820 સત્સંગ કે કુસંગ

સત્સંગ જીવનમાં સુગંધ, 

કુસંગ જીવનમાં દુર્ગંધ. 

સત્સંગ લાવે  સુધાર, 

કુસંગ લાવે બગાડ. 

સત્સંગ કેળવે સદગુણ, 

કુસંગ કેળવે દુર્ગુણ. 

સત્સંગ બનાવે આસ્તિક, 

કુસંગ બનાવે નાસ્તિક. 

સત્સંગ જગાડે ભક્તિ, 

કુસંગ જગાડે મો.હ. 

સત્સંગ બનાવે સંત, 

કુસંગ બનાવે શૈતાન, 

સત્સંગ અપાવે મોક્ષ, 

કુસંગ ફેરવે જન્મ 

મરણના ફેરા. 

સત્સંગ કુસંસ્કારને

સુસંસ્કાર માં ફેરવે. 

કુસંગ સુસંસ્કાને

કુસંસ્કાર માં ફેરવે. 

કુસંગ મળે હમેંશા 

બીન હરિ કૃપા 

ન મળે સત્સંગ. 

સત્સંગ માં  રહો

કુસંગથી દૂર રહો. 

સત્સંગ સાધના

વ્યક્તિત્વ વિકાસ ને

આત્મકલ્યાણ ની. 

વિનોદ આનંદ                            22/06/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

વ્યક્તિત્વ વિકાસ સૂત્રો

​1) વ્યક્તિ એક ફૂલ,વ્યક્તિત્વ સુવાસ. 

2) વ્યક્તિત્વ વિકાસ,સવાઁગી વિકાસનું બીજ. 

3) વ્યક્તિત્વ, પરિચય વ્યક્તિનો.. 

4) વ્યક્તિત્વ, સફળતા ને પ્રસિધ્ધિનું મૂળ.

5 ) વ્યક્તિત્વ વિકાસ વગરનો વિકાસ ખોખલો ને શૂસ્ક વિકાસ. 

6) વ્યક્તિત્વ, વ્યક્તિનુ આભૂષણ. 

8) વિચાર પરિવર્તન,વ્યક્તિત્વ વિકાસનું મૂળ

9) સંત્ સંગ વિચાર પરિવર્તનનું બીજ. 

10)ઇચ્છા વ્યક્તિત્વ વિકાસની શરૂઆત. 

11) વ્યક્તિત્વ વિકાસનુ લક્ષ્ય ને આયોજન ને પ્રયાસ પ્રાપ્તિનું સાધન. 

12) આદર્શ વ્યક્તિત્વ, આદર્શ જીવન. 

13) આદર્શ જીવન એ સફળ ને સાર્થક જીવન. 

14) હવા,પાણી,ખોરાક  પછી વ્યક્તિત્વ વિકાસ જીવનની ચોથી જરૂરીયાત. 

15 ) સદ્ ગુણી, સદાચારી ને ધાર્મિક બનો એજ વ્યક્તિત્વ વિકાસ. 

16) દુર્ગુણો, કુટેવો ને કુભાવો થી મુક્તિ એજ
વ્યક્તિત્વ વિકાસ.

17) વ્યક્તિત્વ વિનાવ્યક્તિ,નમક વગર ના ભોજન જેવો. 

18) વ્યક્તિત્વ વિનાવ્યક્તિ,પેટ્રોલ  વગર ની
 ગાડી જેવો .
19) વ્યક્તિ – વ્યક્તિત્વ = જાનવર                    

20) વ્યક્તિત્વ વિકાસ જીવન યાત્રા. 

21)  વ્યક્તિત્વ વિકાસ એક સાધના
ને ઈશ્ર્વર આરાધના. 
વિનોદ આનંદ                             19/09/2016   ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ. 

વિકાસ કે વિનાશ

જીવન વિકાસ કે  વિનાશ યાત્રા  ?
વિકાસ ઉન્નતિનો માર્ગ,
ઉન્નતિ સુખ શાંતિની સાધના.
વિનાશ અધોગતિનો માર્ગ,
અધોગતિ દુ:ખ-દર્દની છાયા.
વિકાસની સાધના નહીંતો,
વિનાશ તરફ પ્રયાણ તો છે જ.
વિકાસનો લક્ષ્ય નથી તો,
વિનાશનું લક્ષ્ય તો છે જ.
હમેંશા વિકાસ પર ધ્યાન રાખો,
તો વિનાશના પ્રકોપથી બચી જશો .
વિકાસનું પહેલું ચરણ સ્વસુધાર ને
આર્દશ વ્યક્તિના લક્ષ્ય માટે
વ્યક્તિત્વ વિકાસ અભિયાન.
વિકાસનું સાધન સત્સંગ,
સદ વિચાર, સદ્ વાંચન,
સદ્ શ્રવણ ને સદ્ આચરણ.
વિકાસ બીજું ચરણ આર્થિક નિર્ભરતા.
ત્રીજું ચરણ પરિવારીક સફળતા
ચોથું ચરણ સામાજીક પ્રસિધ્ધિ,
પાચમું ચરણ ઘર્મ ને ઇશ્ર્વરનું શરણ.
સફળતા, સાર્થકતા, નિર્ભયતા, સંતોષ
સુખ શાંતિ વિકાસનું અદભૂત ફળ.
જીવનરૂપી માન્યમાં વિકાસ,
તો વિનાશથી મુક્તિ સમજો .
બસ જીવનો ઉદ્દેશ ફકત વિકાસ યાત્રા.

વિનોદ આનંદ                     20/04/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.