783 વિકાસ પત્રિકા-09/02

Advertisements

કવિતા પુષ્પ

​કવિતા કવિની કલમ 

પર ખીલેલું પુષ્પ, 

જીવનના બગીચામાં. 

શબ્દો પાખડીઓ પુષ્પની. 

કવિતાનો અર્થ ખુશબૂ, 

પ્રેરણા કવિતાની 

શોભા જીવનની. 

કવિ ગુરૂ સમાજના

શરણગારે જીવન. 

કવિતા પુષ્પ જીવનનો

મુગટ બને તો જીવન સુંદર. 

કવિતાનો સાર સમજાવે

જીવનનુ રહસ્ય ને મૂલ્ય. 

શીખવાડે રીત જીવન 

જીવવાની,પુષ્પની સુવાસ.

કવિતા પુષ્પ હ્રદયમાં

હમેંશા રહે ખિલેલુ ને

મહેકાવે જીવન.

વિનોદ આનંદ                       08/01/2016   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

ચાલો લખીએ કવિતા

ચલો લખીએ કવિતા, કરી શબ્દોની ગોઠવણી, કે લાગે કવિતા ,થોડાશબ્દોમાં કહીદે ઘણું બધું

ચલો લખીએ કવિતા, કરી વિચાર મનમાં,કરી મુડ કરીએ કોશીશ,
કવિતા લખવાની .

ચલો લખીએ કવિતા, કલ્પનાઓમાં રાચી
કવિઓની કવિતા વાંચી, એક શોખ કેળવી
કવિ બનવા લખીએ કવિતા.

ચલો લખીએ કવિતા, થોડા ભાવુક બની
દિલમાં પ્રેમ ને મનમાં  વિશ્ર્વાસ રાખી
કે હું લખી શકીશ કવિતા.

ચલો લખીએ કવિતા, કવિની પ્રેરણા લઇ
પબ્લિકની પ્રસંશા લેવા, દુનિયામાં શૌહરત કમાવવા કવિતા લખીએ.

ચલો લખીએ કવિતા, કોઇની પ્રેરણા બનવાકોઇના હ્યદયમાં વસવા ને મનને જીતવા. લખીને કવિતા સુંદર.

ચલો લખીએ કવિતા, જ્યાં કોઇન પહોંચે
ત્યાં પહોંચવા કેમકે જ્યાં ન પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ.

ચલો બનીએ કવિ લખીને કવિતાઓ
દુનિયામાં સમજનો સૂરજ ઉગાડવા
ઞુઢ જ્ઞાન યુકત લખીએ કવિતા.

વિનોદ આનંદ                          24/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.