2089 સંબંધો સારા રાખજો

સંબંધો સારા રાખજો,
પરિવાર,સમાજ કે ઓફીસ
હોય સંબંધ સારા રાખજો .
સંબંધ જીવનનો પાયો છે,
તે મજબૂત હશે તો જીવન
સફળ અને સાર્થક બનશે.
સંબંધ સારા રાખવા………
* જીવનમાં સહન કરવું પડશે.
કોઇના શબ્દો, સ્વભાવ અને
વિકૃતી સહન કરવી પડશે.
* જીવનમાં માફી માગતા ને
માફી આપતા શીખવું પડશે.
* જીવનમાં એક બીજામાં રસ
લેતા શીખો ને સમય ફાળવો.
* જીવનમાં મદદગાર બની
સાથ સહકાર આપવો પડશે.
* પ્રેમ, સેવા અને સમર્પણથી
સંબંધોનું લાલન પાલન કરવા
નર્ચરીંગ નેચર કેળવવો પડશે.
* સલાહ આપવી હોય કે કહેવું
હોયતો હસીને ને સાચવીને
કહેવું,અંતે કહેવું, તને ગમે કર.
સંબંધમાં નમી લેવું ને ખમી
લેવું, સંભાળી ને નિભાવી લેવું.
સંબંધનું મહત્વ, અગ્રતા અને
કિંમત સમજીને જીવન જીવશો
તો સંબંધો સારા રાખી શકશો.
વિનોદ આનંદ. 06/07/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

2065 પ્રેમ કરો પ્રગટ

પ્રેમ અમૃત, ઈશ્વરનું સ્વરૂપ,
પ્રેમ ઔષધને સ્વર્ગનું દ્વાર,
પ્રેમ સુવાસ, પ્રેમ શ્રેષ્ઠ ગુણ,
પ્રેમ જીવન ને સંબંધનો પ્રાણ,
પ્રેમ દયા, આપે, ન માગે,
પ્રેમ સાધના, યોગ ને પૂજા
પ્રેમ નિઃસ્વાર્થ, નિખાલસ,
પ્રેમ માનવીનું આભૂષણ.
પ્રેમ સુખ શાતિ નું ધામ,
પ્રેમ દર્પણ, જેના હ્રદયમાં,
જુએ ઈશ્ર્વર બધામાં.
પ્રેમ સમજણ ને સમાધાન
સમજે ને સમજાવે.
પ્રેમ સાચો દોસ્ત માનવીનો
………પ્રેમ કરો પ્રગટ
પ્રેમ જ્ઞાન ને ગુરૂ, ઉકેલ
હર સમસ્યાનો.
પ્રેમ સર્જક બને માનવી સંત.
પ્રેમ દુશ્મન ક્રોધ,અહમ્ નો,
પ્રેમ ત્યાગ, તિતિક્ષા ને સંપ,
પ્રેમ નયનમાં, મીઠ્ઠી વાણીમાં
પ્રેમ અમર, પવિત્ર ને પરમ્
પ્રેમ સ્વભાવ આત્માનો
પ્રેમ પ્રગટ કરો હ્રદયમાં
પ્રેમથી કરો વ્યવહાર તો
પ્રેમ કરે ચમત્કાર.
પ્રેમ ન મોહ ન વાસના.
પ્રેમ બદલે સ્વભાવ,બદલે
જીવન બને માનવી મહાન.
પ્રેમ પ્રેરણા બનાવે જીવન
સફળ અને સાર્થક.
પ્રેમથી પ્રગટે પ્રભુ અને પ્રેમ
સ્વર્ગની સીડી, પરલોક નો
પાસર્પોટ …. પ્રેમ કરો પ્રગટ.
પ્રેમ કરો ને પ્રેમ પામો.
વિનોદ આનંદ. 19/06/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

2008 જેવું જીવન એવું ફળ

કેટલાય ભયમાં જીવે છે,
કેટલાય ભ્રમમાં જીવે છે,
કેટલાય ભોગમાં જીવે છે,
કેટલાય ઈગોમાં જીવે છે,
કેટલાય નશામાં જીવે છે,
કેટલાય વહેમમાં જીવે છે,
કેટલાય ક્રોધમાં જીવે છે,તો
કેટલાય આળસમાં જીવે છે,
કેટલાય ઉંઘમાં જીવે છે,તો
કેટલાય દંભમાં જીવે છે,તો
કેટલાય આશક્તિમાં જીવે છે
કેટલાય સ્વાર્થમા જીવે છે તો
કેટલાય નફરતમાં જીવે છે,તો
કેટલાય રાગદ્વેષમાં જીવે છે, તો
કેટલાય લોભલાલચમાં જીવે છે,
કેટલાય ચાડીચુગલી ને નિંદામાં.
કેટલાય હિંસામાં જીવે છે, તો
કેટલાય રડતાં રડતાં જીવે છે,
પણ કોઈ પ્રેમમાં નથી જીવતું.
કોઈ દયા કરૂણામાં નથી જીવતું
કોઈ સંતોષમાં નથી જીવતું.
કોઈ અંહિસામાં નથી જીવતું
કોઈ નિઃસ્વાર્થમાં નથી જીવતું.
કોઈ હસતાં હસતાં નથી જીવતું.
કોઈ સુખ શાંતિથી નથી જીવતું
કોઈ અનાસક્તિથી નથી જીવતું
કોઈ નિખાલસથી નથી જીવતું.
કોઈ કર્મયોગી બનીને નથી જીવતું
શું બધા કેવી રીતે જીવવું એ ભૂલી
ગયા છે ? તમારે કેવીરીતે જીવવું
તમારે નક્કી કરવાનું છે કારણ કે
તમારું જીવન તમારું છે ?
જેવું જીવન એવું ફળ મળશે.
વિનોદ આનંદ. 05/05/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

2002 વારસામાં શું આપશો ?

વારસામાં શું આપશો
સંતાનને વિચાર કર્યો છે ?
વારસામાં પરંપરાગત
રિવાજ, નિયમ ને મર્યાદા
નવી પેઢીને સ્વીકાર નથી.
વારસામાં ભણતર અને
મિલ્કત આપશો તો પછી
વારસામાં સંસ્કારનું શુ ?
તેનો કદી વિચાર કર્યો છે ?
નવી પેઢી કથનીથી નહિ
કરણીથી કદાચ સ્વીકારે.
સંસ્કાર વાતોથી,સલાહથી
નવી પેઢીને ન આપી શકાય.
તો બીજો એક જ રસ્તો છે
કરણી મતલબ કે સંસ્કાર
તમારા વ્યવહારમાં આવે.
તમારી પાસે જ ગુસ્સાના
સંસ્કાર, તો શાંતિના સંસ્કાર
સંતાનમાં કેવીરીતે આવે.
તમારા વ્યવહારમાં જૂઠ્ઠ
ફરેબ,નફરત,દ્વેષ,ઈર્ષાના
સંસ્કાર,તો સંતાનમાં સત્ય
પ્રેમ,દયા,કરૂણા ને અહિંસા
ના સંસ્કાર ક્યાથી આવે
કારણકે એ તો તમારી જ
ઝેરોક્સ છે, તો નવી પેઢીમાં
સંસ્કારનું સિંચન ન થાય.
સચોટ ઉપાય છે કે ગૃહસ્થ
જીવન પહેલા બન્ને પોતાના
ચરિત્રનું ઘડતર કરો અને
સંતાન પછી વ્યવહારમાં
સંસ્કારીકયતા હોય તો નવી
પેઢી સંસ્કારી બની શકે
નહિ તો તમારા કુસંસ્કાર
અને વ્યવહાર વારસામાં
પરંપરાગત આવવાના જ.
તમારા પરિવાર, સમાજ
ને દેશનું ભવિષ્ય વિચારો.
સ્વામી વિવેકાનંદ ને એક
મહિલાએ પુછ્યું કે તમે કઈ
વિશ્ર્વવિદ્યાલયમાં ભણ્યા
મારે મારા સંતાનને એમાં
ભણોવવો છે. તેમને કહ્યું
મારી વિશ્ર્વવિદ્યાલય
મારી માઁ છે હવે તે નથી.
એક સંસ્કરી મા બાપ સો
શિક્ષકોની બરોબર છે.
પરંતુ આજની નવી પેઢી
ના માબાપ મોર્ડન મોમ
અને ડેડી ફેશન,દંભ,ઈગોમાં
ભોગ વિલાસી જીવન જીવે છે.
વિનોદ આનંદ. 01/05/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ