1873 જીવન જીવવાની રીત

સરળ સાદી ને સાચી
રીત જીવવાની કઈ ?
જીવનમાં સરળ સહજ
અને સાત્વિક બનો .
પ્રેમ, અહિંસા ને કરૂણા
યુક્ત જીવન જીઓ.
છલ કપટ, રાગ દ્વેષ,
ને ઈર્ષાથી થી બચો .
કોઈની પણ ફરીયાદ
નહિ કરો, ભૂલ ન કાઢો
ને દોષ ન જુઓ.
સ્વીકાર ભાવ કેળવો .
પોતાની ભૂલ ને દોષ
દર્શન કરો ને સુધારો..
બીજાની ભૂલ માફ કરો
ને પોતાની ભૂલ કબૂલી
માફી માગીલો .જેવો
વ્યવહાર બીજાનો નથી
ગમતો એવો વ્યવહાર
બીજા જોડે તમે ન કરો .
સરખામણી બીજા જોડે
નહિ પોતાની જોડે કરો .
ચાડી ચુગલી ને નિંદા ન
કરો .અધિકાર પર નહિ
કર્તવ્ય પર ધ્યાન દો .
વાદ વિવાદ નહિ પણ
વાતચીત કરો .
સંબંધો ને અગત્યતા અને
અગ્રતા આપો પૈસાને નહિ.
જીવન સિધ્ધાંત, નિયમ ને
ઉદ્દેશ અનુસાર જવો .
જીવવાની સરળ સાદી ને
સાચી રીત જીવન સફળ,
અને સાર્થક બનશે.
વિનોદ આનંદ. 26/01/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1853 નિયમ થકી નિર્માણ

નિયમના બે પ્રકાર બહારી
અને ભીતરી. નિયમો બહાર
ના જે પ્રગટ છે ને લખેલા છે
જેવા કે ટ્રાફિકના,રમતગમત
દેશના નિયમોનું પાલન કરવુ
આવશ્યક નહિ તો દંડનીય છે.
ઘરના,સમાજના,શહેરના
નિયમથી શિસ્ત,સુવિધાથી,
બને જીવન આસાન ને સુખી.
બીજા નિયમો ભીતરના જે છે
અદ્રશ્ય, નથી લખેલા, પણ
સફળતાનું મનોવિજ્ઞાન કહે
છે ભીતરી નિયમોથી મળે છે
સફળતા અને સાર્થકતા.
અખંડ,શિસ્તમય,પ્રમાણિક
જીવવાનો ભીતરી નિયમ.
રોલ મોડલ કે ગુરૂ અનુસાર
જીવવાનો ભીતરી નિયમ.
અસફળ નો સ્વીકારી શીખ
લેઇને જીવન જીવવા નો
ભીતરી નિયમ. હરરોજ 1%
સુધાર કરીને જીવવાનો
ભીતરી નિયમ. મહાન થવા
મહાન વ્યક્તિના સાનિધ્યમાં
જીવન જીવવાનો નિયમ.
જીવનમાં,જોસ ને હોસ પૂર્વક
જીવન જીવવાનો નિયમ.
હર મહિને એક ગલત આદતને
છોડીને જીવવાનો ભીતરી નિયમ.
અંધારામાં પ્રકાશની પસંદગી ને
લેવા કરતાં વધારે આપીને જીવન
જીવવાનો ભીતરી નિયમ.
ભીતરી નિયમો છે સફળતાની
જનની અને સાર્થકતાનો પિતા.
વિનોદ આનંદ. 09/01/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1819 જીવનનું ધ્યેય

બધાનું જિંદગીનું ધ્યેય શું ?
જિંદગીનું ધ્યેય છે સુખ .
આપણે જે પણ કરીએ છે,
ફક્ત સુખ મેળવવા માટે.
સુખ કેમાંથી મળે ?
કોઈ ને સફળતામાંથી,
કોઈ ને સંપત્તિમાથી,
કોઈ ને સંબંધો માંથી,
તો કોઈ ને શાંતિ માંથી
સુખ મળતું હોય છે.
જે આપણી પાસે છે એજ
સુખ છે, નથી એનું દુઃખ
કરવાથી,જે છે એનું સુખ
નહિ માણી શકો . કરવો
એનો પ્રયાસ કરોન મળે
તો દુઃખી ન થાવ.આ છે,
સુખી થવાની ચાવી.
બીજી ચાવી તમારો સુખ
અને દુઃખ પ્રત્યે હકારાત્મક
અભિગમ અને પરિભાષા.
ત્રીજી ચાવી ન કરો સુખની
સરખામણી જે દુઃખનું કારણ.
સરખામણી ઓછા સુખ વાળા
સાથે કરો તો દુઃખી ન થવાય.
સુખ દુઃખ સિક્કાની બે બાજુ.
સુખમાં દુઃખી ન થાવ અને
દુઃખમાં ખુશ રહો,સુખ આવશે.
વિનોદ આનંદ. 10/12/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1814 દશ જીવન સૂત્રો-2

જીવન સૂત્ર 1)
સકારાત્મક અભિગમ સફળતા,
નકારાત્મક અભિગમ નિષ્ફળતા
સકારાત્ક અભિગમ કેળવો .
જીવન સૂત્ર 2)
સંસ્કાર, નિરોગી શરીર અને
સંતોષ શ્રેષ્ઠ સંપદા.
જીવન સૂત્ર 3)
ફરીયાદ અને સરખામણી ન કરો .
આભાર માનો અને પ્રશંસા કરો .
જીવન સૂત્ર 4)
બીજાની ખામી ને ભૂલ ન જુઓ
પોતાની ખામી ને ભૂલ જુઓ.
જીવન સૂત્ર 5)
માફી આપતા ને માફી માગતા
શીખો .માફી શૂરવીરનુ આભૂષણ.
જીવન સૂત્ર 6)
જેવો વ્યવહાર બીજાનો ગમતો
નથી,એવો વ્યવહાર તમે બીજા
જોડે ન કરો . એ ધર્મ છે.
જીવન સૂત્ર 7)
નિયમિતા કેળવો .સમય,પાણી
અને વાણી નો બગાડ ન કરો .
જીવન સૂત્ર 8)
હું એક શુધ્ધ-પવિત્ર આત્મા, જ્ઞાન
સ્વરૂપ,શાંતિ સ્વરૂપ,આનંદ સ્વરૂપ.
જીવન સૂત્ર 9)
વહેલા સુઇ વહેલા ઉઠે,બલ,બુધ્ધિ
અને ધન વધે, સુખમાં રહે શરીર.
જીવન સૂત્ર 10) ભારતીય સંસ્કૃતિ
માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:,
ગુરૂ દેવો ભવ: અથિતિ દેવો ભવઃ.
જીવન સૂત્રો સફળતા ને સિધ્ધિ છે.
વિનોદ આનંદ. 03/11/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1761 અભિગમ કે વલણ

અભિગમ કે વલણ થી સ્વભાવ,
આદતો,કર્મોથી વ્યક્તિત્વ બને છે.
સકારાત્મક અભિગમ કે વલણથી
જીવન સરળ,સરસ,સહજ,સુંદર બને.
હું સારો તો બધા સારા, કોઇ ખરાબ
નથી પણ જુદા છે.
આપણા પ્રમાણે કાંઈ ન થાયને
જે થાય એ સહર્ષ સ્વીકાર કરો.
કોઇને બદલવાની જરૂર નથી
જરૂર જે આપણે બદલવાની.
કોઇની ભૂલો કે ખામીઓ નહિ,
પોતાની ભૂલો કે ખામીઓ જુઓ.
માફી આપવનો અભિગમ અને
માફી માગવાનો અભિગમ કેળવો.
નાની નાની બાબતો માં મન ખાટું
કરવાની જરૂર નથી, સંબંધોને
સાચવવાના ને જાળવવાના છે.
તમારો અભિગમ કે વલણ વસ્તુ,
વ્યક્તિ ને પરિસ્થિતિ પ્રત્યે સરવો
અભિગમ કે વલણ કેળવવો.
હાર્વડ યુનીવર્સીટીના સર્વે છે કે
જીવનમાં સફળતા 20 % ભણતર
અને 80 % અભિગમથી મળે છે.
અભિગમ કે વલણ એજ સફળતા.
વિનોદ આનંદ 18/10/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1648 જીવન એક મદિરાલય

જીવન એક મદિરાલય
મળે વિવિધ મદિરા જેમાં
કોઈ નસીલી કે ઝેહરીલી
કલ્યાણકારી ને મોક્ષદાઈ.
ચઢે જો મદિરા દૌલતની
તો બનાવી દે પાગલ .
ચઢે જો મદિરા સત્તાની
તો બનાવી દે શૈતાન .
ચઢે જો મદિરા કીર્તિની
તો બનાવીદે ખુદા.
ચઢે જો મદિરા અહંકારની
તો બનાવી દે નર્ક.
ચઢે જો મદિરા લોભની
તો બનાવી દે સ્વાર્થી.
ચઢે જો મદિરા મોહની
તો બનાવી દે અંધ.
ચઢે જો મદિરા પ્રેમની
તો બનાવી દે માનવ.
ચઢે જો મદિરા ભક્તિની
તો બનાવી દે ભક્ત.
હર કોઈ પીએ મદિરા,
કોઇ પીએ નસીલી, તો
કોઈ પીએ ઝહેરીલી, તો
કોઈ પીએ મોક્ષદાઈ કે
કલ્યાણકારી મદિરા.
પીઓ મદિરા પ્રેમ અને
ભક્તિની તો થાય જીવન
સફળ સાર્થક ને સમૃધ્ધ.
વિનોદ આનંદ 30/06/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1600 તો વાણી બને…

વાણીમાં વીણાના સૂર,
તો વાણી બને સૂરીલી.
વાણીમાં કોયલની મીઠાસ,
તો વાણી બને મધુર.
વાણીમાં ફુલોની કોમલતા,
તો વાણી બને સંગીત.
વાણીમાં શબ્દોનો શ્રીંગાર,
તો વાણી બને અમૃત.
વાણીમાં જળની શીતલતા,
તો વાણી બને શાંત.
આવી વાણીમાં છે,
સમસ્યાનો ઉકેલ,પ્રેમ
અને સલાહ નો પ્રવાહ.
આવી વાણી બને સત્સંગ,
અને કેળવાય સદગુણ.
મીઠી, મધુર, શીતલ અને
અમૃતતુલ્ય વાણી જીવન
નો આધાર,સંબંધોનો રક્ષક.
વાણી પર સંયમ એટલે
સફળતા, સાર્થક, સમૃધ્ધ
ને સુખ શાંતિમય જીવન
બનાઓ વાણી ને સુંદર,
મધુર અને સૂરીલું ગીત.
વિનોદ આનંદ 17/05/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ