ऐक पाठशाला

जिंदगी ऐक अनोखी पाठशाला
न कोई रजा न वेकेशन,
रहे हमेशां चालू बारे मास ।
हर कोई शिक्षक, हर कोई शिष्य ।
शिष्य बन के रहा है हमे हमेशां ।

दुनिया एक अजीब विश्र्व विध्यालय ।
दुनिया में जो भी है वो सब,
हमे कुछ सिखाते है पाठ जीनेका ।
मगर हम है की, कुछ पता नही,
पता भी है तो चाहते नही समजना ।

कई महान बन गये दुनियामें
देकर महान बननेका तरीका ।
मगर हम नही छोडते,
तरीका अपना जीनेका ।

पशु-पक्षी की दुनिया भी है अद् भूत,
जो सिखाते है कई जीवनलक्षी बातें ।
कई शास्त्र, धर्मग्रंथ है जो देते है, 
उपदेश बस हमे रहेना है जागृत ।

बस रखना है कुछ सिखने का और
जीवन में सुधार लाने अभिगम ।
सिखना ही जिंदगी है और
सिखकर सँवरना है जिंदगी ।

विनोद आनंद                             28/02/2016
फ्रेन्ड,फिलोसोफर,गाईड

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-29

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-11   અથ્ વિશ્ર્વરૂપદર્શનયોગ
અર્જુનઉવાચ:હે કૃષ્ણ,તમે કહેલા પરમ ગુહ્ય ઉપદેશથી,મારું અજ્ઞાન નષ્ટ પામ્યુ છે.
હે પરમેશ્વર! હુ આપના જ્ઞાન,ઐશ્ર્વર્ય,શક્તિ, બળ, વીર્ય ને તેજથી યુક્ત ઇશ્ર્વરીય રૂપને
પ્રત્યેક્ષ જોવા માંગુ છું. હેપ્રભુ ! જો મારાથી આપનું રૂપ જોવાનું શક્ય હોય તો મને એ અવિનાશી સ્વરૂપનું દર્શન કરાવો .
શ્રી ભગવાન ઉવાચ : હે પાર્થ !  હવે તું મારા સેંકડો-હજારો વિવિધ પ્રકારનાં, વિવિધરંગી તથા વિવિધ આકૃતિનાં અલૌકિક ને આશ્ર્વર્ય રૂપો ને જો . હે ગુડાકેશ !  તુ મારા શરીરમાં ચર-અચર સહિત આખા બ્રહ્માંડને જો .પરંતુ મને તું તારા સ્થૂળ ચક્ષુઓથી જોવા સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું; જેનથી મારી ઈશ્ર્વરીય શક્તિને જો . એમ કહી  હરિએ અર્જુનને દિવ્ય ચક્ષુ આપી પરમ ઐશ્ર્વર્યયુક્ત દિવ્યરૂપ દેખાડ્યુ.સંજયે ધૃત રાષ્ટ્ર ને ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે છે…અનેક મુખ,નેત્રવાળું, દિવ્ય આભુષણો, વસ્ત્રો,માળાઓવાળું, આયુધોવાળું, આશ્ર્વર્ય મય,પ્રકાશિત ને સઘળી દિશાઓમાં મુખવાળું ભગવાનનું  વિરાટ સ્વરૂપ(જાણે આકાશમાં હજારો સૂર્યના પ્રકાશિત થયો હોય).  જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા .            ક્રમશ :
વિનોદ આનંદ                          28/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ – 28

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-10  વિભૂતિ યોગ
કૃષ્ણ ઉવાચ: છલ કરનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું, હું જીતનારાઓ નો વિજયછું, નિશ્ર્વય કરનારાઓનો નિશ્ર્વય અને સાત્ત્વિક માણસોનો સત્ત્વિકભાવ છું.
હું વૃષ્ણિવંશીમાં વાસુદેવ – કૃષ્ણ,પાંડવોમાં અર્જુન,મુનીઓમાં વેદ વ્યાસ ને કવિઓમાં શુક્રાચાર્ય છું. દંડ દેનારાઓમાં દંડ શક્તિ,જય ઇચ્છનારાઓની નીતિ છું,ગુપ્ત રાખનારાઓ નું મૌન ને જ્ઞાની જનોનું જ્ઞાન શક્તિ હું જ છું.
હે અર્જુન  !  એવું ચર-અચર કોઇ પણ પ્રાણી નથી, જે મારા વિનાનું હોય. હે પરંતપ !  મારી વિભૂતિઓનો અંત નથી. મેં મારી વિભૂતિઓ તને અત્યંત ટૂંકમાં કહી.
જે-જે વિભૂતિ  યુક્ત એટલે કે ઐશ્ર્વર્યસંપન્ન, શોભાયુક્ત ને શક્તિયુક્ત પદાર્થ છે, એને તું મારા તેજના અંશની અભિવ્યક્તિ સમજ.
સારરૂપે સમજી લે કે મહું આખાય બ્રહ્માંડને મારી યોગ – શક્તિના એક માતા અંશ થી ધારણ કરીને સ્થિતછું
                                         વિભૂતિયોગપૂર્ણ

વિનોદ આનંદ                          27/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

કલ્પના

કલ્પના અદભૂત શક્તિ મનની
કલ્પના કરો કે,
આવું થાયતો  ?  કેવું સારુ.
ભલે લાગે અશક્ય .
તે શક્ય છે એવું માનો .
મનને કેળવો, કલ્પના કરવા.
ને કલ્પના શક્તિ ને જગાડો.

કલ્પના ને કરવા સાકાર
કરો સંકલ્પ ને સોચ-વિચારો,
વિશ્ર્લેષણ ને કરો નિર્ણય, 
સુયોગ્ય આયોજન,
પછી થાવ કાર્યરત.

કલ્પાનાને કરવા સાકાર,
કરો દ્રઢ નિશ્ર્વય,
પુરુષાર્થને પોષો,
ન કરો કોઇ સંસય તો
કલ્પના અવશ્ય થશે સફળ.

ઉડતા પક્ષીને જોઇને
રાઇટ્સ બ્રધરે કરી હતી
કલ્પના વિમાનની ને
થયો આવિષ્કાર વિમાનનો .
આવિષ્કારની જનની છે કલ્પના.
          
વિનોદ આનંદ                          26/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ -27

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-10 વિભૂતિ યોગ
કૃષ્ણ ઉવાચ :સઘળાં વૃક્ષોમાંપીપળનુ વૃક્ષ, દેવર્ષિઓમાં નારદમુનિ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિધ્ધોમાં કપિલ મુનિ, અશ્ર્વોમાં ઉચ્ચૈ:શ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યમાં રાજા તુ મને જાણ. હું શાસ્ત્રોમાં વજ્ર ને ગાયોમાં કામધેનુ, શાસ્ત્રો યુક્ત સંતાન પ્રાપ્તિ હેતુ છે એ કામદેવ છું ને સર્પોમાં વાસુકિ છું. હુ નાગોમાં શેષનાગ,જળ ચરોનો આધિપતિ વરૂણ દેવાતા છું, તેમજ પિતૃ ઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ પણ છું. હુ દૈત્યોમાં પ્રહલાદ,સમય,તેમજ પશુમાં મૃગરાજ સિંહ ને પક્ષીઓમાં ગરુડ છું. પાવન કરનારમાં વાયુ ને શસ્ત્ર ધારીઓમાં શ્રી રામ,તથા માછલીઓ માં મગર છું ને નદીઓમાં શ્રી ભગીરથી ગંગા છું. વિદ્યાઓ માંઆધ્યાત્મ વિદ્યા,પરસ્પર વાદ
કરનારાઓનો વાદ હું છું. અક્ષરોમાં અકાર છું, સમાસોમાં વ્દ્રંવ્દ્ર સમાસ છું, અક્ષય કળા ને સૌનું ધારણ-પોષણ કરનાર પણ હુ જ છું. હું સૌનો સંહાર કરનાર મૃત્યુ ને ઉત્પન્ન થનારઓ ની ઉત્પિત્તિનો હેતુ છું, તથા સ્ત્રિઓમાં કીર્તિ, શ્રી વાક્, સ્મૃતિ, મેઘા, ધૃતિ ને ક્ષમા છું. તથા ગાઇ શકાય એવી શ્રુતિઓમાં હુ બૃહદ્ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ;તથા મહિનાઓમાં માગશર ને ૠતુઓમાં વસંત હું છું. ક્રમશ:

વિનોદ આનંદ 26/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.