1725 બોધપાઠ

બોધપાઠ એક શિક્ષક
જિવન પાઠશાળામાં
પરિસ્થિતિ અને ઘટના
શીખવે એક બોધપાઠ .
પુસ્તકો,શાસ્ત્રો,અને ગરૂના
ઉપદેશો બોધપાઠનું સ્ત્રોત.
માતા પિતા, દાદા દાદી
બોધપાઠનો ભંડાર ને
જિવન ઘડવાનું સ્ત્રોત.
સુવિચાર, કહેવત ને સંદેશ
બોધપાઠનો છે સ્ત્રોત.
બોધપાઠથી વિવેક બુધ્ધિ,
જિવન સુધારે ને સઁવારે .
જિવનને સુખી, શાંત ને
સમૃધ્ધ બનાવે બોધપાઠ.
બોધપાઠ જીવનમાં થાય
પ્રગટ તો થાય કલ્યાણ.
યાદ રાખો કુછ બોધપાઠો.
* લોકોના દોષો ન જુઓ પણ
ગુણો જુઓ ને પ્રશંસા કરો.
* મિત્રો બનાઓ દુશ્મનો નહિ.
* પૈસાને નહિ પણ સંબંધો ને
મહત્વ આપતા શીખો.
* પોસાય એવો ખર્ચ કરશો.
* પડોશી કરતાં વધારે ઉંચા
દેખાવવાની કોશિશ ન કરો .
* અન્ય પાસેથી મળે તો બદલો
વાળવાનો પ્રયત્ન કરજો.
* મૈત્રીનું મૂલ્ય સમજો
* સંતાનોને પ્રેમ કરો..
* પ્રભુના ઉપકાર માની ખુદ
અને જિંદગીને પ્રેમ કરો
* ગુરૂ ને ઈશ્વરમાં શ્રધ્ધા ને
વિશ્ર્વાસ રાખો.
વિનોદ આનંદ 13/09/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ ‘

Advertisements

1399 કહેવતો શું કહે છે ?-3

કહેવતો કા જાદુ અદભૂત
સુધારની જડીબુટ્ટી નિયમત
સેવનથી સુધરે જીવન.
“સગવડ એટલી અગવડ”
કહેવત કહે છે, સગવડ થી
મન ટેવાય જાય, ન મળે
તો વ્યાકુલ થઈ જાય ને
અગવડ ઉભી થાય.
“ઉંઘ ન જુવે ઓટલો, ભૂખ
ન જુએ રોટલો” કહેવત કહે
છે, ઉંઘ ને ભૂખ કકડી ને લાગે
તો કોઈ ફરમાઈસ ન હોય,
ગમેતે હોતે તે ચાલે.
“કહેવું સહેલું છે, કરવું કઠીન”
કહેવત કહે છે,વાતો બધા કરે
પણ તેનો અમલ કરવો કઠીન.
” કુંભાર કરતા ગધેડા વધરે
ડાહ્યા.”કહેવત કહે છે,સાહેબ
કરતા પટાવાળા,ડોક્તર કરતા
કંપાન્ડર વધારે ડાહ્યા ને ચાહ
કરતા કીટલી વઘારે ગરમ.
“કાગનું બેસવું ને ડાળનુ પડવું”
કહેવત કહે છે, બન્ને ક્રીયા એક
સાથે થવી.જે સંયોગ કહેવાય.
“તેજી ને ટકોરો., ગધેડા ને
ડફણા ને ” કહેવત કહે છે કે,
હોશિયાર ને એક જ વાર કહો
ને સમજી ને માની જાય.જને
વારંવાર કહેવાથી પણ ન
સમજ ને માને એ ડફોળ છે.
કહેવતો જીવનનો સાર ને
ઉપદેશ માનો તો બેડા પાર.
વિનોદ આનંદ 25/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1393 કહેવત શું કહે છે ?-2

જે કાંઈ સચોટ કહે તે, કહેવત
કહેવત અનુભવ નો નીચોડ
કહેવતો કહેતા રહો,સાંભળતા
રહો સમજતા રહો ને સમજાવો .
” આગ લાગે ત્યારે કૂવો ખોદવા
જવું ” કહેવત કહે છે, જીવન
આયોજન યુક્ત જીવવું જોઇ એ.
“વિદ્યા વિનય થી શોભે” કહેવત
કહે છે કે વિનય વિદ્યાનું સંતાન.
ભણ્યા પછી વ્યક્તિ વિનયી ન
બને એ વિદ્યાનું અપમાન છે.
“સમય વર્તે સાવધાન”કહેવત
કહે છે,સમય અનુરૂપ જીવનમાં
સાવધાની વર્તો.સમયની સાથે
તાલ મેલ થી જીવતા શીખો.
“વગર વિચારે જે કરે પાછળથી
પસ્તાય” કહેવત કહે છે, જે કાંઈ
કરો કે બોલે વિચારને સારું હોય
તે જ કરો તો પસ્તાવું નહી પડે.
“એક હાથે તાળી ન પડે” કહેવત
કહે છે,એકના વાંકે ઝગડો ન
થાય બેના વાંકે ઝગડો થાય.
એક ચૂપ રહેતો ઝગડો ન થાય.
“આંખ આડા કાન કરવા” કહેવત
કહે છે, આંખે જોયેલું ધ્યાનમાં
ન લેવુ.સંતાનની ભૂલ છૂપાવી.
“કાંકરે કાંકરે પાર બંધાય
ટીપે ટીપે સરોવર ભરાય”
કહેવત કહે છે. થોડી કરકસર
થી નાની નાની બચત સમય
જ તા મોટી પુંજી બની શકે છે. ક્રમશઃ

વિનોદ આનંદ 21/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1387 કહેવતો શું કહે છે ?-1

જે કાંઈ સચોટ કહે તે, કહેવત
કહેવત અનુભવ નો નીચોડ
કહેવતો કહેતા રહો,સાંભળતા
રહો સમજતા રહો ને સમજાવો .
કહેવત વડીલોના મધુર વચનો.
કહેવત કહે છે, શું કરવાનું, શું
નહી કરવાનું,જે કરે કલ્યાણ.
કહેવતો છે અણમોલ ખજાનો
ખર્ચ કરો તો જીવન બને સફળ.
“સંગ એવો રંગ” કહેવત કહે..
સત્સંગ કરો સંત બનાય.
કુસંગ કરો દુર્જન બનાય.
* “સંપ ત્યાં જંપ” કહેવત કહે..
હરી મળી ને રહો તો સંપ
અને સંપ લાવે સુખ શાંતિ.
“કરકસર-ત્રેવડ ત્રીજો ભાઈ”
કહેવત કહે છે. કરકસર કરો,
હમેંશા ધનવાન બની રહેવા
કરકસર સંકટ સમયની સાકળ.
“લોભ પાપનું મૂળ”
“લોભ ને થોભ નથી”
લોભે લક્ષણ જાય” કહેવતો
કહે છે લોભ એક ખતરનાક
દુશ્મન, લોભ ન કરવો .
સંતોષ લોભનુ મારણ.
“અન્ન એવા ઓડકાળ,
જેવું અન્ન એવું મન”
કહેવત કહે છે જેનું અન્ન
ખાવો એના જેવા થાવ,
તામસી અન્ન તામસી મન
સાત્વીક અન્ન સાત્વીક મન.
કહેવતો સમસ્યા,મુશ્કેલીઓ
નો હલ અને ઉકેલ. ક્રમશ:
વિનોદ આનંદ 18/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ