શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-37

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-13  ક્ષેત્રક્ષેજ્ઞવિભાગયોગ
શ્રી ભગવાન ઉવાચ:પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાં જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે. પ્રકૃતિ – ભગવાનની ત્રિગુણમયી માય.(સત્વ,રજો ને તમો ગુણો).આ ગુણોનો સંગ જ જીવાત્માના સારી-નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે.
આ પુરૂષ- જીવાત્મા  દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે. સર્વ ક્રિયાની અનુમતી આપનાર,પોષણ કરનાર,સુખ-દુ:ખ નો ભોક્તા તથા મહેશ્ર્વરને પરમાત્મા પણ કહેવાય છે. આ પરમાત્માને કોઇ શુધ્ધ બુધ્ધિ દ્વારા હ્રદય માં જુએ છે,તો કોઇ જ્ઞાનમાર્ગથી તો કોઇ કર્મયોગ દ્વારા જુએ છે.બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ભગવાનને ભક્તિ ભાવ ઉપાસે છે અને સંસારસાગરને નિ:સંદેહ તરી જાય છે. જે માણસ પુરૂષને,પ્રકૃતિને તેના ત્રિગુણાત્મક ગુણ સહીત તત્ત્વનો જાણકાર છે તે દરેક રીતે કર્મ કરતો હોવા છતાં પુનર્જન્મ પામતો નથી. જે મનુષ્ય પરમાત્માને પ્રાણી માત્રમાં અને સર્વ સ્થળે જુએ છે, આત્માને અકર્તા જુએ છે, જુદા જુદા પ્રાણી-પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને એ એકમાંથી જ સર્વ નો  વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મને પામે છે. હે કૌંતેય !આત્મા અવિનાસી,અનાદિ અને નિર્ગુણ છે, તેથીએ શરીરમાં રહેલો, પણ નથી કશું કરતો કે નથી કશાથી લેપાતો . જેમ સૂરજ આખા બ્રહ્માડને પ્રકાશમાન કરે છે તેમ એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્ર-શરીરને પ્રકાશમાન કરે છે. જે મનુષ્ય જ્ઞાનચક્ષુ  વડે ક્ષેત્ર- ક્ષેત્રજ્ઞ નો ભેદ જાણે અને પ્રકૃતિના બંધનમાંથી છૂટવા નો ઉપાય જાણે છે તે મહાનાત્મા પરમ્ બ્રહ્મને પામે છે. 
                            ક્ષેત્રક્ષેજ્ઞવિભાગયોગ પૂર્ણ
વિનોદ આનંદ                       15/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

Advertisements

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-24

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 9   રાજવિદ્યારાજગુહ્યયોગ
શ્રીભગવાન ઉવાચ: જે કોઇ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે એ હુ સગુણરૂપે પ્રગટ થઇ ઘણા પ્રેમથી સ્વીકાર કરું છું. હે કૌન્તેય ! તુ જે કઇ કર્મ કરે છે કે ખાય છે, હોમે છે, દાન કરે છે  તથા તપ કરે છે એ સઘળું મને અર્પણ કર.તો તુ શુભઅશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઇશ.
હુ સઘળાં ભૂતોમાં સમાવાશે વ્યાપક છું.ન કોઇ મને પ્રિયછે ન અપ્રિય,જે ભક્ત મને પ્રેમથી ભજે છે, તે ઓ મારામાં છે ને હુ પ્રત્યક્ષ રૂપે પ્રગટ છુ. જો કોઇ દૂરાચારી પણ અનન્ય ભાવે પ્રેમથી મને દ્રઢ નિશ્ર્વયથી ભજે છે, એ સાધુ  માનવા યોગ્ય છે.એ સત્વરે ધર્માત્મા થઇ જાય છે ને પરમ શાંતિ પામે છે.
હે કૌન્તેય  !  તુ એ જાણ કે મારો ભક્ત કદી નાશ નથી પામતો.. જે મારે શરણે આવે છે તે પરમ ગતિ પામે છે.સુખ વિનાનું  ને ક્ષણભંગુર આ શરીર પામીને નિરંતર મને ભજ.મારામાં મન પરોય,મારો ભકત બન, મારું પૂજન કર, મને પ્રણામ કર. આ રીતે મારામાં પરાયણ થયેલો તુ મને જ પામીશ. 
                       રાજવિદ્યારાજગુહ્યયોગ પૂર્ણ
વિનોદ આનંદ                          20/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-23

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 9   રાજવિદ્યારાજગુહ્યયોગ
શ્રીભગવાન ઉવાચ,દ્રઢ  નિશ્ચયી ભક્તનિરંતર મારાં નામ અને ગુણોનું કીર્તન કરતાં,મારી પ્રાપ્તિ માટે મને વારંવાર પ્રણામ કરતાં સદા મારા ધ્યાનમાં અનન્ય પ્રેમથી ઉપાસે છે. જ્ઞાનયોગી એ મુજ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા પૂજન કરતાં પણ મારી ઉપાસના કરે છે. હે અર્જુન યજ્ઞદેવતા, પિતૃ ઓને અપાતી આહુતિ હું છું. હુ મંત્ર, ઘી અગ્નિ  અને હોમેલું દ્રવ્ય છું. હું જગતનો ધાતા કર્મનાં ફળ ને આપનાર, પિતા, માતા, પિતા મહા પવિત્ર ઓમકાર તેમજ ૠગ્વેગ,સામવેદ અને યજુર્વેદ હું છું.  પરમ પદ સ્વરૂપ પરમ ગતિ, ભરણપોષણ કરનાર, સૌનો સ્વામી , શુભ-અશુભ જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવ યોગ્ય, સૌની ઉત્પત્તિ – પ્રલયનો હેતુ તેમજ
અવિનશી કારણ પણ હું છું. હું જ સૂરજ રૂપે તપું છું.વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું. હે અર્જુન !  હું અમૃત ને મૃત્યુ છું. તથા સત્-અસત્ પણ હું છું. મનુષ્ય પુણ્યના  ફળ સ્વરૂપે સ્વર્ગસુખ મેળવે છે ને પુણ્ય પૂરું થતા ફરી મનુષ્ય લોકમાં આવેછે.જે ભક્તો મને નિરંતર ચિંતનથી નિષ્કામ ભાવે ભજે છે તેઓનુ યોગક્ષેમનું હુ પોતે વહન કરુ છું.
વિનોદ આનંદ                         19/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-17

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-6   આત્મસંયમયોગ
અર્જુને પૂછ્યું  : હે કૃષ્ણ  ! જે મનુષ્યને યોગમાં શ્રધ્ધા છે પણ સંયમી નથી ને મન વિચલિત થઇ ગયું છે એવા સાધક યોગ સિધ્ધિને  એટલે કે ભગવત્સાક્ષાતકાર ન પામતા કઇ ગતિ પામે છે ? યોગથી ભષ્ટ થયેલ નાસ તો પામતો નથીને ? મારા આ સંશયને દૂર કરો .

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન, યોગ ને સિધ્ધિ થી ભષ્ટ થયેલો મનુષ્યનો ન તો આ લોક કે પર લોકમાં વિનાશ થાય છે  કે ન કોઇપણ ખરાબ ગતિ થાય છે. કારણ કે ભગવત્પાપ્તિ અર્થે કર્મ કરનાર કોઇ  પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. 
આવો સાધક પુણ્યશાળીના લોક કે સ્વર્ગ પામીને ઘણા વર્ષો નિવાસ કર્યા પછી શુધ્ધ પુણ્યશાળી આચરણશીલ ધનવાનો ના ઘરે કે ૠષિકુળ માં જન્મ લે છે. પછી ફરીથી પૂર્વ જન્મના સંઘરેલા સંસ્કારના પ્રભાવે યોગ અભ્યાસમાં સિધ્ધિ પાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને સિધ્ધિ પ્રાપ્ત કરી પરમ પદને પામે છે. 
યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ છે માટે હે અર્જુન ! 
તુ શ્રેષ્ઠ યોગી થા. તમામ યોગીમાં પણ જે શ્રધ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરા આત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને શ્રેષ્ઠ માન્ય છે.        આત્મસંયમયોગ પૂર્ણ.

વિનોદ આનંદ                          10/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-16

શ્રીમદ્ ભગવદ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-6   આત્મસંયમયોગ
શ્રીભગવાન ઉવાચ – યોગ અભ્યાસ માટે એકાંત સ્થળ ને પવિત્ર કરી દર્ભ કે મૃગચર્મ પાથરી તેના પર આસન પાથરી બેસવું. ત્યાર બાદ મન ને સ્થિર કરી ઇન્દ્રિયો પર અંકુશ રાખી યોગ, બ્રહ્મચર્ય પાળી, મનને શાંત રાખી, આસન પર બેસી ને શરીર સ્થિર કરી, મસ્તક, ગરદન ને સીધાં રાખીને  નાસિકા ના અગ્રભાગ ઉપર નજર રાખી મારામાં ચિત્ત પરોવી મારું ધ્યાન ધરવું.આ સમાધિ છે. જેના થી શાંતિ પ્રાપ્ત થાય છે. 
આ યોગ ખૂબ ખાનાર કે બિલકુલ ન ખાનાર નો સિધ્ધ થતો નથી. તથા બહુ ઊંઘનાર કે બહુ જાગનારનો પણ સિધ્ધ થતો નથી.આ યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનાર, યથાયોગ્ય ઊંઘનાર ને જાગનાર, કર્મમાં યથાયોગ્ય ચેષ્ઠા કરનારનો જ સિધ્ધ થાય છે. 
અર્જુન પૂછ્યું  હે કૃષ્ણ ! મને યોગ ને યોગી નું સ્વરૂપ બરાબર સમજાતુ નથી.મારુ મન સ્થિર નથી,એટલે હુ પોતે સ્થિર ભાવને જોઇ કે જાણી શકતો નથી .મનને સ્થિર કરવું ઘણું કઠીન છે. 
શ્રી ભગવાન ઉવાચ : હે મહાબાહુ  !  નિ:સુદેહ મન ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂ છે
છતાં હે કુન્તિપુત્ર ! એ અભ્યાસ અને વૈરાગ્ય વડે  વશમાં થાય છે.  
                                                09/02/2016 
વિનોદ આનંદ                          
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-16

શ્રીમદ્ ભગવદ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-6   આત્મસંયમયોગ
શ્રીભગવાન ઉવાચ – યોગ અભ્યાસ માટે એકાંત સ્થળ ને પવિત્ર કરી દર્ભ કે મૃગચર્મ પાથરી તેના પર આસન પાથરી બેસવું. ત્યાર બાદ મન ને સ્થિર કરી ઇન્દ્રિયો પર અંકુશ રાખી યોગ, બ્રહ્મચર્ય પાળી, મનને શાંત રાખી, આસન પર બેસી ને શરીર સ્થિર કરી, મસ્તક, ગરદન ને સીધાં રાખીને  નાસિકા ના અગ્રભાગ ઉપર નજર રાખી મારામાં ચિત્ત પરોવી મારું ધ્યાન ધરવું.આ સમાધિ છે. જેના થી શાંતિ પ્રાપ્ત થાય છે. 
આ યોગ ખૂબ ખાનાર કે બિલકુલ ન ખાનાર નો સિધ્ધ થતો નથી. તથા બહુ ઊંઘનાર કે બહુ જાગનારનો પણ સિધ્ધ થતો નથી.આ યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનાર, યથાયોગ્ય ઊંઘનાર ને જાગનાર, કર્મમાં યથાયોગ્ય ચેષ્ઠા કરનારનો જ સિધ્ધ થાય છે. 
અર્જુન પૂછ્યું  હે કૃષ્ણ ! મને યોગ ને યોગી નું સ્વરૂપ બરાબર સમજાતુ નથી.મારુ મન સ્થિર નથી,એટલે હુ પોતે સ્થિર ભાવને જોઇ કે જાણી શકતો નથી .મનને સ્થિર કરવું ઘણું કઠીન છે. 
શ્રી ભગવાન ઉવાચ : હે મહાબાહુ  !  નિ:સુદેહ મન ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂ છે
છતાં હે કુન્તિપુત્ર ! એ અભ્યાસ અને વૈરાગ્ય વડે  વશમાં થાય છે.  
                                                09/02/2016 
વિનોદ આનંદ                          
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-15

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-6   આત્મસંયમયોગ
શ્રીભગવાન ઉવાચ-જે કર્મફળનો અનઆશ્રિત નથી ને કર્તવ્ય કર્મ કરે છે એ સંન્યાસી તેમજ યોગી છે.માત્ર ક્રિયાનો ત્યાગ કરનારો યોગી નથી.જે નથી  ઇન્દ્રિયોના ભોગનો આશકત કે નથી કર્મો નો આશક્ત એ માણસ યોગ આરૂઢ કહેવાય છે.
દરેક પુરુષે તન મન ને ઇન્દ્રિયોનો સંયમ વડે આત્મા નો ઉધ્ધાર કરવો જોઇએ.પોતાનો ઉધ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ તો મનુષ્યના હાથ માં છે. જેને મન ને ઇન્દ્રિયો પર જીત મેળવી છે તે પોતે જ તો પોતાનો મિત્ર છે. જેને મન ને ઇન્દ્રિયો પર જીત નથી મેળવી છે તે પોતે જ તો પોતાનો શત્રુ છે.

જે જ્ઞાન-વિજ્ઞાન થી તૃપ્ત છે, વિકારરહીત, જીતેન્દ્રિય છે, એને મન પથ્થર ને સોનું એક સરખા છે, જેનું અંતઃકરણ સમ્યક ને શાંત છે
જે મિત્ર-શત્રુ તથા દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે તે શ્રેષ્ઠ યોગી છે. યોગી એકલો જ એકાન્ત સ્થળે સ્થતિ થઇને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે.

વિનોદ આનંદ                     /02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ – 9

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન.
અધ્યાય – 3 કર્મયોગ
શ્રી કૃષ્ણ ઉવાચ  :
બ્રમ્હાએ સૃષ્ટિના સર્જન કરતાં કહ્યુ કે યજ્ઞ તમને  ઇચ્છિત ફળ આપનાર થાય. યજ્ઞથી  તમે વૃધ્ધિ પામો . સઘળાં પ્રાણોઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી, વરસાદ યજ્ઞથી, યજ્ઞ કર્મો થી, કર્મો વેદોથી ઉદભવેલા છે.  વેદો ને અવિનાસી પરમાત્માથી ઉદભવેલા જાણ. આથી સિધ્ધ થાય છે કે પરમાત્મા સદા યજ્ઞ માં પ્રવિષ્ઠિત છે. જે માણસ આત્મામાં રમતો, આત્મામાં તૃપ્ત ને સંતુષ્ટ હોય તેમનો બધા જીવ સાથે સ્વાર્થ નો સંબંધ રહેતો નથી. આસક્તિ વિના કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. જનક જેવા રાજવી પણ આ પ્રમાણે પરમ સિધ્ધ હાસલ કરી શક્યા હતા. સઘળાંકર્મો  સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો  વડે (ઇન્દ્રિઓ વ્દ્રરા) કરવામાં આવે છે, છંતા પણ અહંકારી-અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઇ કર્મ કરે છે ને  હુ કર્મનો કર્તા છુ એમ માને છે. જ્યારે જ્ઞાની આસક્ત થયા વગર કર્મ કરે છે ને તેમનામાં કર્તા ભાવ નથી  હોતો .
વિનોદ આનંદ                22 /01/2016 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ