શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-26

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-10  વિભૂતિ યોગ
અર્જુન ઉવાચ:હે કૃષ્ણ આપ પરમ બ્રહ્મ, પરમ ધામ છો, સૌ  ૠષિજન તમને સનાતન, દિવ્ય પુરુષ, અજન્મા ને સર્વવ્યાપી કહે છે.  
હે યોગેશ્ર્વર હું ક્યા પ્રકારે ને  ક્યા કયા ભાવો થી આપનું ચિંતન કરું ?  આપની યોગશકતિ ને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો .શ્રીભગવાન ઉવાચ હે કરુશ્રેષ્ઠ!  હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે, એમને તારા માટે મુખ્ય-મુખ્યરૂપે કહું છું ; કેમકે  મારા વિસ્તારનો અંત નથી. હે નિદ્રાને જીતનાર અર્જુન !  હું સઘળાં ભૂતોનાં હ્રદય માં રહેલો,  સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ,મધ્ય ને અન્ત પણ હું જ છું.
વિભૂતિઓ : અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ  અને  જ્યોતિઓમાં સૂર્ય તથા 59 મરુતોમાં મરીચીને નક્ષત્રોમાં ચંન્દ્રમાં,વેદોમાં સામ વેદ,દેવોમાં ઇન્દ્ર,ઇન્દ્રિઓમાં મન,પ્રાણીઓમાં ચેતના-જીવનશકાતિ,રુદ્રો માં શંકર,રાક્ષસો માં કુબેર,આઠ વસુઓમાં અગ્નિ ને શિખરોમાં  મેરુ પર્વત, પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિ માં  સ્કંદ ને જળાશયોમાં સમુદ્ધ, મહર્ષિઓમાં ભૃગુ, શબ્દોમાં  ઓંમકાર,યજ્ઞોમાં જપયજ્ઞ,સ્થવરો માં હિમાલય  હું  છું.                         ક્રમશ :

વિનોદ આનંદ                             24/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

Advertisements

About Limit.

Limit have two value,
that is min & max.
You have to be within limit,
for optimum result-output.
Beyond it fails.

Limit is capacity of
object and livings.
Initially limit may be less
Does not matter,
try to increase the limit
for wide utility and scope.

For some cases
Be in limit to have
unlimited happiness.
Beyond it, limits the happiness.

Do not limit your capability
and ability otherwise will
restricts your development.
So be careful of limits
while fixing and the working.

Vinod Anand                             23/02/2016

About Limit.

Limit have two value,
that is min & max. 
You have to be within limit,
for optimum result-output.
Beyond it fails.

Limit is capacity of
object and livings.
Initially limit may be less
Does not matter,
try to increase the limit
for wide utility and scope.

For some cases
Be in limit to have
unlimited happyness.
Beyond it, limits the happyness.

Do not limit your capability
and ability othwewise will
restricts your development.
So be careful of limits
while fixing and the working.

Vinod Anand                             23/02/2016

સુંદરતા પામવા…

સુંદરતા પામતા પહેલા
સુંદર બનવું પડે. 
છે એક સનાતન સત્ય.

અસત્યમાં નથી સુંદરતા.
સુંદર બનવાની કરો ચેષ્ટા.
સુંદરતા બનશે સહેલી. 

બીન લાયકાત ને પુરુષાર્થ,
નથી મળતુ કાંઇ.
નસીબ પણ છે,
આશ્રયે પુરુષાર્થના. 
શા માટે કરવી અપેક્ષા
બીન લાયકાત ને પુરુષાર્થ ?

લાયકાત,લક્ષ્ય ને આયોજીત
પુરુષાર્થ જ ઘડશે નસીબ સુંદર
નસીબ છે પાંગરુ બીન પુરુષાર્થ.

નસીબાના ભરોસે ન બેસો
પુરુષાર્થ પર કરો વિશ્ર્વાસ.
સુંદરતા વરશે અવશ્ય.

સુંદર બનો સુંદરતા મળશે.
સારા બનો સજ્જનતા મળશે.
સુવિચાર કરો સત્કર્મ  થશે.
મળશે સફળતા.

વિનોદ આનંદ                        23/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-25

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-10  વિભૂતિ યોગ
શ્રીભગવાન ઉવાચ : હે મહાબાહુ  હજી ફરીથી મારા પરમ રહસ્ય ને પ્રભાવને તારા હીત માટે કહું છુ.મારી અવતાર ધારણ કરવાની લીલાને દેવતા ને મહર્ષિઓ જાણતા નથી.હું બધાનું અદિ કારણ છું.જે મને અજન્મા ને  અનાદિ ને મહાન ઇશ્વર જાણે છે, એ જ્ઞાનીઓ સર્વ પાપોની છૂટી જાય છે.હે અર્જુન !  બુધ્ધિ, જ્ઞાન,ક્ષમા, સત્ય, દમ,શમ , વ્યાકુળતા, સુખ-દુ:ખ,સર્જન-પ્રલય,ભય-અભય તથા અહીંસા, સમતા, સંતોષ, તપ, દાન,યશ- અપયશ પ્રાણિ ઓના સઘળા ભાવો મારા થી ઉદભવે છે. સાત મહર્ષિ, સનક આદિ, સ્વયંભુવ આદિ ચૌદ મનુઓ બધા મારા સંકલ્પથી જન્મેલા છે.આ સંસાર બધી પ્રજા પણ એમની જ છે. જે મારી ઐશ્ર્વર્યસ્વરૂપ વિભૂતિને ને યોગશક્તિને જાણે છે તે ભક્તિ યોગથી યુક્ત થઇ જાય છે.એમાં કોઇ સંશય નથી.નિરંતર મારા ધ્યાનમાં અને પ્રેમથી મને ભજનારને હું બુધ્ધિયોગ પ્રદાન કરું છું. જેનાથી આવા ભકતો મને જ પામે છે. હે અર્જુન એમના પર અનુગ્રહ કરી તેમના અંત કરણમાં રહેલો અજ્ઞાનજનિતઅંધકાર જ્ઞાન રૂપી દીપક વ્દ્રારા નષ્ટ થાય છે.

વિનોદ આનંદ                       21/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ