1957 સમજ ક્યાં છે ?

સમજ ક્યાં ખોવાઈ ગઇ છે ?
ભણતર વધ્યું ને સમજ ગઈ,
ભણ્યા પણ ગણ્યા નહિ.
ગણતર કે સમજ, ભણતરથી
વધુ જરૂરી છે જીવનમાં.
ભણતર એ, વાચ્યું, ગોખ્યું
ને લખ્યું મળી ગઇ ડીગ્રી
ને પછી નોકરી ને પછી
છોકરી ને ઉભો થયો સંસાર.
સમજ કે ગણતરનું ક્યાંય
ભણતર નથી તો ક્યાંથી
આવે સમજણ.
મન બુધ્ધિ, જ્ઞાનનુ સહિ
મીક્ષર, વલોવાથી નીકળે
સમજરૂપી માખણ.
માણસ મનની કઠપુતલી
તો બુધ્ધિ ને જ્ઞાન બન્યા
પરવશ, ક્યાં આવે સમજ.
મન બુધ્ધિ ને જ્ઞાનનો
સંગમથી આવે આવડત,
હોશિયારીથી આવે સમજ.
સમજનો સૂરજ ઉગે તો બને
જીવન ખુશ ખુશાલ ને સફળ.
સમજ મનનાં વંટોળમાં
અટવાઈ ગઇ છે.
સમજ સ્વાર્થ અહંકાર, ક્રોધ,
ધૃણા, હિંસામાં વિલીન છે .
આજ ની પશ્ર્વિમી સંસસ્કૃતિ,
ફેશનમાં ફસી ગઇ છે સમજ.
સમજ મનુષ્યની ચમત્કારી
શક્તિ છે. મન પર સંયમથી
બુધ્ધિ જ્ઞાન ને ગુરૂ બનાવો
તો સમજ ખીલશે,નહિ તો
જીવનમાં ગેરસમજ થશે.
જ્યાં નથી સમજ છે ત્યાં
ગેરસમજ. જ્યાં ગેર સમજ
ત્યાં છે દુઃખી-અશાંત જીવન.
વિનોદ આનંદ. 03/04/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1949 મુક્તિ ક્યારે મળે ?

મુક્તિ કોનાથી ? ગુલામીમાંથી.
ગુલામીમાંથી મુક્તિ મતલબ
સ્વતંત્રતા પણ સ્વછંદતા નહિ.
ભારત સ્વતંત્ર દેશ છે પણ
ભારતીય હજી સ્વતંત્ર નથી.
કારણ કે ભારતીય સ્વતંત્રતાને
સ્વછંદતા સમજે છે ને મન
માની.કરે છે બીજાની સ્વતંત્રા
પર તરાપ મારે છે ને સમજે છે
સ્વતંત્રતા જન્મ સિધ્ધ હક છે.
તેઓ અહંકાર, અભિમાન ને
ઈગોના ગુલામ છે ને બીજાને
ગુલામ બનાવાની પેરવીમાં છે.
ખરેખર મુક્તિ આપણી કુટેવોથી
કુસ્વભાવથી, કુભાવાનાથી અને
કુવિચારોથી જેના દ્વારા તમારી
પર્શનાલિટિ ખરાબ થાય છે પણ
ઈગો યા અહંકારના હિસાબે તમે
સ્વીકારતા નથી કે વિચારવાની
શક્તિ કુંઠીત થઈ છે કારણ કે તમે
મનની ગુલામી કરો છો જે મનને
ગમે તેવી ક્રિયા કરો છો તેથી તમે
સ્વછંદી બની ગયા છે.
સારી આદત સારી ભાવન ને
સારો સ્વભાવ પહેલા મા બાપ
પછી પાડોશી, ફ્રેન્ડ ને તમારી
આસપાસ નજીકના 10 વ્યક્તિ
દ્વારા તમારું ઘડતર થાય છે.
ઘડતર એટલે જ મન પર કાબૂ
મન પર સંયમ ને સાચી મુક્તિ.
મનની ગુલામી તમારી મુક્તિ
છીવનવીલે તો મુક્તિ ન મળે.
વિનોદ આનંદ. 29/03/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1944 ક્ષુદ્રતા એટલે

ક્ષુદ્રતા એટલે તુચ્છતા
ગરીબ માનસિકતા છે.
ક્ષુદ્ર વ્યક્તિ ઉછાંછળી
વૃત્તિ વાળો હોય છે એટલે
મામૂલી બાબતમાં જલ્દી
દુઃખી થઇ જાય ને મનમાં
રાગદ્વેષનો ધરતીકંપો
પેદા કરી ને મન પર કાબૂ
ગુમાવે, ખરાબ પરિણામ
આવે ને ભૂલ કબૂલે નહિ.
ક્ષુદ્ર વ્યક્તિ વિચાર્ય વગર
બોલે પરિણામ ન વિચારે
ને સંબંધ લાંબો ન ટકી શકે.
ક્ષુદ્રતા સ્વાર્થ પ્રિય હોય છે
સ્વાર્થ સિધ્ધ કરવા હલકું
કામ કરતાં અચકાતા નથી.
ક્ષુદ્ર વ્યક્તિ નિંદા અને દોષ
દર્શક હોય છે. ક્ષુદ્રતા દુર્ગુણો,
નકારાત્મક અને વિચારો
નો અડ્ડો હોય છે.
ક્ષુદ્ર વ્યક્તિ ધર્મ ને સંસાર
માટે નાલાયક હોય છે.
સુખ સગવડ છે છંતા તેનો
સંસાર વ્યવસ્થિત ન ચાલે.
સકારાત્મક વિચારોથી ને
મન પર કાબૂથી ક્ષુદ્રતાથી
બચી શકાય છે. ક્ષુદ્રતા છોડો
અક્ષુદ્રતા અપનાવો .
વિનોદ આનંદ. 25/03/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1904 મૌન

ન બોલવું કે ચૂપ રહેવું એ
શારીરિક કે બહારનું મૌન.
જરૂરપુર્તૂં અને ઓછુ બોલવું,
અશરકાર હોય છે એ એક
પ્રકારનું મૌન કહેવાય છે.
વધારે બોલવું એ બેઅશર
હોય છે ને બકવાસ લાગે.
મન વિચાર શૂન્ય રહે એ
માનસિક કે આંતરિક મૌન.
મુશ્કેલીમાં વધારે વિચારો
થી માનસિક થાક કે તનાવ
કે ડીપ્રેશન આવે છે.
મૌન શારીરિક ને માનસિક
થાક નો રામબાણ ઈલાજ.
મૌન શક્તિ વર્ધક હોય છે.
શારીરિક ને માનસિક મૌન
એ મેડીટેશનનો આરંભ છે.
પહેલા ઓછું ને જરૂરપૂર્તુ
બોલવાની પેક્ટીસ કરવી
પછી ધીરે ધીરે મૌન રહેવા
ની પેક્ટીસ કરવાથી મન
સયંમી ને શાંત બને તો
તન ને મન નિરોગી રહે.
મનને વિચાર શૂન્ય માટે,
શાંત પ્રકૃતિમાં આંખ બંધ
કરી વિચારને જોવા, પછી
શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિ કરો.
પછી ઈશ્ર્વર સ્મરણ કરો.
નિયમિત મૌન અને ધ્યાન
કરવુ આવશ્યક ને જરૂરી છે.
વિનોદ આનંદ. 23/02/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1845 જીવન નિર્માણ સૂત્રો

1) ઈશ્ર્વરમાં શ્રધ્ધા ને વિશ્ર્વાસ
2 )શરીર ઈશ્ર્વર-આત્માનું મંદિર
3) સ્વાધ્યાય કે સત્સંગ કરવો
4) ઈન્દ્રિય ને મન પર સંયમ
5) અર્થ સંયમ
6) સમય સંયમ
7) વિચાર સંયમ
8) સોસાયટીના અભિન્ન અંગ છો
સ્વાર્થી નહિ ન બનો બધાના
હિતમાં આપણું હિત સમજવું.
9) મર્યાદઓનું પાલન કરો .
10) સમજદારી, ઇમાનદારી,
જિમ્મેદારી, બહાદૂરી રાખવી.
11) ચારે બાજુ મધુરતા,સ્વચ્છતા,
સાદગી અને સજ્જનતાનુ
વાતાવરણ બનાવવું
12) અનીતિથી પ્રાપ્ત સફળતા
કરતા નીતિથી મળેલી
નિષ્ફળતા સ્વીકાર છે.
13) મનુષ્યનુ મૂલ્યાંકન સફળતા,
વિભૂતીઓ કે યોગ્યતાથી નહિ
પરંતુ એના સદવિચાર અને
સત્કર્મોથી થાય છે .
14) બીજા જોડે અવો વ્યવહાર
કરવો જો આપણને પસંદ છે.
15) નર ને નારી પર કુદ્રષ્ટિ ન હો.
16) પાસે જે છે એનો થોડો હિસ્સો
સમાજ માટે આપો .
17) પરંપરાઓની બાબતમાં
વિવેકને મહત્તવ આપવું.
18) સજ્જનનો સમાજ બનાવવો,
અન્યાયનો વિરોધ કરવો .
19) રાષ્ટ્રીય એકતા ને સમતા પ્રતિ
નિષ્ઠાવાન.જાતિય.ભાષા,પ્રાંત
ને સંપ્રદાયથી ઉપર ઉઠવાનું છે.
20) મનુષ્ય ભાગ્યના વિધાતા છે.
21) હમ બદલેંગે તો લોગ બદલેંગે.
હમ સુધરેગેં તો લોગ સુધરેગેં.
વિનોદ આનંદ. 02/01/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1833 બુધ્ધિ વગરનું બળ વ્યર્થ

બુધ્ધિ વગરનું બળ વ્યર્થ
કામ કળથી,બળથી ન થાય.
બળવાળા વધુ મહેનતે ઓછું
બુધ્ધિશાળી ઓછી મહેનતે
વધુ કમાય એટલે કે બુધ્ધિ
વગરનું બળ વ્યર્થ છે.
બુધ્ધિથી હોશિયારી,ચાલાકી
સમજદારી વધે, બુધ્ધિ જ
મિલકત, સંપતિ ને કરનસી.
બળ ને બુધ્ધિ રચે ઈતિહાસ.
સમસ્યાનું સમાધાન બળ
નહિ બુધ્ધિથી આસાન બને.
જ્ઞાન, વિચાર બધ્ધિનું બળ.
શાંત મન અને ધીરજ રાખો.
તો થાય બુધ્ધિનો વિકાસ.
બુધ્ધિથી કામ લો ગુસ્સાથી
નહિ તો જીવન બને આસાન.’
બુધ્ધિ બડી કે ભેંસ ? બુધ્ધિ
બડી ને બળવાન દુનિયામાં.
મન સંકલ્પ વિક્લ્પ કરે પણ
બુધ્ધિ નિર્ણય કરે જ્ઞાન દ્વારા.
બુધ્ધિ કે બળનો સદોપયોગ
સહિ નિર્ણય સાર્થક જીવન.
બુધ્ધિ કે બળનો દુરોપયોગ
ગલત નિર્ણય વ્યર્થ જીવન.
વિનોદ આનંદ. 22/12/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1817 કેમ છો ? મજામાં

કેમ છો ? પુછે કોઇ તો
જવાબ છે, મજામાં છું.
શું ખરેખર મજામાં છું ?
મજામાં હોય કે ન હોય
જવાબ છે મજામાં છું.
મજામાં છું ક્યારે કહેવાય ?
જીવનમાં જે છે તેનાથી
તમને છે સંતોષ તો તમે
મજામાં છો એમ કહેવાય.
જીવનમાં તમે દંભી ને
અભિમાની ન હો તો તમે
મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં તમે નીડર ને
સલામત છો તો તમે
મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં મન,વચન ને
કર્મમાં એકરૂપ છો તો તમે
મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં તમે આનંદમાં
જીવી શકો છો તો તમે
મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં તમને ઈશ્ર્વરમાં
શ્રધ્ધા અને વિશ્ર્વાસ છે તો
તમે મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં તમે વર્તમાનમાં
જીવી ને ખુસ રહો તો, તમે
મજામાં છો, એમ કહેવાય.
જીવનમાં કોઈ અપેક્ષા નહિ
અને કર્તવ્ય કરો તો તમે
મજામાં છો, એમ કહેવાય.
મજામાં છું એમ કહેવા માટે
આદર્શ જીવન હોવું જોઇએ.
વિનોદ આનંદ. 07/12/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ