856 સાવધાન

જીવન યાત્રા,તમે મુસાફર 

શરીરરૂપી ઘોડાગાડી ને 

ચલાવે છે ઇન્દ્રિયોરૂપી ઘોડા. 

પીધોલી છે ઘોડાઓએ 

વાસના-ઈચ્છાની મદીરા . 

હાથમાં રાખજો બુધ્ધિની 

લગામ ને મનની ચાબુક, 

યાત્રા નિર્વિધ્ને થશે પૂર્ણ. 

જ્ઞાન, સમજ કેળવો અને

આત્મશક્તિ જગાઓ તો 

નસેબાજ ઇન્દ્રિઓ પર

મનની ચાબુક ને બુધ્ધિની 

લગામથી થશે નિયંત્રણ.    

નહી તો બેકાબૂ ઇન્દ્રિઓ

વિધ્ધોની જનેતા જીવન

યાત્રામાં મુશ્કેલીઓ ને

અશાંતિ કરશે ઉભી. 

ઇન્દ્રિઓને વશમાં રાખો

તો જીવન યાત્રા બનશે

સુખ અને શાંતિમય. 

વિનોદ આનંદ                          25/07/2017  ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

782 વર્તમાન

વર્તમાન ચિંતાગ્રસ્ત કેમ ? 

અયોગ્ય નિર્ણય,અજ્ઞાનતા ,

શંકા,ભ્રમ,ડર ના કારણે

વર્તમાન ચિંતાગ્રસ્ત છે. 

અયોગ્ય નિર્ણય કેમ ? 

કુબુધ્ધિ ના કારણે

અયોગ્ય નિર્ણય. 

બુધ્ધિ કુબુધ્ધિ કેમ ? 

કુસંગ,સત્સંગ ને

ગુરૂ નો અભાવથી

બુધ્ધિ કુબુધ્ધિ છે. 

કોઈ ગુરૂ-સત્સંગથી જ્ઞાન 

ને જ્ઞાનથી સહી દિશાથી 

બને બુધ્ધિ સુબુધ્ધિ . 

સુબુધ્ધિથી યોગ્ય નિર્ણય, 

યોગ્ય નિર્ણયથી વર્તમાન

બને ચિંતા ને ભ્રમ રહીત 

ડર ને શંકા રહીત, તો

વર્તમાન સુખ શાંતિનું ધામ. 

વર્તમાનમાં જીવો, 

ભૂતકાળને ભૂલો ને, 

ભવિષ્યની ચિંતા ન કરો, 

ભવિષ્યનું ચિતન કરો. 

વર્તમાન સુધરી જશે. 

વિનોદ આનંદ                        21/05/2017 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

737 ભારત

ભારત મારો દેશ 

ભારતીય-ભાઇ બહેન

ભાવનાઓમાં રત. 

ભાત ભાતના લોકો

નિરાલો મારો દેશ. 

ભારત મારો દેશ 

ભાસ્કર જ્ઞાનનો

પ્રકાશ પ્રશરે દશે દિશા. 

 ૠષિ મુનિ ને 

સંતજનોનો ને

જ્ઞાનો ભંડાર.

ભારત મારો દેશ 

પ્રેમ ને શાંતિ પ્રિય, 

સહયોગી દેશ. 

બધા દેશોમાં ઉત્તમ

ધાર્મિક ને આધ્યત્મિક, 

ભારત મારો દેશ

લોક શાહી ને સ્વતંત્ર

દિલમાં પ્રેમ મન પવિત્ર.

હુ ભારતવાસી, છે ગૌરવ

ભારત મારો સ્વદેશ.

વિનોદ આનંદ                        13/04/2017  ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

660 ખામી ને ખુબીઓ

​જીવન ખામીઓ અને

ખુબીઓ થી ભરપુર.  

વધારે ખામીઓ 

વધારે મુશ્કેલીઓ, 

વધારે દુ:ખ ને અશાંતિ. 

વધારે ખુબીઓ 

વધારે આસાની, 

વધારે સુખ ને શાંતિ. 

ઓછી ખામીઓ 

ને વધારે ખુબીઓ 

સફળ,સાર્થક જીવન. 

ઓછી ખુબીઓ 

ને વધારે ખામીઓ 

અસફળ,બરબાદ જીવન. 

ખામીઓ વિકાસ રોકે

વિનાશ નો રસ્તો

ખુબીઓ વિનાસ રોકે. 

વિકાસ નો રસ્તો

ખોળી ખોળી ખામીઓ

દૂર કરવી અને

શોધી શોધી ખુબીઓ

વધારવી જીવનનો ઉદ્દેશ. 

ખામી રહીત, ખુબીઓ થી

ભરપૂર એ આદર્શ જીવન. 

વિનોદ આનંદ                         05/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

મન એક ખેતર

​મન એજ ખેતર 

વિચાર એજ બીજ. 

સારું બીજ-સારા વિચાર

સારીસંભાળ-લક્ષ્ય,સંકલ્પ

સારી માવજત-યોજના,કર્મ 

પુરતું જળ-દ્દઢ ઈચ્છા

મબલખ પાક-સફળતા.

મન એક બંજર જમીન
ન કોઇ પાક-સદ્ ગુણોનો 

ન કોઇ ખેતી તો ઊગી 

નીકળે ઝાડ,ઝાંખરા-દુર્ગુણો 

આવે જીવનમાં બીન પ્રયાસ

મન ના ખેરતમાં
રોપો સારા વિચારો

પામો સદ્ ગુણો,કર્મો 

ને સફળતાની ફસલ. 

ને કમાઓ સુખ શાંતિ 

અને સમૃધ્ધિ જીવનમાં

 વિનોદ આનંદ                           25/10/2016    ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

કેળવણી

​કેળવણી એટલે સારી રીતે 

જીવન જીવવાનું પ્રશિક્ષણ ને

અભ્યાસ કરાવવાની પ્રક્રીયા. 

માત પિતા પ્રથમ ગુરુ એક

આદર્શ વ્યક્તિત્વ માટે. 

કેળવણી સંસ્કાર સિંચન ને, 
જ્ઞાનને જીવનમાં ઉપયોગ. 

કેળવણી પલ પલનો પ્રયોગ

જીવનને સરળ,સહજ બનાવે. 

કેળવણી વાણી, સરો વ્યવહાર 
ને વર્તન કરવા ની આદત પાડે. 

માન સન્માન ને સહયોગ ના

પાઠ ભણાવી સારી સમજ કેળવે. 

કેળવણી તન ને મનને સારી
આદત,  સારા સદ્ ગુણ, સારી 

ભાવના ને કેળવવાની પ્રક્રીયા.

જે કરે,સારા ખાનદાનનું નિર્માણ. 

કેળવણી દેશની ને કુંટુંબની
સંસ્કૃતીનું કરે નિર્માણ. 

કેળવણી અત્યંત આવશ્યક

જીવનમાં સુખ, શાતિ, ને 

સમૃધ્ધિ ને વિ કાસ માટે. 

વિનોદ આનંદ                       21/09/2016  ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ. 

પરિવાર ના શત્રુ

​પરિવાર ના ત્રણ મહાન શત્રુ

કંકાસ કલેશ ને ઝઘડો . 

પરિવારની શાંતિનો કરે ભંગ. 

પરિવારમાં પ્રેમ,સહયોગ ને

સહન શક્તિનો અભાવ, 

પરિવારમાં સ્વાર્થ ને અહંમ

આપે શત્રુઓને આમંત્રણ. 

એક બીજાની નિંદા, કામચોરી, 

ચાડી ચુગલી ને ખામી કાઠવી

કંકાસ કલેશ ને ઝઘડાનું મૂળ. 

ને થાય પરિવારનો વિનાશ. 

એક બીજા સાથે તાલ મેલ, 

માન સન્માન જાળવું, 

પરિવારની મર્યાદાનું પાલન, 

રીત રિવાજનુ અનુસરન, 

એક બીજાની ભાવના ને

તકલીફ સમજી ને વ્યવાહરથી

પરિવાર માં કંકાસ કલેશ ને ઝઘડો 

ન થાય ને સુખ શાંતિ જળવાય. 

પરિવારને કંકાસ કલેશ ને 

ઝઘડથી જે મુક્ત એજ 

અસલમાં સુખી પરિવાર. 

પરિવારમાં શાંતિ જાળવવી

બસ એક માત્ર ઉદ્દેશ્ય રાખવો . 

વિનોદ આનંદ                        29/08/2016    ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.