1387 કહેવતો શું કહે છે ?-1

જે કાંઈ સચોટ કહે તે, કહેવત
કહેવત અનુભવ નો નીચોડ
કહેવતો કહેતા રહો,સાંભળતા
રહો સમજતા રહો ને સમજાવો .
કહેવત વડીલોના મધુર વચનો.
કહેવત કહે છે, શું કરવાનું, શું
નહી કરવાનું,જે કરે કલ્યાણ.
કહેવતો છે અણમોલ ખજાનો
ખર્ચ કરો તો જીવન બને સફળ.
“સંગ એવો રંગ” કહેવત કહે..
સત્સંગ કરો સંત બનાય.
કુસંગ કરો દુર્જન બનાય.
* “સંપ ત્યાં જંપ” કહેવત કહે..
હરી મળી ને રહો તો સંપ
અને સંપ લાવે સુખ શાંતિ.
“કરકસર-ત્રેવડ ત્રીજો ભાઈ”
કહેવત કહે છે. કરકસર કરો,
હમેંશા ધનવાન બની રહેવા
કરકસર સંકટ સમયની સાકળ.
“લોભ પાપનું મૂળ”
“લોભ ને થોભ નથી”
લોભે લક્ષણ જાય” કહેવતો
કહે છે લોભ એક ખતરનાક
દુશ્મન, લોભ ન કરવો .
સંતોષ લોભનુ મારણ.
“અન્ન એવા ઓડકાળ,
જેવું અન્ન એવું મન”
કહેવત કહે છે જેનું અન્ન
ખાવો એના જેવા થાવ,
તામસી અન્ન તામસી મન
સાત્વીક અન્ન સાત્વીક મન.
કહેવતો સમસ્યા,મુશ્કેલીઓ
નો હલ અને ઉકેલ. ક્રમશ:
વિનોદ આનંદ 18/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Leave a comment