શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-50

ઉપસંહાર
શ્રમદ્ ભગવદ્ ગીતા અભિયાન 
ગીત છે,ગુનગુનાઓ.
મંત્રો છે, અનુષ્ઠાન કરો
વેદો ઉપનીષદો નો સાર છે,પઠન કરો.
જીવન ગ્રંથ છે, જીવનમાં આત્મસાત કરો.
અનાસકત યોગ છે,આસક્તિ દૂર કરો.
વ્યક્તિત્વ વિકાસ યોગ છે,વ્યક્તિત્વ નિખારો.
બ્રહ્મવિદ્યા,યોગશાસ્ત્ર છે, અભ્યાસ કરો.
માનવજીવનની માર્ગદર્શિકા છે,ઉપયોગ કરો.. પ્રેરણા ગ્રંથ,વાંચો ને પ્રેરણા લો.
ગુહ્યને રહસ્યમય જ્ઞાનામૃત,રસ પાન કરો.
સાક્ષાત્ શ્રી કૃષ્ણની મધુર વાણી છે,
ગીતા વિષાદ ને પ્રસાદમાં, મોહને પ્રેમમાં,  અજ્ઞાનને જ્ઞાનમાં ને કાયરતાને વીરતામાં, પરિવર્તિત કરનાર મહાન ગ્રંથ છે. જીવનમાં શંકાકુશંકાઓનું નિવારણ કરનાર આધ્યત્મિક ગ્રંથ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસથી જીવન
સફળ, સાર્થક,ધન્ય બને અને જન્મ-મરણના ફેરામાંથી મુકત કરે છે.     

શ્રમદ્ ભગવદ્ ગીતા અભિયાન           
વિનોદ આનંદ                         03/04/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

Advertisements

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-49

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના સારરૂપ સંદેશ 1 થી 48 શ્રી રામ-કૃષ્ણ ભગવાન ની અસીમ કૃપાથી આપની સમક્ષ ફેસબુક પર ને મારી વેબ સાઇટ પર પોસ્ટ કર્યા. ઘણા ગીતા પ્રેમીઓ એ લાઇક પણ કર્યા ને મારો ઉત્સાહ જાળવી રાખ્યો . તે બદલ હુ સર્વેનો આભારી છુ. મારી સર્વેને વિનંતિ છે કે ગીતા ના સંદેશને નિયમ બનાવી નિયમિત વાંચન કરવા જેથી તેના પ્રભાવથી જીવન માં સર્વેનુ કલ્યાણ થશે. પછી ગીતાના શ્ર્લોકોનું પઠન-અધ્યયન કરવું. તે માટે કાંઇ પણ મદદ જરૂરી હોય તો તમારું સ્વાગત છે .  આભાર અને ધન્યવાદ.
વિનોદ આનંદ                          30/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

શ્રીમદ ભગવદ્ ગીતા સંદેશ-48

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-18              મોક્ષસન્યાસયોગ.
શ્રી ભગવાન ઉવાચ : સર્વ ધર્મોને( વર્ણના, આશ્રમના તથા સામન્ય ધર્મો) છોડી તું મારા એકલાના શરણે આવ. હું તને સર્વ પાપોથી મુકત કરીશ ; તુ શોક ન કર. તારે આ જ્ઞાનને કદી જે તપસ્વી નથી, અભકત છે અને જે સાંભળવા ઇચ્છતા ન હોય, સેવા ન કરનાર  અને જે મારી નિંદા કરે તેને પણ ન કહેવું. જે પુરુષ આ પરમ રહસ્યમય-ગીતા શાસ્ત્રને મારા ભકતોમાં કહેશે તે મારામાં પરમ ભક્તિ પ્રાપ્ત કરી નિ:સંદેહ મને પામશે.મનુષ્ય માં  તેના કરતા કોઇ મારું વધારે પ્રિય કરનાર નથી. આ જગતમાં તેનાં કરતાં મને વધારે પ્રિય થનારો કોઇ નથી. જે મનુષ્ય આ શાસ્ત્રનું અધ્યન કરે છે, તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનુ છું.મનુષ્ય દોષરહિત થઇ શ્રધ્ધાથી આનું શ્રવણ માત્ર કરશે તે પાપોથી મુક્ત થઇ જ્યાં પુણ્યાત્માઓ વશે છે એ શુભ લોકને પામશે. હે અર્જુન આ જ્ઞાન તે એક ચિત્તે સાંભળ્યું હશે ! હું ધારું છું કે તારો અજ્ઞાન થી ઉપજેલો મોહ નાસ પામ્યો હશે. અર્જુન ઉવાચ : હે અચ્યુત !  આપની કૃપાથી હવે મારો મોહ નાશ પામ્યો ને મેં સ્મૃતિ પ્રાપ્ત કરી છે માટે હુ સંશયરહિત થઇને હુ આપની આજ્ઞાનું પાલન કરીશ.
સંજય ઉવાચ : મેં મહાત્મા શ્રી કૃષ્ણનો તથા અર્જુનનો અલૌકિક રોમાંચ થાય તેવો સંવાદ સાંભળી અને તેમના અદભૂત વિશ્ર્વરૂપનું સ્મરણ કરીને હું વારંવાર હર્ષ પામુ છું. જ્યાં યોગશ્ર્વર શ્રી કૃષ્ણ ભગવાન ને ગાંડીવ ધારી અર્જુન છે ત્યાં શ્રી વિજય , વિભૂતિ અને અચલ નીતિ છે એવી મારી સમજ છે.
મોક્ષસન્યાસયોગ પૂર્ણ                                                                                         શ્રીમદ્ ભગવદ્ ગીતા- અઢાર અધ્યાય પૂર્ણ
વિનોદ આનંદ                          29/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ ભગવદ્ ગીતા સંદેશ-48

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય -18                મોક્ષસન્યાસયોગ
શ્રી ભગવાન ઉવાચ : સારી રીતે આચરવા માં આવેલો સ્વધર્મ, બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં, પોતાનો ધર્મ ચિઢયાતો છે. કેમકે સ્વભાવથી નિયત થયેલું કર્મ કરતો માણસ પાપને પામતો નથી. હે કૌન્તેય દોષ યુકત હોવા છતાં સહજ કર્મને ન છોડવું જોઇએ હે અર્જુન !  સઘળાં કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુધ્ધિ રૂપી યોગના આશ્રયે રહીને, તુ મારે પરાયણ ને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. તુ મારી કૃપાથી બધાંય સંકટો પાર કરી જઇશ ને જો તુ અહંકાર ને મોહને લીધે નહી સાંભળે તો નાશ પામીશ. અહંકાર ને મોહનો આશરો લઇ તુ એમ કહે કે ‘ હુ યુધ્ધ કરીશ નહી ‘ તે મિથ્યા છે. તારો ક્ષત્રિય નો સ્વભાવ તને બળજબરીથી પરવશ થઇ યુધ્ધમાં જોડાશે. હે અર્જુન તુ સર્વ રીતે પરમાત્માના શરણે જા.  તેમની કૃપાથી જ તું પરમ શાંતિ તથા શાશ્ર્વત પરમ ધામ પામીશ. આમ અતિ ગોપનિય થીય ગોપનીય જ્ઞાન મેં તને કહ્યું.  હવે તુ આ રહસ્યમય જ્ઞાન ને યોગ્ય રીતે વિચારીને જેમ ઇચ્છે એમ જ કર.તુ મને ઘણો પ્રિય છે એટલે આ રહસ્ય મય જ્ઞાન ફરીથી કહુ છું.  હે અર્જુન તુ મારા માં મન પરોવનાર થા, મારો ભકત બનીજા મારું પૂજન કરના થા અને મને પ્રણામ કર; આમ કરવાથી તુ મને પામીશ. આ હું પ્રતિજ્ઞા કરુ છુ, કેમકે તુ મને ઘણો પ્રિય છે.

વિનોદ આનંદ                         28/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-46

અધ્યાય- 18        મોક્ષસંન્યાસયોગ  
શ્રી ભગવાન ઉવાચ :  હે મહાબાહો કર્મોની સિધ્ધિમાં પાંચ કારણો છે જેવા કે શરીર, કર્તા,જુદાજુદા કરણ(મન,બુધ્ધિ ને ઈન્દ્રિઓ) જુદી જુદી ક્રીયાઓ ને દૈવ (ઈન્દ્રિયાદિના દેવતા) છે.મનુષ્ય શરીર, વાણી,  તથા મનથી ધર્મ કે અધર્મ  રૂપી કાર્ય જ કોઇ કર્મ આરંભે છે તેના આ પાંચ કારણ છે. જે માણસ અંત:કરણમાં ‘ હું કર્તા છું ‘ એવો ભાવ નથી ને જેની બુધ્ધિ સાંસારિક પદાર્થોમાં ને કર્મોમાં લેપાતી નથી, એ માણસ બધા લોકોને હણીને પણ વાસ્તવ માં તે હણતો નથી ને પાપથી બંધાતો નથી. પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન,કર્મ ને કર્તા એ સાત્ત્વિક, રાજસ,તામસ એમ ત્રણ પ્રકારના હોય છે. એવી રીતે બુધ્ધિ, ધૃતિ ને સુખ એ પણ સાત્ત્વિક,રાજસ,તામસ એમ ત્રણ પ્રકારના હોય છે. તેનુ સંપૂર્ણ પણે  આ અધ્યાયમાં વર્ણન કર્યુ છે. પૃથ્વી પર કે દેવતાઓમાં, કોઇ જીવ નથી જે આ પ્રકૃતિથી જન્મેલા ત્રણે ગુણોથી મુક્ત હોય. હે પરંતપ !
બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો ને શુદ્રોનાં પણ કર્મ- સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે.દરેકના સ્વભાવ જન્ય કર્મોનું વર્ણન પણ આ અધ્યાયમાં કર્યુ  છે. પોતાના સ્વભાવકી કર્મોમાં પરોવાયેલો
મનુષ્ય તે ઉત્તમ  સિધ્ધિ-મોક્ષ મેળવે છે.     

વિનોદ આનંદ     26/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-45

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય- 18      અથ્ મોક્ષસંન્યાસયોગ  
શ્રી અર્જુન ઉવાચ: હે મહાબાહુ ! હે અન્તર્યામી
હુ સંન્યાસ  તેમજ ત્યાગ પર જુદું ને વિશેષ જાણવા માગું છુ.
શ્રીભગવાન ઉવાચ:કેટલાક પંડીતજનો કામ્ય
કર્મોના ત્યાગને  સંન્યાસ કહે છે. જ્યારે બીજા વિચાર કુશળ માણસો બધા કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મમાત્ર દોષયુકત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અન્ય વિદ્વાનો કહે છે કે યજ્ઞ, દાન, તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.પહેલા ત્યાગ વિષે તુ મારો નિશ્ર્વય સાંભળ. યજ્ઞ, દાન, તપ કરવા આવશ્યક છે કેમકે તે માણસોને પવિત્ર કરનાર છે. આ બધા કર્મો ને બીજા સઘળાં કર્તવ્ય કર્મોને આસક્તિ ને ફળનો ત્યાગ કરી ચોક્કસ કરવાં જોઇએ એ મારો નિશ્ર્વત કરેલો ઉત્તમ મત છે.આ ત્યાગ સાત્વિક ત્યાગ છે. મોહને લીધે નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ છે. શારીરિક ક્લેશના ભય થી કર્તવ્ય કર્મોનો ત્યાગ રાજસ કહેવાય.કર્મોનો સંપૂર્ણ ત્યાગ દેહધારી માટે   શક્ય નથી, તેથી જે પુરુષ કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી કહેવાય છે. કર્મફળના ત્યાગ  ન કરનાર મરણ પછી સારુ, માઠુ ને મિશ્ર-ત્રણ પ્રકારનુ ફળ મળે છે. પરંતુ કર્મફળનો ત્યાગી ને કર્મોનુ ફળ કોઇ કાળે હોતુ નથી.

વિનોદ આનંદ                          23/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-44

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-17 શ્રધ્ધાત્રયાવિભાગયોગ
શ્રી ભગવાન ઉવાચ : દેવ,બ્રાહ્મણ,ગુરુજન
ને જ્ઞાનીજનનું પુજન,પવિત્રતા,સરળપણું,
બ્રહ્મચર્ય ને અહીસાં – આ શારીરિક તપ છે.
જે ઉદ્વેગ ન કરે,પ્રિય, હિતકારી,યથાર્થ વચન શાસ્ત્રોનુ વાંચન ને હરીનામ જપનો અભ્યાસ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, શાંતભાવ,ભગવદચિંતન અને મનનો નિગ્રહ આ મનનું તપ કહેવાય.
ફળની ઇચ્છા વગર અને શ્રધ્ધાથી કરેલું તપ સાત્ત્વિક તપ કહેવાય છે.
જે તપ સત્કાર, માન ને પૂજા,તથા બીજા કોઇ સ્વાર્થ ખાતર,પાખંડથી આચારવામાં આવે છે તે ક્ષણિક ફળવાળું તપ રાજશ કહેવાય છે.
જે તપ મન વાણી ને શરીરની પીડાસહિત ને બીજાનું અનિષ્ટ કરવા આચરવામાં આવે તે તામસ તપ કહેવાય છે.
હે અર્જુન ! કર્તવ્ય બુધ્ધિથી, બદલાની આશા વિના, યોગ્ય સ્થળ, સમય ને વ્યક્તિ આપેલું દાન સાત્ત્વિક છે. પરંતુ જે દાન ફળની આશા થી ને કચવાતા મને કરવામાં આવે,તે રાજસ દાન કહેવાય. જે દાન સત્કાર વિના અથવા તિરસ્કારથી, અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં  આવે છે તે તામસ દાન કહેવાય છે.
શ્રધ્ધાત્રયાવિભાગયોગ પૂર્ણ
વિનોદ આનંદ                          21/03/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.