શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-22

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 9  અથ્ રાજવિદ્યારાજગુહ્યયોગ
શ્રી ભગવાન ઉવાચ : તારા જેવા દોષદ્રષ્ટિ વગરના ભક્તને પરમ રહસ્યમય વિજ્ઞાન સહિત જ્ઞાનને હું કહું છું જેને જાણીને તુ દુ:ખરૂપ સંસાર- બંધન થી મુક્ત થઇશ. 
આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં ને ગુણોમાં શ્રેષ્ઠ, અતિ પવિત્ર કરનારું, પ્રત્યક્ષ ફળ દેનારું, પ્રમાણિત, ધર્મના ફળ રૂપ, બહુ સુગમ અને અવિનાસી છે.ધર્મમાં શ્રધ્ધા વિનાના માણસો
મને ન પામતા સંસારના જન્મમરણના ચક્ર માં ભટકટા રહે છેં.
મુજ નિરાકાર અવ્યક્ત પરમાત્માથી સઘળું જગત વ્યાપેલું છે.જેમ આકાશમાં સઘળે વિચરનાર વાયુ સ્થિત છે તેમ સર્વ પ્રાણીઓ મારામાં સંકલ્પના આધારે સ્થિત રહેલા છે, પણ વાસ્તવમાં હુ તેઓમાં હું નથી (આશકત નથી). હે કૌન્તેય ! કલ્પના અંતે (પ્રલયકાળ) સર્વે પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે. અને કલ્પના આરંભમાં તેમના કર્મો પ્રમાણે
ફરીથી ઉત્પન્ન-સર્જન કરું છું. પરંતુ હે અર્જુન આ કર્મો મને બાંધતા નથી, કારણ કે આ કર્મો માં ઉદાસીન-કર્તૃત્વ ભાવ વિના ને આસક્તિ રહિત રહેલો છું.
મારા શ્રેષ્ઠ-સૂક્ષ્મ સ્વરૂપને નહી જાણનાર મૂઢ માણસો,મનુષ્ય શરીરને આશ્રય કરી રહેલા મને સાધારણ મનુષ્ય સમજે છે. વ્યથ આશા રાખનારા,વ્યથ કર્મ કરનારા અને વ્યથ જ્ઞાન મેળવનાર વિપરીત બુધ્ધિ વાળા રાક્ષસી  આસુરી ને મોહિની પ્રકૃતિને ધારણ કરી રાખે છે. જ્યારે દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્મા મને અક્ષર સ્વરૂપ જાણી અનન્ય મનથી ભજે છે.
                                   
વિનોદ આનંદ                         17/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

Advertisements

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-21

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 8  અથ્ અક્ષરબ્રહ્મયોગ.  
શ્રી ભગવાન ઉવાચ : બ્રહ્માનો જે એક દિવસ અને રાત છે એને સત્ય, તેત્રા, વ્દ્રાપર અને કલિ યુગ-એ ચાર યુગ એક હજારવાર થતા.
જે આ જાણે છે, એ યોગી કાળ તત્ત્વ ને જાણે છે.બધા જીવો બ્રહ્માનો  દિવસ થતા અવ્યક્ત થી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતાં તેમા લય પામે છે. હે પૃથાપુત્ર !  જે પરમાત્મા અંતર્ગત સર્વ ભૂતો છે તથા જેનાથી જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. જગતના બે પ્રકારના શુકલ- દેવયાન અને કૃષ્ણ-પિતૃયાન  સનાતન માર્ગ છે.
અગ્નિ, જ્યોતિ, દિવસ, શુકલપક્ષ,ને છ મહીના રૂપ ઉત્તરાયણ માં મરણ પામે તે બ્રહ્મવેત્તા મનુષ્ય ફરીથી જન્મતા નથી. જ્યારે ધુમાડો રાત્રિ, કૃષ્ણ પક્ષ ને દક્ષિણાયનના છ મહીના માં જે મરણ પામે છે તે સકામી સ્વર્ગ પામીને ફરી જન્મ લઇને સંસારમાં આવે છે. જે યોગી મનુષ્ય આ રહસ્યને જાણી જાય છે તે નિ:શંક પણે  શાશ્ર્વત પરમ પદેશ પામે છે.
                                   અક્ષરબ્રહ્મયોગ પૂર્ણ
વિનોદ આનંદ                         16/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-20

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 8  અથ્ અક્ષરબ્રહ્મયોગ.  
શ્રી અર્જુન ઉવાચ: હે પુરુષોત્તમ !  બ્રહ્મ શું છે ?
આધ્યાત્મ શું છે ?  કર્મ શું છે ? અધિભૂત શું છે ?
આધિદૈવ શું છે ? ને આધિયજ્ઞ કોને કહેવાય ? 
તે આ શરીરમાં કેવી રીતે છે ?તમારામાં ચિત્ત.
પરોવેલા માણસ વડે અન્તકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાઓ છો ?
શ્રી ભગવાન ઉવાચ : પરમ અક્ષર ‘બ્રહ્મ’ છે.
તેનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે. સકળ પ્રાણીઓનો ઉદભવ ને વિસર્જન એ કર્મ  નામે
ઓળખાય છે. નાસવંત પદાર્થ ‘અધિભૂત’ છે.
આ દેહમાં વાસુદેવ આધિયજ્ઞ છે. 
જે માણસ અંત કાળે મારું જ સ્મરણ કરતાં શરીર છોડે છે, એ મારા સાકાર સ્વરૂપ પામે છે એમાં સહેજ પણ સંશય નથી.માટે તું સર્વકાળે નિરંતર મારૂ સ્મરણ કર અને યુધ્ધ કરતો તું મને ચોક્કસ પામીશ.
હે પૃથાપુત્ર ! જે માણસ મારામાં અનન્ય-ચિત્ત થઇને સદા નિરંતર મુજ પુરૂષોત્તમને  સ્મરે છે, એ નિત્ય-નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ ને સહજ રીતે મળી જાઉં છું. આવી પરમ સિધ્ધ પામેલા મને પામીને દુ:ખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુન ર્જન્મને નથી પામતો .બ્રહ્મલોક સુધીના બધાં પુનરાવર્તી છે.મને પામીને પુનર્જન્મ નથી થતો કેમકે હું કાલાતીત છું.

વિનોદ આનંદ                         15/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-19

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 7  જ્ઞાનવિજ્ઞાનયોગ. 
શ્રીભગવાનઉવાચ: સાત્ત્વિક,રાજેશને તામશ એવા ત્રણ પ્રકારના ભાવોથી આંખો સમુદાય મોહ પામી, તમે ગુણોથી પર મુજ અવિનાસી ને નથી ઓળખતો.કેમકે આ ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠીન છે. પરંતુ જે માણસ માત્ર મને જ નિરંતર ભજે છે,તેઓ જ આ માયાને પાર કરીજાય છે એટલે કે સંસાર-સાગરને તરી જાય છે.માયા વડે જેનું જ્ઞાન ઢંકાઇ ગયું  છે,એવા આસુરી સ્વભાવધારણ કરનાર મૂઢ જનો મને ભજવતા નથી.
હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! દુ:ખી, જિજ્ઞાસુ, વિષયી ને જ્ઞાની આ ચાર પ્રકારના ભકતજનો મને ભજે છે.મારામાં અનન્ય પ્રેમભક્તિ રાખનાર જ્ઞાની ભકત  શ્રેષ્ઠ છે. જ્ઞાની ને હું અત્યંત પ્રિય છુ ને જ્ઞાની મને અત્યંત પ્રિય છે. જ્ઞાની તો સાક્ષાત્ મારું જ સ્વરૂપ છે, કેમકે એ મારામાં જ મન,બુધ્ધિ નિવેષ કરી મારામાં સ્થિત છે.
તત્ત્વ જ્ઞાન પામેલો ભકત “સર્વ કાંઇ વાસુદેવ જ છે એવા ભાવથી ભજે છે.
જે જે સકામ ભકત જે જે દેવતાને ભજે. તે તે ભકતની શ્રધ્ધાને હુ એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. તેમને ઇચ્છેલ ભોગો પામે છે, જ્યારે મારો ભકત મને પામે છે.
હે ભરતવંશી !  નિષ્કામભાવે ઉત્તમ આચરણ કરનારને રાગ વ્દ્રેષ થી મુક્ત ભકતો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઇ જરા ને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એજ
બ્રહ્મ, આધ્યાત્મ તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.                     જ્ઞાનવિજ્ઞાનયોગ પૂર્ણ
વિનોદ આનંદ                          14/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-18

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 7  અથ્ જ્ઞાનવિજ્ઞાનયોગ.  
શ્રીભગવાન ઉવાચ : હે પાર્થ ! અન્યન પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર યોગમાં જોડાયેલ હું તને વિજ્ઞાન સહીત તત્ત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ.જેને જાણીને સંસારમાં બીજુ કશું પણ જાણવા માટે શેષ નથી રહેતું. 
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન,બુધ્ધિ ને અહંકાર –  આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી અપરા-જડ પ્રકૃતિ છે. 
આના સિવાયની જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, તેને મારી જીવરૂપાના પરા-ચેતન પ્રકૃતિ છે.સઘળા જીવો આ અપરા-પરા પ્રકૃતિઓથી ઉત્પન્ન થયેલા છે. હું જ જગતનો પ્રભવ-પ્રલય છું.સકળ જગતનું હું મૂળ કારણ છું. હુ જળમાં રસ,ચંન્દ્ર-સૂરજમાં પ્રકાશ,વેદો
માં ઓમકાર,આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ,પૃથ્વીમાં પ્રવિત્ર ગન્ધ,અગ્નિમાં તેજ સર્વ ભૂતોમાં એમનું જીવન અને તપસ્વીનું તેજ હુ છું. તુ સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ બળવાનો માં આશક્તિ તથા કામના વિનાનું  બળ અને જીવોમાં શાસ્ત્ર-ધર્મ અનુસાર કામ હુ છુ. સત્વગુણો માંથી ઉદભવેલા રજો ને તમો ગુણથી થતા ભાવો મારામાંથી જ થનાર છે.

વિનોદ આનંદ                          13/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

  

શ્રીમદ્ ભગવદ ગીતા સંદેશ-12

શ્રીમદ્ ભગવત ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-4  જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્રી ભગવાન ઉવાચ :
ગુણ અને કર્મ  વિભાગ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચાર વર્ણો ની રચના મારા દ્વારા કરાયેલી છે. હું સૃષ્ટિનો કર્તા હોવા છતાં તો પણ મુજ અવિનાશી પરમાત્માને તુ વાસ્તવમાં અકર્તા જાણ.
કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત કરતાં નથી – આ પ્રમાણે જે મને જાણી લે છે તે કર્મથી બંધાતો નથી.
જે મનુષ્ય ફળની આશા વગર કર્મો કરે છે ને જ્ઞાનરૂપી અગ્નિથી જેનાં કર્મો બળી ગયા છે તેને વિદ્વાનો પંડીત કહે છે. જે નિજાનંદમાં તૃપ્ત રહી,સંસારના આશ્રયથી રહીત થઇ, આશાઓને ત્યાગી અંત:કરણ ને ઇન્દ્રિઓ ને વશમાં રાખી જીવન નિર્વાહ માટે કર્મ  કરે છે તેને પાપ સ્પર્શી શકતુ નથી.
જે લાભથી સંતોષ માને,સુખ-દુ:ખ જેવા વ્દ્રદો પ્રત્યે સમ-પર છે,રાગદ્વેષથી મુક્ત જ્ઞાનવાળો ને  પરમાત્મા અર્થે – ઇશ્ર્વરને અર્પણ કરીને કામ કરનારો કર્મ કરવા છતાં કર્મોથી બંધાતો નથી. કર્મ. શ્રીકૃષ્ણે દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ કહ્યો  છે. કારણ કે ભડભડતો અગ્નિ ઘણાબધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તેમ જ્ઞાન રૂપી અગ્નિ સમસ્ત કર્મોને ભસ્મી ભૂત કરી નાખે છે.સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનાર બીજુ કાંઇ નથી; જિતેન્દ્રિય ને શ્રધ્ધા વાન માણસ જ્ઞાનને પામી જાય છે ને વિના વિલંબે  પરમ શાન્તિ ને પ્રાપ્ત થઇ જાય છે.
સંશયગ્રસ્ત ને અશ્રધ્ધાળુ ભષ્ટ થઇ જાય છે આવા મનુષ્ય માટે ન આ લોક, ન પરલોક કે ન સુખ છે. માટે હે ભરતવંશી !  તારા અજ્ઞાન જનિત સંશયને વિવેકરૂપી તલવારથી છેદી સમત્વરૂપી  કર્મયોગમાં સ્થિરજા ને યુધ્ધ માટે ઉભો થઇ જા.
વિનોદ આનંદ                       01/02/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ