1071 મારી આદતો-3

મારી આદતો મને લાગે,
પ્યારી ન્યારી ને વાહલી.
રાત્રે છ કલાક જ સુવાની
આદત કેળવી આળસને
ભગાડી જીવનમાંથી.
દિવસ લાંબો થયો
બીજા કામ કરવા માટે.
મારી આદતો…….
સમયનો ઉપાયોગ કરવાની
આદત કેળવવાથી સમયનો
બગાડ થતો રોકયો ને ક્ષણે
ક્ષણનો ઉપયોગ કરતા શીખ્યો.
મારી આદતો …….
દરેક ક્ષણ, દરે પરિસ્થિતિમાં
ખુશ રહેવાની આદત કેળવી.
જે મળે છે એ ઇશ્ર્વરનો પ્રસાદ
જાણી ને સ્વીકાર કરી ખુસ
રહેની આદત પડી ગઇ.
મારી આદતો ……
સારી આદત કેળવો .
સારી આદત જીવન ઘડે.
વિનોદ આનંદ 09/02/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

1008  બુધ્ધિશાળી

કર્મ કરતાં ને બોલતા પહેલાં 

બુધ્ધિથી વિચારી યોગ્ય કર્મ

ને વાણી બોલે બુધ્ધિવાળી.

પોતાની સુરક્ષા,સ્વાસ્થને 

સાચવી ને જીવે બુધ્ધિશાળી.

સર્જનાત્મક સકારાત્મક ને

હીતકારી વિચારે બુધ્ધિશાળી.

પોતાની ને ઈશ્ર્વર સાથે કરે 

વાર્તાલાપ બુધ્ધિશાળી.

બીજાની ભાવનાઓનું કરે

માન સન્માન બુધ્ધિશાળી.

બીજા ન વિચારે એવું વિચારે 

અને કલ્પના બુધ્ધિશાળી.

વધારે જિજ્ઞાસુ, વધારે વાંચતો

ને શીખતો રહે બુધ્ધિશાળી.

શ્રીંગાર,ફેશનમાં ને એસો

આરામ ન કરે બુધ્ધિશાળી.

સમય પાણી ને વાણી નો

ન કરે બગાડ બુધ્ધિશાળી.

લક્ષ્ય, આયોજન પુરૂષાર્થથી

જીવન જીવે બુધ્ધિશાળી.

વ્યગં,રમૂજ ને જોક્સ કરી

હસે ને હસાવે બુધ્ધિશાળી.

મન પર સંયમ ને મધ્યમ

માર્ગ અપનાવે બુધ્ધિશાળી

બુધ્ધિશાળી વ્યક્તિ છે

એક આદર્શ વ્યક્તિત્વ.

વિનોદ આનંદ.                        17/12/2017 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

966 પ્રસાદ

ઈશ્ર્વરને ભોગ લગાવ્યા

પછી ભોજન બને છે પ્રસાદ.

ભોજન શુધ્ધ,પવિત્ર બને 

એ ઈશ્ર્વર કૃપા છે.

ખાવાથી તન મન 

પ્રફૂલીત બને છે.

પ્રસાદનું અપમાન ન કરો .

પ્રેમ,વિશ્વાસ ને શ્રધ્ધાથી પ્રસાદ 

બીજાને આપો ને ગ્રહણ  કરો . 

સવાર સાંજ ભોજન 

ઈશ્ર્વરને અર્પણ કરી

પ્રસાદ રૂપે ગ્રહણ કરો 

તો મનને પવિત્ર,પ્રસન્ન , 

ચિતને નિર્મલ અને 

બુધ્ધિને શુધ્ધ થશે.

પ્રસાદ પ્રભુનો પ્રેમ છે.

તમે ગ્રહણ કરો તે તમારો

પ્રભુ પ્રત્યે નો  પ્રેમ છે.

વિનોદ આનંદ.                              13/11/2017 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

850 એવા મા બાપથી દૂર જશો નહી. 

દૂર રહેજો બીજા બઘાથી પણ

માબાપ થી દૂર જશો નહી. 

જીરવી નહી શકે એ વિયોગ તમારો . 

જીવન ભર રાખ્યા ગોદમાં પલભર 

નથી કર્યા અળગા કયારે તમોને 

એવા મા બાપ થી દૂર જશો નહી. 

તમારી ખુશી ખાતર વિયોગ

તમારો એ સહી લેશે એવા

મા બાપ થી દૂર જશો નહી. 

દૂર રહેજો બીજા બઘાથી પણ

માબાપ થી દૂર જશો નહી. 

જીવનભર જીવ્યા તમારા માટે

આવ્યો સમય સાથે રહેવાનો

ત્યારે ભૂલી ૠણ મા બાપનુ 

મા બાપ થી દૂર થઇ ગયા.  

જીવન આખું તમારે નામ કર્યું

એવા મા બાપ થી દૂર જશો નહી. 

જીવનમાં છોડ્યા નથી તમે એકલા 

એવા મા બાપને એકલા મૂકી કદી

દૂર જશો નહી જ્યાં પણ જાઓ

લઇને જજો, એકલા જતા નહી. 

ઇચ્છાતા હોય તમે કે સંતાન તમારા 

તમારા થી દૂર ન જાએ તો તમે પણ

તમારા મા બાપ થી દૂર જશો નહી. 

દૂર રહેજો બીજા બઘાથી પણ

માબાપ થી દૂર જશો નહી. 

તો ઇશ્ર્વર તમારા થી દૂર નથી. 

જ્યા છે ઈશ્વરનો વાસ ને સાથ

તે ઘર ઘર નથી છે તીર્થધામ. 

વિનોદ આનંદ                             16/07/2017 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

711 સારા દિવસ આવશે

સારા દિવસો  આવશે જરૂર 

બધાએ કરવાની છે કલ્પના કે

દિવસો સારા આવે તો સારું. 

બધાએ કરવાનો છે સંકલ્પ 

સારા દિવસો લાવવાનો . 

બધાએ જીવનનું ઉદ્દેશ ને લક્ષ્ય 

રાખવું સારા દિવસો લાવવાનું . 

બધાએ આયોજન યુકત જીવનશૈલી 

જીવવાની છે સારા દિવસો લાવવા. 

બધાએ કરવાની છે કોશીશ  

સારા દિવસો લાવવાની. 

વાતોથી ને સ્વપ્ન જોવાથી

સારા દિવસો ન લાવી શકાય. 

સારા દિવસો લાવવા 

બધાએ સારા બનવાનું છે, 

બધાએ આદર્શ બનવાનું છે, 

બધાએ વ્યક્તિત્વ ઘડવાનું છે, 

બધાએ સુધરવાનુ છે ને

દ્રષ્ટિ કોણ બદલવાનો છે. 

સારા દિવસો લાવવા

બધાની જવાબદારી છે

કોઇ એક વ્યક્તિની નહી. 

બધાએ કરવાની છે ઇશ્ર્વરને 

પ્રાર્થના સારા દિવસોની, તો

સારા દિવસો  આવશે જરૂર. 

વિનોદઆનંદ                        24/03/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

678 શેર શાયરીનો ખજાનો-3

☺ભક્તિ                                                            ભક્તિ ઈશ્ર્વરની 

ભવસાગર નાવ. 

માયાથી મુક્તિ 

ઈશ્વરની સંગત. 

સંસારમાં રહી

ફરજ સંગ ભક્તિ

ઉત્તમ ભક્તિ. 

બહારથી સંસાર

અંદરથી સન્યાસ

એજ ખરી ભક્તિ. 

ભક્તિ, ભક્તનો 

સ્વભાવ ને વ્યવહાર. 

નિષ્કામ ભક્તિ 

ઈશ્ર્વર ને પ્રિય. 

ભક્તિથી મળે ઈશ્ર્વર

જેમ મળ્યા હતા મીરાંને. 

🌄ચાવી                                                              મળ્યુ છે જે પણ માની લો  

જે નથી, તે મેળવવામાં

જે છે તે નહી માણી શકો . 

મેળવવા ના પ્રયત્ન કરો . 

ન મળેતો દુ:ખી ન થાવ. 

જેટુલું છે એટલું પર્યાપ્ત છે

સંતોષ માની સુખ માનીલો

એજ સુખી થવાની ચાવી છે. 

🌞ઈચ્છા                                                           ઈચ્છા કરો, પ્રાપ્તી માટે 

પ્રયત્ન કરો પણ સંતોષી બનો

ઇચ્છાઓ નો કોઈ અંત નથી. 

ઈચ્છાઓ ની શાંતિથી 

શાંતિ ને સુખ મળશે.
વિનોદ આનંદ                      24/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

આશક્તિ કે અનાસક્તિ

​આશક્તિ સંસાર પ્રતિ

સંબંધો,ધન દોલત પ્રતિ

એ ફક્ત છે, મોહ ને નસો.. 

આશક્તિ અપેક્ષાની જનની 

અપેક્ષા દુ:ખ નું મૂળ. 

આશક્તિમાં સુખ શાંતિ

બીજા પર આધારિત. 

મિલનમાં સુખ ને 

જુદાઈ માં દુ:ખ .

આશક્તિ તનાવ ને

ચિંતાનુ મૂળ. 

અનાસક્તિ, આશક્તિનુ

મારણ, બધા પ્રત્યે પ્રેમ 

મોહ ને નસો નહી. 

સુખ શાંતિનું સાધન 

સંબંધોનો રક્ષક ને પોષક. 

આશક્તિ સંસાર પ્રતિ નહી

આશક્તિ ઈશ્વર પ્રતિ તો

આત્મ કલ્યાણ. 

આશક્તિ સંસાર પ્રતિ

ઈશ્વર પ્રતિ અનાસક્તિ 

તો જન્મ મરણનું ચકર. 

ગાંધીજીએ શ્રીમદ્ ભગવત 

ગીતાને અનાસક્તિ 

યોગ કહ્યો છે. 

” અનાસક્તિ સંસાર પ્રતિ

ને આશક્તિની ઈશ્ર્વર પ્રતિ”

છે સંદેશ શ્રીમદ્ ભગવત ગીતાનો . 

કમલવત્ જીવન કલ્યાણકારી જીવન. 

વિનોદ આનંદ                   08/01/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ