806 જીવન એક બગીચો

જીવન એક બગીચો, 

જેના તમે છો માળી. 

 વાવજો ફૂલ સુંદર-સુગંધિત 

સ્નેહ ને પ્રેમના. 

ઉગાડજો ફળ મધુર-ગુણકારી, 

ધીરજ ને સંતોષના. 

બચાવ જો બગીચાને, 

નફરત-સ્વાર્થ ની આંધી થી, 

કામ-ક્રોધના તાપ થી. 

ને દુર્ગુણોના જીવ-જંતુઓ થી. 

સિંચજો પવિત્રતા ના જળ થી, 

સદ્ ગુણોના ભાવથી, 

પરોપકારના ખાતર થી, 

ને હરી કૃપા થી બગીચાને. 

સુરક્ષિત રાખજો બગીચાને, 

મર્યાદા ની વાડ થી તો સદા

મહેંકતો રહશે જીવનનો બગીચો.. 

વિનોદ આનંદ                           09/06/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

687 ૠણી જીવન

ૠણ ચુકવવાનું છે. 

ઈશ્વરનું, માનવ જન્મ 

મલ્યો  છે. 

ૠણ ચુકવવાનું છે. 

કરેલા કર્મનું. 

ૠણ ચુકવવાનું છે

જેણે પાળી પોષી

મોટા કર્યા તેનું

ૠણ ચુકવવાનું છે

પ્રકૃતિનું જેનાથી

જીવન જીવત છે. 

ૠણ ચુકવવાનું છે

પરિવારનું જે સાથે છે. 

ૠણ ચુકવવાનું છે

સમાજનું જેનાથી

થાય જીવન ઘડતર. 

ૠણ ચુકવવાનું છે

શિક્ષક, ગુરૂનું જેનાથી

જ્ઞાન પ્રાપ્ત થાયુ ને

સહી દિશા મળી છે. 

જીવન ૠણી છે બધાનું

ૠણ ચુકવવાનું છે 

સમજીને તેમની કિંમત, 

જીવનનો સાચો ઉદ્દેશ 

જાણી, જીવનને મહાન

ને યાદગાર બનાવી ને.

આ જીવનમાં ૠણ નહીં

ચૂકવી એ તો જન્મ મરણ

નો ફેરો છે નિશ્ચત સમજી લો.. 

જીવતા જીવન ન કોઈ કર્મ

એવું કરો જેનું ૠણ ચુકવવા

લેવો પડશે જન્મ ફરી. 

વિનોદ આનંદ                   05/03/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

660 ખામી ને ખુબીઓ

​જીવન ખામીઓ અને

ખુબીઓ થી ભરપુર.  

વધારે ખામીઓ 

વધારે મુશ્કેલીઓ, 

વધારે દુ:ખ ને અશાંતિ. 

વધારે ખુબીઓ 

વધારે આસાની, 

વધારે સુખ ને શાંતિ. 

ઓછી ખામીઓ 

ને વધારે ખુબીઓ 

સફળ,સાર્થક જીવન. 

ઓછી ખુબીઓ 

ને વધારે ખામીઓ 

અસફળ,બરબાદ જીવન. 

ખામીઓ વિકાસ રોકે

વિનાશ નો રસ્તો

ખુબીઓ વિનાસ રોકે. 

વિકાસ નો રસ્તો

ખોળી ખોળી ખામીઓ

દૂર કરવી અને

શોધી શોધી ખુબીઓ

વધારવી જીવનનો ઉદ્દેશ. 

ખામી રહીત, ખુબીઓ થી

ભરપૂર એ આદર્શ જીવન. 

વિનોદ આનંદ                         05/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

650 જીઓ ને જીવવા દો

​જીવન બધાનું કિંમતી, 

બધાને જીજીવીસા છે

બધાને સુખ શાંતિથી જીવું છે. 

તેમાં તમે વિલન ન બનો

જીઓ ને જીવવા દો. એજ

જીવવાની છે સાચી રીત. 

નસીબથી બધાને મળે છે

કોઈ ને વધારે, કોઈ ને ઓછુ. 

કોઇ ને વધારે મળે તો તમે

ઈર્ષા ન કરો, દ્વેષ ન કરો. 

તેમની ખુસીમાં,ખુસ રહો. 

જીઓ ને જીવવા દો.ને એજ

જીવવાની છે સાચી રીત. 

પુરુષાર્થ સફળતાની જનની

પુરુષાર્થીની સફળતાથી 

હ્રદય ને મનને ન બાળો

તેની સફળતાથી પ્રેરણા લો. 

જીઓ ને જીવવા દો.ને એજ

જીવવાની છે સાચી રીત. 

મળ્યુ તેનો ઇશ્વરનો આભાર

નિષ્ઠાથી,કુશળતાથી કર્મ કરો. 

બધા માટે શુભ-મંગળ કામના 

માટે ઈશ્વરને પ્રાર્થના કરો . 

જીઓ ને જીવવા દો.ને એજ

જીવવાની છે સાચી રીત. 

વિનોદ આનંદ                       26/01/2016 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

કવિતા પુષ્પ

​કવિતા કવિની કલમ 

પર ખીલેલું પુષ્પ, 

જીવનના બગીચામાં. 

શબ્દો પાખડીઓ પુષ્પની. 

કવિતાનો અર્થ ખુશબૂ, 

પ્રેરણા કવિતાની 

શોભા જીવનની. 

કવિ ગુરૂ સમાજના

શરણગારે જીવન. 

કવિતા પુષ્પ જીવનનો

મુગટ બને તો જીવન સુંદર. 

કવિતાનો સાર સમજાવે

જીવનનુ રહસ્ય ને મૂલ્ય. 

શીખવાડે રીત જીવન 

જીવવાની,પુષ્પની સુવાસ.

કવિતા પુષ્પ હ્રદયમાં

હમેંશા રહે ખિલેલુ ને

મહેકાવે જીવન.

વિનોદ આનંદ                       08/01/2016   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ