શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-49

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના સારરૂપ સંદેશ 1 થી 48 શ્રી રામ-કૃષ્ણ ભગવાન ની અસીમ કૃપાથી આપની સમક્ષ ફેસબુક પર ને મારી વેબ સાઇટ પર પોસ્ટ કર્યા. ઘણા ગીતા પ્રેમીઓ એ લાઇક પણ કર્યા ને મારો ઉત્સાહ જાળવી રાખ્યો . તે બદલ હુ સર્વેનો આભારી છુ. મારી સર્વેને વિનંતિ છે કે ગીતા ના સંદેશને નિયમ બનાવી નિયમિત વાંચન કરવા જેથી તેના પ્રભાવથી જીવન માં સર્વેનુ કલ્યાણ થશે. પછી ગીતાના શ્ર્લોકોનું પઠન-અધ્યયન કરવું. તે માટે કાંઇ પણ મદદ જરૂરી હોય તો તમારું સ્વાગત છે .  આભાર અને ધન્યવાદ.
વિનોદ આનંદ                          30/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

Advertisements

શ્રીમદ ભગવદ્ ગીતા સંદેશ-48

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય -18                મોક્ષસન્યાસયોગ
શ્રી ભગવાન ઉવાચ : સારી રીતે આચરવા માં આવેલો સ્વધર્મ, બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં, પોતાનો ધર્મ ચિઢયાતો છે. કેમકે સ્વભાવથી નિયત થયેલું કર્મ કરતો માણસ પાપને પામતો નથી. હે કૌન્તેય દોષ યુકત હોવા છતાં સહજ કર્મને ન છોડવું જોઇએ હે અર્જુન !  સઘળાં કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુધ્ધિ રૂપી યોગના આશ્રયે રહીને, તુ મારે પરાયણ ને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. તુ મારી કૃપાથી બધાંય સંકટો પાર કરી જઇશ ને જો તુ અહંકાર ને મોહને લીધે નહી સાંભળે તો નાશ પામીશ. અહંકાર ને મોહનો આશરો લઇ તુ એમ કહે કે ‘ હુ યુધ્ધ કરીશ નહી ‘ તે મિથ્યા છે. તારો ક્ષત્રિય નો સ્વભાવ તને બળજબરીથી પરવશ થઇ યુધ્ધમાં જોડાશે. હે અર્જુન તુ સર્વ રીતે પરમાત્માના શરણે જા.  તેમની કૃપાથી જ તું પરમ શાંતિ તથા શાશ્ર્વત પરમ ધામ પામીશ. આમ અતિ ગોપનિય થીય ગોપનીય જ્ઞાન મેં તને કહ્યું.  હવે તુ આ રહસ્યમય જ્ઞાન ને યોગ્ય રીતે વિચારીને જેમ ઇચ્છે એમ જ કર.તુ મને ઘણો પ્રિય છે એટલે આ રહસ્ય મય જ્ઞાન ફરીથી કહુ છું.  હે અર્જુન તુ મારા માં મન પરોવનાર થા, મારો ભકત બનીજા મારું પૂજન કરના થા અને મને પ્રણામ કર; આમ કરવાથી તુ મને પામીશ. આ હું પ્રતિજ્ઞા કરુ છુ, કેમકે તુ મને ઘણો પ્રિય છે.

વિનોદ આનંદ                         28/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-46

અધ્યાય- 18        મોક્ષસંન્યાસયોગ  
શ્રી ભગવાન ઉવાચ :  હે મહાબાહો કર્મોની સિધ્ધિમાં પાંચ કારણો છે જેવા કે શરીર, કર્તા,જુદાજુદા કરણ(મન,બુધ્ધિ ને ઈન્દ્રિઓ) જુદી જુદી ક્રીયાઓ ને દૈવ (ઈન્દ્રિયાદિના દેવતા) છે.મનુષ્ય શરીર, વાણી,  તથા મનથી ધર્મ કે અધર્મ  રૂપી કાર્ય જ કોઇ કર્મ આરંભે છે તેના આ પાંચ કારણ છે. જે માણસ અંત:કરણમાં ‘ હું કર્તા છું ‘ એવો ભાવ નથી ને જેની બુધ્ધિ સાંસારિક પદાર્થોમાં ને કર્મોમાં લેપાતી નથી, એ માણસ બધા લોકોને હણીને પણ વાસ્તવ માં તે હણતો નથી ને પાપથી બંધાતો નથી. પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન,કર્મ ને કર્તા એ સાત્ત્વિક, રાજસ,તામસ એમ ત્રણ પ્રકારના હોય છે. એવી રીતે બુધ્ધિ, ધૃતિ ને સુખ એ પણ સાત્ત્વિક,રાજસ,તામસ એમ ત્રણ પ્રકારના હોય છે. તેનુ સંપૂર્ણ પણે  આ અધ્યાયમાં વર્ણન કર્યુ છે. પૃથ્વી પર કે દેવતાઓમાં, કોઇ જીવ નથી જે આ પ્રકૃતિથી જન્મેલા ત્રણે ગુણોથી મુક્ત હોય. હે પરંતપ !
બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો ને શુદ્રોનાં પણ કર્મ- સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે.દરેકના સ્વભાવ જન્ય કર્મોનું વર્ણન પણ આ અધ્યાયમાં કર્યુ  છે. પોતાના સ્વભાવકી કર્મોમાં પરોવાયેલો
મનુષ્ય તે ઉત્તમ  સિધ્ધિ-મોક્ષ મેળવે છે.     

વિનોદ આનંદ     26/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-45

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 18      અથ્ મોક્ષસંન્યાસયોગ  
શ્રી અર્જુન ઉવાચ: હે મહાબાહુ ! હે અન્તર્યામી
હુ સંન્યાસ  તેમજ ત્યાગ પર જુદું ને વિશેષ જાણવા માગું છુ.
શ્રીભગવાન ઉવાચ:કેટલાક પંડીતજનો કામ્ય
કર્મોના ત્યાગને  સંન્યાસ કહે છે. જ્યારે બીજા વિચાર કુશળ માણસો બધા કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મમાત્ર દોષયુકત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અન્ય વિદ્વાનો કહે છે કે યજ્ઞ, દાન, તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.પહેલા ત્યાગ વિષે તુ મારો નિશ્ર્વય સાંભળ. યજ્ઞ, દાન, તપ કરવા આવશ્યક છે કેમકે તે માણસોને પવિત્ર કરનાર છે. આ બધા કર્મો ને બીજા સઘળાં કર્તવ્ય કર્મોને આસક્તિ ને ફળનો ત્યાગ કરી ચોક્કસ કરવાં જોઇએ એ મારો નિશ્ર્વત કરેલો ઉત્તમ મત છે.આ ત્યાગ સાત્વિક ત્યાગ છે. મોહને લીધે નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ છે. શારીરિક ક્લેશના ભય થી કર્તવ્ય કર્મોનો ત્યાગ રાજસ કહેવાય.કર્મોનો સંપૂર્ણ ત્યાગ દેહધારી માટે   શક્ય નથી, તેથી જે પુરુષ કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી કહેવાય છે. કર્મફળના ત્યાગ  ન કરનાર મરણ પછી સારુ, માઠુ ને મિશ્ર-ત્રણ પ્રકારનુ ફળ મળે છે. પરંતુ કર્મફળનો ત્યાગી ને કર્મોનુ ફળ કોઇ કાળે હોતુ નથી.

વિનોદ આનંદ                          23/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-44

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-17 શ્રધ્ધાત્રયાવિભાગયોગ
શ્રી ભગવાન ઉવાચ : દેવ,બ્રાહ્મણ,ગુરુજન
ને જ્ઞાનીજનનું પુજન,પવિત્રતા,સરળપણું,
બ્રહ્મચર્ય ને અહીસાં – આ શારીરિક તપ છે.
જે ઉદ્વેગ ન કરે,પ્રિય, હિતકારી,યથાર્થ વચન શાસ્ત્રોનુ વાંચન ને હરીનામ જપનો અભ્યાસ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, શાંતભાવ,ભગવદચિંતન અને મનનો નિગ્રહ આ મનનું તપ કહેવાય.
ફળની ઇચ્છા વગર અને શ્રધ્ધાથી કરેલું તપ સાત્ત્વિક તપ કહેવાય છે.
જે તપ સત્કાર, માન ને પૂજા,તથા બીજા કોઇ સ્વાર્થ ખાતર,પાખંડથી આચારવામાં આવે છે તે ક્ષણિક ફળવાળું તપ રાજશ કહેવાય છે.
જે તપ મન વાણી ને શરીરની પીડાસહિત ને બીજાનું અનિષ્ટ કરવા આચરવામાં આવે તે તામસ તપ કહેવાય છે.
હે અર્જુન ! કર્તવ્ય બુધ્ધિથી, બદલાની આશા વિના, યોગ્ય સ્થળ, સમય ને વ્યક્તિ આપેલું દાન સાત્ત્વિક છે. પરંતુ જે દાન ફળની આશા થી ને કચવાતા મને કરવામાં આવે,તે રાજસ દાન કહેવાય. જે દાન સત્કાર વિના અથવા તિરસ્કારથી, અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં  આવે છે તે તામસ દાન કહેવાય છે.
શ્રધ્ધાત્રયાવિભાગયોગ પૂર્ણ
વિનોદ આનંદ                          21/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-43

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-17 અથ્ શ્રધ્ધાત્રયાવિભાગયોગ
શ્રી અર્જુન ઉવાચ : જે માણસો શાસ્ત્રવિધિ છોડીને શ્રધ્ધાભાવથી દેવ આદિને પૂજે છે એમની કઇ ગતિ થાયછે ? સાત્ત્વિકી,રાજસી
કે તામસી.
શ્રીભગવાન ઉવાચ : હે ભારત :  માણસોની  શાસ્ત્રીય સંસ્કારો વિના, કેવળ સ્વભાવમાંથી
જન્મેલી શ્રધ્ધા સાત્ત્વિકી,રાજસી, તામસી હોય છે. સર્વ મનુષ્યની શ્રધ્ધા તેમના અંતઃ કરણની શુધ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રધ્ધા તેવો તે પણ હોય છે. સાત્ત્વિકી મનુષ્ય  દેવોને,રાજસી મનુષ્ય યક્ષો-રાક્ષસોને, બીજા તામસી ભૂત-પ્રેતને પૂજે છે. વળી આહાર પણ સૌને ત્રણ પ્રકારનો પ્રિય હોય છે.આયુષ્ય, બળ, આરોગ્ય વધારનાર પૌષ્ટિક અને મન ગમતો આહાર સાત્ત્વિક મનુષ્યને પ્રિય હોય છે. કડવા ખાટા, અતિ ઉષ્મ, તીખા ને દાહ્ય આહારો તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે. ત્રણ કલાક સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધ મારતું, વાસી ને અપવિત્ર છે તેવું ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે. જે લોકો કર્તવ્ય સમજી ને ફળની ઇચ્છા વગર યજ્ઞ કરે છે તે સાત્ત્વિક તપ છે. જે લોકો ફળની ઇચ્છા રાખીને,દંભાચરણને માટે યજ્ઞ કરે છે તે રાજસ તપ છે. શાસ્ત્રવિધિરહિત, અન્નદાન રહિત, મંત્રરહિત,દક્ષિણારહિત અને શ્રધ્ધા રહિત એવો યજ્ઞ છે તે યજ્ઞ તામસ છે.

વિનોદ આનંદ                         21/03/2026
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-42

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-16   અથ્ દૈવાસુરસમ્પદ્વિભાગયોગ

શ્રીભગવાન ઉવાચ : હે ભારત : દૈવી સંપત્તિ વાળા મનુષ્યમાં નિર્ભયતા, નિર્મળતા, આધ્યાત્મ ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ,સાત્વિક દાન, ઇન્દ્રિઓ પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ,  સરળતા,અહીંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા,દ્રઢ
નિશ્ર્વિય, તેજ, ક્ષમા, ધૈર્ય, અદ્રોહ અને અભિમાન નો ત્યાગ આ છવ્વીસ ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઇ, નિષ્ઠુરતા,અજ્ઞાનતા આ ગુણો આસુરી ભાવ વાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દૈવી ભાવો મોક્ષ તરફ લઇ જાય છે, જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે પાંડવ !  તુ દૈવી સંપત્તિને લઇને જન્મ્યો છે માટે તુ શોક ન કર.
આસુરી સ્વભાવવાળામાં અંદરની કે બહાર ની પવિત્રતા, સદાચાર કે સત્ય હોતાં નથી. તેઓ વિવેકહીન ને અલ્પબુધ્ધિ વાળને સર્વનું અહીત કરવાળા હોય છે અને પાપાચારમાં પ્રવૃત થાય છે.આવા નરાધમોને હુ આ સંસાર માં વારંવાર આસુરીયોનિમાં નાખું છું. કામ, ક્રોધ,તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર આત્માનો નાશ કરવાવાળાં છે.માટે ત્રણેને ત્યજી દેવાં જોઇએ. તેનાથી મુક્ત થયેલો મનુષ્ય પરમ ગતિને પામે છે. જે શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઇચ્છાથી વર્તે છે તે ન તો સિધ્ધિને પામે છે ન સુખને કે પરમ ગતિને પામે છે. તેથી તુ શાસ્ત્ર અનુસાર નિર્ણય લે જે ને શાસ્ત્રવિધિથી નિયત કરેલાં કર્મને કરવુ એ જ યોગ્ય છે.
                     દૈવાસુરસમ્પદ્વિભાગયોગ પૂર્ણ

વિનોદ આનંદ                             20/03/2026
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.