1428 વગર વિચારે જે…

વગર વિચારે જે કરે
પાછળથી પસ્તાય.
ક્રોધી ને લોભી, કરે
વગર વિચારે કામ.
શાંત ને બુધ્ધિશાળી
કરે કામ વિચારી ને.
વિચાર શૂન્ય કાર્યનું
પરિણામ ન હો સારું.
દુઃખ , મુશ્કેલી, પીડા,
ને પરેશાની થાય.
કાંઈ પણ બોલો કે
કાંઈ પણ કરો તો
બુધ્ધિથી કરો વિચાર
પરિણામનો પછી
કરવા જેવું હો તો
કરો,નહી તો ન કરો .
ન થાય દુઃખ ,મુશ્કેલી,
પીડા,પરેશાની અને
પસ્તાવો.. વિચારતા
નર સદા સુખી અને
સુરક્ષીત, તો કેમ ન
કરવું કામ વિવેક
બુધ્ધિથી વિચારીને.
વિચાર કરી ને જે
કરે કદી ન પસ્તાય.
વિનોદ આનંદ 17/12/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

1193 સમન્વય

સમન્વય એક અદ્ભૂત મંત્ર
એક થી વધારે તત્વ કે
વ્યક્તિ વચ્ચે સમન્વય
એટલે જ મેળ કે સંગમ
એટલે સ્વર્ગનું નિર્માણ.
ગંગા ,યમના,સરસ્વતી
સંગમ પ્રયાગ પવિત્ર તીર્થ.
મન, બુધ્ધિ અને આત્માનો
સમન્વય એટલે મન ઈન્દ્રિયો
પર સંયમ ને જીવન સફળ.
જીવનમાં સાંભળવું, સમજવું
ને બોલવામાં સમન્વય તો
સુખ શાંતિનું ધામ ને સ્વર્ગ.
બુધ્ધિમત્તા,લાગણીશીલતા
અને આધ્યાત્મિકતાનો
સમન્વય, સાર્થક જીવન.
મા-બાપ, પુત્ર અને પુત્રવધુ
વચ્ચે સમન્વય એજ એક
આદર્શ પરિવાર.
ગુરૂ ને શિષ્યમાં સમન્વય
એજ સાચું શિક્ષણ ને સંસ્કાર.
માલિક, વ્યવસ્થાપક અને
કામગાર વચ્ચે સમન્વય
એજ સફળ વ્યાપર.
સમન્વય સફળતાની ચાવી
સ્વર્ગની સીડી ને સુખ શાંતિ.
સવન્વય મંત્રનો જીવનમાં
જપ એટલે પરિવાર,સમાજ
સર્વેનું અને આત્માનુ કલ્યાણ.
સમન્વય એક સાધના અને
સાધના એજ જીવન.
વિનોદ આનંદ 01/06/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1178 ઈન્દ્રિયો પર કાબૂ કેવી રીતે ?

ઈન્દ્રિયોનો રાજા મન
મન, અગર મન પર
અંકુશ તો ઈન્દ્રિયો
પર સંયમ છે આસાન.
અગર મન ઈન્દ્રિયો
નું ગુલામ તો ઈન્દ્રિયો
પર કાબૂ છે કઠીન.
મન ઈન્દ્રિયોના વિષયો
પર આશક્ત તો મન
શક્તિહીન ને કમજોર.
મનને મજબુત, સ્થિર ને
ઈન્દ્રિયોના વિષયોથી
અનાશક્ત બનાવી
ઈન્દ્રિયોના પર કાબૂ
કરે છે આસાન.
જ્ઞાન, બુધ્ધિ ને આત્મ
શક્તિ ને ઈન્દ્રિયોના વિષયો
મર્યાદામાં રહી ઉપભોગથી
ઈન્દ્રિયો પર કાબૂ થઈ શકે.
જે વ્યક્તિનો ઈન્દ્રિયો પર કાબૂ છે
તે વ્યક્તિ ઈન્દ્રિયાતીત કહેવાય.
વિનોદ આનંદ 17/05/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1177 મન પર કાબૂ કેવી રીતે ?

મન પર કાબૂ કેવી રીતે ?
શ્રીમદ્ ભાગવદ્ ગીતા માં
શ્રી કૃષ્ણે અર્જુન ને કહ્યું છે,
મન ચંચળ છે કાબૂ કરવું
મુશ્કેલ છે છતાં અભ્યાસ
અને વૈરાગ્યથી મન પર
સંયમ પ્રાપ્ત કરી શકાય.
અભ્યાસ એટલે શુ ?
કેવી રીતે કરવો જોઇએ.
મનની દરેક વાત યા કર્મ
યા ફરમાઈશ કો બુધ્ધિથી
વિચારી પ્રસંશનીય હોય
તો મનની વાત માનવી
નહીં તો મનને ના કહેવું.
આ અભ્યાસ હંમેશા કરવો..
વૈરાગ્ય એટલે અનૈતિક
એસો આરામ, બીન જરૂરી
વસ્તુનો ત્યાગ યા વ્રત યા
નિયમ યા અનુશાસનનું
પાલન કરવાથી મન પર
સંયમ મેળવી શકાય.
મનની ગુલામી છોડી મન
પર સંયમ મેળવી શકાય.
મન પર જીત તો સફળ જીવન.
વિનોદ આનંદ 16/05/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1077 મન એક કલ્પવૃક્ષ

કલ્પવૃક્ષની નીચે બેસી
જે ઇચ્છા કરો એ મળે.
મન એટલે કલ્પવૃક્ષ.
જે ઈચ્છા કરો તે મળે.
લક્ષ્યરૂપી ઇચ્છાનું
બીજ મનમાં રોપો,
સંકલ્પ ને પરિશ્રમથી
પાળો પોષો તો બને
કલ્પવૃક્ષ ને સફળતા
રૂપી ફળ મળશે.
મન, બુધ્ધિ, લાગણી ને
મહેનતને યોગ્ય રીતે
એક લક્ષ્યની દિશામાં
આયોજીત કરવાથી
મન એક કલ્પવૃક્ષ છે
મનમાં ઇચ્છાનું બીજ
રોપાતા જાવ, મનનું
આયોજન કરતા જાવ
ને કલ્પૃક્ષની જેમ ફળ
મેળવતા જાવ ને સફળતા
મેળવતા જાવ જીવનમાં.
મનનું બીજુ નામ કલ્પૃક્ષ.
વિનોદ આનંદ 12/02/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1025 સાંભળો ને સમજો

કોઈનું ન સાંભળવું,

ન કોઈને સમજવું

મોટી સમસ્યા છે,

અનેક સમસ્યાનું બીજ.

સંતાન-મા બાપ પરસ્પર 

ન સાંભળે ને ન સમજે.

પતિ-પત્નિ એક બીજાને

ન સાંભળે ને ન સમજે.

વિદ્યાર્થી શિક્ષકનું 

ન સાંભળે ને ન સમજે.

ન સાંભળો તો ન સમજાય

ન સમજો તો ન મન મેળ.

ન મન મેળ તો સમસ્યા.

સમસ્યા તો તનાવ, ચિંતા

અશાંતિ ને દુ:ખી જીવન.

બીજા ને સાંભળતા ને

સમજતા પહેલા પોતાને

સાંભળવુ ને સમજવું જરૂરી.

તે પછી જ બીજા ને સાંભળી

ને તેમને સમજી શકાય.

તો થાય મન મેળાપ,સુખ,

શાંતિ ને આનંદીત જીવન.

સાંભળો ને સમજો તો સમજ 

કેળવાય ને સમજદાર બનાય.

ધીરજ થી સાંભળવાની કળા

બુધ્ધિથી સમજવા કળા થી

જીવન બને સુંદર ને સરળ.

સાંભોળો ને સમજો ને

સમજો  ને સાંભોળો .

વિનોદ આનંદ.                        05/01/2018 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

1015 સમજવું તો જોઈએ

પોતાને સમજવું, 

સંબંધો ને સમજવું,

સંબંધીઓ ને સમજવું,

બીજાને સમજવું,

પોતાનાને,સમજવું ને

ઈશ્ર્વરને સમજવું તો જોઈએ.

સમજ એક દૌલત.

સમજ જ્ઞાન,બુધ્ધિ સારે 

વિચારોથી આવે છે.

સમજ કરે ગેરસમજ દૂર.

સમજથી વધે સમજદારી .

એટલે સમજવું તો જોઈ.

જે સમજે એ સમજદાર.

સમજદારી કરે દરેક 

સમસ્યાનો હલ આસન.

સમજદાર ન કરે અભિમાન.

સમજદાર કરે સમાધાન.

સમજદાર ભૂલ માફ કરે

ને માંગે પણ ભૂલની માફી.

જ્યાં સમજ ત્યાં શાંતિ ને

જ્યાં શાંતિ ત્યાં સ્વર્ગ.

સમજો ને સમજાવો તો

પરિવાર બને આદર્શ.

એટલે સમજવું તો જોઈ.

વિનોદ આનંદ.                        24/12/2017 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ