906 ભક્ત ભક્તિ ને ભગવાન

ભક્તિ પ્રેમ, સેવા ને સમર્પણ 

ભગવાનની ભક્તિ એટલે

લગન,વૈરાગ્ય ને શરણાગતી. 

ભક્તિ નવ પ્રકાર ની,  

શ્રવણમ્, કિર્તનમ્,સ્મરણમ્, 

સેવનમ્, અર્ચનમ્, દાસ્યમ્

સાંખ્યમ્ ને આત્મનિવેદનમ્. 

કોઈ એક ભક્તિ સાધન મોક્ષનું. 

કરવી ભક્તિ કેવી રીત  ? 

પહેલા ઈશ્ર્વરનું સાકાર સ્વરૂપ, 

નામ-મંત્રને મન મંદિરમાં 

ને હ્રદયમાં કરો સ્થાપિત. 

બસ એને સર્વસ માનો

એના સિવાય ન બીજુ કોઈ. 

પછી સ્વરૂપનું ને ગુણોનું 

જ્ઞાન મેળવો, સંબંધ બાંધો, 

કરો અસિમીત પ્રેમ ને શ્રવણ

કિર્તન ને સ્મરણથી ભક્તિથી 

આત્મનિવેદન તક પહોચો. 

ભક્તિ કરો ને ભક્તિ માગો

ભગવાન ભક્તિ તેમના

પ્રિય ભક્તને આપે છે. 

શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિ

યોગમાં કેવો ભક્ત ભગવાનને

પ્રિયા છે તે પરમાત્માએ કહ્યું છે. 

વિનોદ આનંદ                        04/09/2017 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ