શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-38

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-14   અથ્ ગુણત્રયવિભાગયોગ
શ્રી ભગવાન ઉવાચ:  હે ભરતા !  મારી મહ્દ બ્રહ્મસ્વરૂપ મૂળ પ્રકૃતિ સર્વ ભૂતોની યોનિ છે.
હું એ યોનીમાં ચેતન રૂપી ગર્ભ મૂકુ છું. તેનાથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ  થાય છે.
હે મહાબાહો !  સત્ત્વ,રજસ ને તમસ્ આ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે.આ ત્રણે ગુણો અવિનાશી જીવાત્માને બાંધે છે.
હે નિષ્પાપ:સત્ત્વ ગુણ નિર્મલ હોવાથી પ્રકાશ
કરનારો ને દોષરહિત છે, સુખ તથા જ્ઞાનના સંગથી બાંધે છે.
રાગ સ્વરૂપ રજોગુણ કામને અને આસક્તિ થી ઉપજેલો જાણ તે જીવાત્માને કર્મથી બાંધે છે.સર્વે જીવોને મોહ પમાડનાર તમો ગુણને અજ્ઞાનથી ઉપજેલો જાણ. તે પ્રમાદ, આળસ, અને નિંદ્રાથી જીવાત્માને બાંધે છે. રજોગુણ, તમોગુણ ને દબાવીને સત્ત્વગુણ વધે છે.
સત્ત્વગુણ વધવાથી અત:કરણ ને ઇન્દ્રિયો
દ્વારા જ્ઞાન ને વિવેક ઉપજે છે. રજોગુણથી લોભ ને ભોગની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તમો ગુણથી અજ્ઞાન, પ્રમાદ ને મોહ વધે છે. સત્ત્વ ગુણી મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે, રજો ગુણીને મનુષ્યલોક પ્રાપ્ત થાય છે, તમો
ગુણીને કીટ, પશુ વગેરે નીચ યોનિઓને પામે છે. પુણ્ય કર્મનુંફળ સાત્વિક છે. રજોગુણનુ ફળ દુ:ખ ને તમોગુણનું ફળ અજ્ઞાન, આળસ, મોહ છે. મનુષ્ય ત્રણગુણોથી પર અર્થાત્ ગુણાતીત
રહે તે મારા સ્વરૂપને પામે છે. 
વિનોદ આનંદ                     16/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

Advertisements

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-35

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-13   અથ્ ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
અર્જુન શ્રી કૃષ્ણ ને પૂછે છે.  ” હે કેશવ  !  પ્રકૃતિ ને પુરૂષ,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન ને જ્ઞેય કોને કહેવાય ?
શ્રી ભગવાન ઉવાચ : હે કૌન્તેય !   આ વિકારો સહીત(પ્રકૃતિ )જે શરીર છે તે ને ક્ષેત્ર,ને તેને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ-જીવાત્મા  કહેવાય છે.
બધા  ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તુ મને જાણ. ક્ષેત્રજ્ઞ અર્થાત્ પુરૂષનું જે ત્ત્વતસહીત જ્ઞાન છે એ સાચુ જ્ઞાન છે. પોતે ને શ્રેષ્ઠ માનવ રૂપી
અભિમાન ને દંભનો અભાવ, આચરણનો અભાવ, અહીંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા,પવિત્રતા,મન, ઈન્દ્રિઓ નો સંયમ, અહંકારનો અભાવ,મમતારહીત,જન્મ, મરણ, જરા, વ્યાધિ, દુ:ખ અને દોષોનુ અનુદર્શન-વારંવાર ચિંતન, મારામાં અનન્ય પ્રેમ, અવ્યભિચારિણી ભક્તિ, ઉદાસીનતા , મોક્ષનુ વારંવાર ચિંતન એ સર્વે ને જ્ઞાન કહેવામાં આવ્યું છે.એનાથી વિપરિતઅજ્ઞાન કહેવામાં આવ્યું છે.

વિનોદ આનંદ                        05/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-32

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-11   વિશ્ર્વરૂપદર્શનયોગ
શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુ કંપા કરી આ અસીમ રૂપ તને દર્શાવ્યુ છે, જેને તારા સિવાય બીજા કોઇએ પહેલાં ન હોતું જોયુ. આ સ્વરૂપ બીજા કોઇ નાથી, ન વેદ ને યજ્ઞોના અધ્યનથી, ન દાન, ન આકરા તપથી જોઇ શકાય છે. તુ નિર્ભય ને પ્રસન્ન મન થઇને મારા શંખ,ચક્ર,ગદા, પદ્મધારી ચતુર્ભુજ  રૂપ ને ફરીથી જો એમ કહી શ્રી હરીએ પોતાનું ચતુ ર્ભુજરૂપ દર્શાવ્યું ને પછી ભય પામેલાઅર્જુન ને  સૌમ્યમૂર્તિ મનુષ્ય રૂપ થઇ મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન  ઉવાચ:હે જનાર્દન !આપના આ પરમ શાન્ત મનુષ્ય રૂપને જોઇ હવે હું સ્થિર ચિત્ત  થઈ ગયો છું. શ્રી ભગવાન ઉવાચ : મારું ચતુર્ભુજરૂપ ઘણાને દુર્લભ છે, જે ન વેદોથી, ન તપથી, ન દાનથી  જોઈ શકાય છે. પરન્તુ હે પરન્તપ અર્જુન ! જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મ કરનારો ને મારે પરાયણ, આસક્તિ વિના નો, વેરભાવ રહીત અને અનન્ય ભક્તિ યુક્ત માણસ મને પામીને મારા ચતુર્ભુજ રૂપ ને જોઇ શકે છે.   
                           વિશ્ર્વરૂપદર્શનયોગ પૂર્ણ
વિનોદ આનંદ                          01/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-31

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-11   વિશ્ર્વરૂપદર્શનયોગ
શ્રી હરીના સ્વરૂપ ને વચનો સાંભળી અર્જુન થરથર કાંપતા હાથ જોડી નમસ્કાર કરી,ફરી બીતાં બીતાં પ્રણામ કરી ગદ્ ગદ્ વાણી થી સ્તુતિ કરવા લાગ્યા. હે અંતર્યામી આપના નામ, ગુણને કીર્તનથી જગત હર્ષ પામે છે ને રાક્ષસો ભયભીત થઇ આમતેમ ભાગે છે. સિધ્ધોનો સમૂહ નમસ્કાર કરે છે. આપ આદિ દેવ,સનાતન પુરૂષ,જગતના પરમ આધાર,  પરમ ધામ ને પ્રજાના સ્વમી આપને મારા વારં વાર  આગળ-પાછળ ને બધી બાજુઓ થી હજારો નમસ્કાર.
હે પરમાત્મા! આપને સખા માની ને આપના પ્રભાવને નહિ જાણનાર સ્નેહ-પ્રમાદથી પણ હે કૃષ્ણ, હે સખા,હે યાદવ એવા સંબોધનો કર્યા, તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા ને બીજાની સમક્ષ  હે અચ્યુત ! મેં  જે તમારું અપમાન કર્યું હોય તેમાટે હું ક્ષમા માગું છું.પિતા જેમ પુત્રના,સખા જેમ સખાના અને પતિ જેમ પત્નિના અપરાધો સહીલે,તેમ પણ મારા અપરાધો સહીલેજો .
હું પહેલા નહી જોયેલા રૂપને જોઈને હર્ષિત થયો છું,  ને ભયથી મારું મન અતિ વ્યાકુળ છે,  માટે હે જગન્નિવાસ પ્રસન્ન થાવ ને મને તમારું ચતુર્ભુજ રૂપના દર્શન કરાવો .ક્રામશ
વિનોદ આનંદ                          01/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર, ગાઇડ.

શ્રીમદ્ ભાગવદ્ ગીતા સંદેશ-14

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-5  કર્મસંન્યાસયોગ.
શ્રી ભગવાન ઉવાચ : અજ્ઞાન  વડે જ્ઞાન ઢંકાયેલુ છે તેથી મનુષ્ય મોહ પામે છે. જેનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે. એમનું જ્ઞાન પરમ આત્મા-ઇશ્ર્વરનો સાક્ષાતકાર કરાવે છે.
પરમાત્મામાં જેનું મન બુધ્ધિ તદ્રુપ થઇ રહ્યું છે એવા મનુષ્યો જ્ઞાન વ્દ્રારા પાપ રહીત થઇ પરમ ગતિ પામે છે. જ્ઞાની પૂરુષો બ્રાહ્મણને ગાયને, હાથીને, કૂતરાને કે ચાંડલને સમાન ભાવે જુએ છે. તેમણે જીતેજી સંસારને. જીતી લીધો છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહી એ સ્થિર બુધ્ધિનો ને સંશય વિનાનો મનુષ્ય પરમાત્મામાં એકાત્મભાવે કાયમ સ્થિત છે.
હે અર્જુન,ઇન્દ્રિયોના વિષયો થી ઉત્પન્ન થતા ભોગો દુ:ખ ઉત્પન્ન કરે છે. પણ જ્ઞાનીઓ એ ભોગોમાં આસક્ત થતા નથી .જે પુરુષ મૃત્યુ પહેલાં કામ-ક્રોધના આવેશને સમાવી શકે
અને મન-બુધ્ધિ ને વશ કરી શકે, તે પુરુષ યોગી કે મુની કહેવાય અને સુખ શાંતિ પામી શકે છે. જે મનુષ્ય ઇચ્છા, ભય અને ક્રોધ વિના નો છે તે સદા મુક્ત જ છે.
                                  કર્મસંન્યાસયોગ  પૂર્ણ

વિનોદ આનંદ                     05/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવત ગીતા સંદેશ – 4

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન.
આસું ભરેલા વ્યાકુળ અને શોકાતુર અર્જુને
ભગવાન મધૂસુધને કહ્યુ.
અધ્યાય-ર
” હે શૂરવીર અર્જુન અસમયે રણભૂમિમાં
આવો મોહ કયાં ઉત્પન થયો.? જે આર્યો
ને ન શોભે, ન સ્વર્ગ કે યશ આપનારો છે.

હે પાર્થ તુ કરુણા વશ ન થા,જે તને શોભીત નથી.શત્રુને તપાવનાર ! હ્રદયની તુચ્છ
દુર્બતા ત્યજીને યુધ્ધ માટે ઊભો થઇ જા.

અર્જુન ઉવાચ :  હુ  ભીષ્મપિતા ને દ્રોણાચાર્ય
વિરુધ્ધ કેવીરીતે લડીશ જે પૂજનીય છે.
તેમને હણ્યા કરતા આ લોકમાં ભિક્ષાથી નિર્વાહ કરવો કલ્યાકારી સમજુ છુ.
કાયરતા રૂપી દોષથી દબાયેલા સ્વભાવ
વાળો ધર્મ માં મૂઢ બુધ્ધિવાળો મારા માટે
નિશ્ર્વિત કલ્યાણકાર સાધન કહો  કેમકે
હુ તમારો શિષ્ય તમારા શરણે આવેલા
મને ઉપદેશ આપો .                          ક્રમશ:
વિનોદ આનંદ                          14/01/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવત ગીતા સંદેશ – 3

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન.
અધ્યાય-1
કૌરવ પાંડવોની સેના કુરુક્ષેત્રમાં આમને સામને છે.શંખ નાદ,મૃદંગ,શરણાઈ ગોમુખ લડાઇના વાજિંત્રોથી વાતાવરણ ગુંજી રહ્યું છે.   
શ્રી અર્જુને રથના સારથી શ્રી કૃષ્ણને રથ ને બંને સેનાની વચ્ચે લઇ જવા આદેશ કર્યો.

શ્રી અર્જુને કૌરવ સેનામાં પોતાનાસ્વજનો ને જોઇ ને મોહ પામ્યો ને રાજ્ય માટે  હું  યુધ્ધ નહીં કરુ, એમ કહી, ગાંડીવ ત્યજી શોકાતુર,  વ્યાકુળ,કાયર ને નિર્બળ બની રથની પાછલી સીટ પર બેસી ગયો .શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ્ ભગવત ગીતા કહી.

મોહ,વિષાદ નિવારણ ની અકસીર ઔષધી શ્રીમદ્ ભગવત ગીતા.
શ્રીમદ્ ભગવત ગીતાના શરણે જાઓ.

શ્રી કૃષ્ણે કહ્યુ છે કે જ્યાં ગીતાનું નિયમીત
પઠન વાંચન થાય છે,ત્યાં હંમેશા હું નિવાસ
કરુ છુ.                                                 ક્રમશ:
વિનોદ આનંદ                            12/01/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ