946 વિચારવું તો જોઈ

વિચારવું જરૂરી છે કેમકે

વગર વિચારે જે કરે

પાછળથી પસ્તાય. 

વિચારશૂન્ય જીવન

જડ ને અવિક્સીત જીવન. 

વિચારવું આવશ્યક કેમકે

સકારાત્મક ને રચનાત્મ

વિચાર વ્યક્તિત્વ વિકાસ

ચરિત્ર ઘડતર ને ઉન્નતિનો માર્ગ. 

વિચારવું તો જોઇએ કેમકે 

વિચાર જ ક્રિયા ને કર્મનું

બીજ છે, જેવો વિચાર એવું

આચરણ ને  વર્તન. 

જેવું બનવું હોય તેવું 

વિચારો તો એવા બનો. 

સકારાત્મતક  ને રચનાત્મક 

વિચારવું તો જોઈએ કેમકે

તે સ્વાસ્થ ને આયુષ વર્ધક 

ને મજબુત પાયો સફળ,સાર્થક 

અને સમૃધ્ધ જીવનનો. 

નકારાત્મક ને વિધ્વંસ વિચાર

મજબુત પાયો વિનાશ ને અધો

ગતિનો, વિચારો પર નિયંત્રણ

વ્યક્તિનુ ડાહપણ ને શાનપણ. 

વિચારવું જરૂરી, આવશ્યક 

એટલે વિચારવું તો જોઈએ જ. 

કરો વિચાર ને કરો વિકાસ. 

વિનોદ આનંદ                         11/10/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ  

 

Advertisements

932 સરખામણી

સરખામણી  બીજા સાથે ન કરો. 

તમારાથી ઉત્તમ હશે તો ઈર્ષા થશે 

ને લઘુતાગ્રંથિથીનો શિકાર બનશો

તમે ઉત્તમ હશો તો ગુરુતાગ્રંથિ નો

શિકાર બનશો ને અભિમાન થશે.  

સરખામણી ફક્ત પ્રેરણા અથવા

શીખવા માટે કરો તો થશે વિકાસ . 

સરખામણી પોતની પોતાની સાથે

એજ ઉત્તમ સુધાર ને વિકાસ માટે. 

આજે કાલ કરતાં તમારો  કેટલો 

વિકાસ કે સુધાર થયો તેવી 

સરખામણી કરો તો ન કોઈ ના

પ્રત્યે દ્વેષ ન લઘુતાગ્રંથિ અને 

ન અભિમાન ન ગુરુગ્રંથિતા. 

બીજા જોડે સરખામણી ન કરો. 

વિનોદ આનંદ                           29/09/2017

ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ  

666 સ્વસુધાર

​સ્વસુધાર વીના સિધ્ધિ નહી

આવશ્યક જીવનમાં સ્વસુધાર

સ્વસુધાર નું લક્ષ્ય રાખો. 

જીવનનો પાયો. સ્વસુધાર. 

જીવનમાં પલ પલ સ્વસુધાર 

સફળતાનો રાજમાર્ગ. 

કેળવણી સદ્ ગુણો ની 

દુર્ગુણોને છોડવા 

કેળવણી સારી આદતની 

ખરાબ આદતો ને છોડવી

પ્રગટ કરવી સારી ભાવના 

ખરાબ ભાવના કરવી ભસ્મ . 

રહેવું સત્કર્મમાં પ્રવૃત 

કરવું સદ્ આચરણ ને

સ્વભાવ સુધાર એજ સ્વસુધાર. 

સ્વસુધાર પહેલા સ્વપરિચય

સ્વપરિચય એજ સ્વવ્યક્તિત્વ

ખરાબી, ખામી ની જાણકારી

જેણે દૂર કરીને સજ્જન બનવું 

સ્વપરિચય ને સ્વસુધાર એજ

સાધના વ્યક્તિત્વ વિકાસ, 

સુખ, શાંતિ ને સફળતાની. 

સ્વસુધાર સ્વર્ગની સીડી. 

વિનોદ આનંદ                        12/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ