સિધ્ધાંત

સિધ્ધાંત સિધ્ધિઓનું મૂળ,
અનુશાસનની જનેતા.
સિધ્ધાંત કેળવે સંયમ,
સિધ્ધાંત સફળતાનું શિખર.
સિધ્ધાંત યુકત જીવન, ધન્ય જીવન.

સિધ્ધાંતોને અનુરૂપ જીવન,
સુખ-શાંતિ, સંતોષી જીવન.
સદ્ ગુણોને  સિધ્ધાંત બનાવી
નિયમ દ્વારા જીવનમાં જડીટ કરો .

સિધ્ધાંત જેવા કે સાચુ બોલવું,
વચન પાળવું, નૈતિક, પ્રમાણિક
જીવન જીવવું , ચિટીંગ ન કરવું વગેરે.
સિધ્ધાંતો મનુષ્યને મહાન બનાવે.
સિધ્ધાંત સન્માન ને પ્રસિધ્ધિ અપાવે.
સિધ્ધાંત સ્વસ્થ જીવનનો આહાર.
ગાંધીજી, લાલ બહાદૂર શાસ્ત્રિ ને
સરદાર પટેલ સિધ્ધાંતીક વ્યક્તિ.

વિનોદ આનંદ                         10/04/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

ચાલો લખીએ કવિતા

ચલો લખીએ કવિતા, કરી શબ્દોની ગોઠવણી, કે લાગે કવિતા ,થોડાશબ્દોમાં કહીદે ઘણું બધું

ચલો લખીએ કવિતા, કરી વિચાર મનમાં,કરી મુડ કરીએ કોશીશ,
કવિતા લખવાની .

ચલો લખીએ કવિતા, કલ્પનાઓમાં રાચી
કવિઓની કવિતા વાંચી, એક શોખ કેળવી
કવિ બનવા લખીએ કવિતા.

ચલો લખીએ કવિતા, થોડા ભાવુક બની
દિલમાં પ્રેમ ને મનમાં  વિશ્ર્વાસ રાખી
કે હું લખી શકીશ કવિતા.

ચલો લખીએ કવિતા, કવિની પ્રેરણા લઇ
પબ્લિકની પ્રસંશા લેવા, દુનિયામાં શૌહરત કમાવવા કવિતા લખીએ.

ચલો લખીએ કવિતા, કોઇની પ્રેરણા બનવાકોઇના હ્યદયમાં વસવા ને મનને જીતવા. લખીને કવિતા સુંદર.

ચલો લખીએ કવિતા, જ્યાં કોઇન પહોંચે
ત્યાં પહોંચવા કેમકે જ્યાં ન પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ.

ચલો બનીએ કવિ લખીને કવિતાઓ
દુનિયામાં સમજનો સૂરજ ઉગાડવા
ઞુઢ જ્ઞાન યુકત લખીએ કવિતા.

વિનોદ આનંદ                          24/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શક્તિ

શક્તિ એજ ચૈતન્ય
સર્વ શક્તિમાન પરમ ચૈતન્ય
શક્તિનો સ્ત્રોત.
મનુષ્યમાં ચૈતન્ય એટલે
શક્તિયુક્ત પ્રાણી પણ
જગાડાવી પડે, કેળવવી પડે.
જેવી કે મનની શક્તિ ને આત્મશક્તિ.
શારીરિક શક્તિ ને ભાવના શક્તિ.

બીજી શક્તિઓ છે ઘણી
જેવી કે પરિવારની શક્તિ,
સંગઠનની ને સમાજની શક્તિ.
દેશની શક્તિ, વિશ્ર્વશક્તિ.
સંગઠણ ને એકતામાં છે શક્તિ.

સર્વ શ્રેષ્ઠ શક્તિ છે પરમાત્માની.
દરેક શક્તિનો સદ્ ઉપયોગ,
શક્તિનો છે સહી ઉપયોગ.
શક્તિનો દુરોપયોગ છે અપરાધ
શક્તિનો કદી નથી થતો નાસ
તેનો પ્રકાર-રૂપ બદલાય છે.

પોતાની શક્તિ-ક્ષમતા ઓળખો
જગાડો ને વિકસાવી ને
સહી દિશામાં કાર્યરત કરો .
શક્તિશાળી પરમાત્માના સંતાન છીએ
આપણામાં પણ  શક્તિ છે.
બસ પહેલા વિશ્વાસ કરવાનો છે અને
શક્તિને જગાડી સહી ઉપયોગ કરવનો છે. 

વિનોદ આનંદ                          05/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ