9010  શાંતિ

શાંતિ 

શાંતિ સુખનું સાધન,

જીવનનો શ્રીંગાર શાંતિ,

શાંતિ સ્વર્ગની સીડી.

જીવનમાં શાંતિ જાળવવી

જીવન જીવવા સાચી રીત.

શાંતિ કેવી રીતે જળવાય ?

પ્રથમ પગથિયું અનુશાસન.

અનુશાસન શાંતિનો સાગર.

નિયમ નિયમીતતાની જનની

નિયમ લાવે શાંતિ જીવનમાં.

સુવ્યવસ્થા લાવે શાંતિ.

આયોજનયુક્ત જીવન

ને જ્ઞાન પ્રકાશ લાવે શાંતિ.

ન્રમ, વિવેકપૂર્ણ વાણી ને 

વ્યવહાર લાવે શાંતિ.

શાંતિની ઈચ્છા,પ્યાસ 

ને પ્રયાસ લાવે શાંતિ.

ઈચ્છાઓની શાંતિ લાવે 

જીવનમાં શાંતિ.

જીવનનો મંત્ર શાંતિ 

લાવે જીવનમાં શાંતિ.

ॐ શાંતિ ॐ શાંતિ ॐ શાંતિનું

રટન લાવે શાંતિ જીવનમાં.

વિનોદ આનંદ.                        20/12/2017 ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ

Advertisements

894 સદ્ વાંચન થી લાભ

સદ્ વાંચન જ્ઞાન પ્રાપ્તિ

જ્ઞાનથી વિવેક બુધ્ધિ ને

સમજ થાય પ્રાપ્ત. 

લેવાય સહી નિર્ણય. 

જીવનમાં સહી નિર્ણય થી

થાય પ્રાપ્ત સફળતા. 

વાંચવાનો શોખ કેળવો. 

સદ્ વાંચન સમયનું 

આદર્શ ભવિષ્ય રોકાણ. 

નિવૃત્તિમાં વાંચન સહી પ્રવૃત્તિ. 

વાંચન પ્રેરણાનો સ્ત્રોતો 

પ્રેરણા વિકાસ નો સ્ત્રોત. 

વાંચવાનો શોખ કેળવો.. 

અભ્યાસ લક્ષી વાંચનથી 

જીવન નિર્વાહ માટે કમાઇ

નો લાભ, જરૂરિત થાય પૂર્ણ. 

પ્રેરણાદાઈ, જીવન લક્ષી, 

જ્ઞાનવર્ધક વાંચન થી

જીવન નિર્માણ થાય ને 

જીવનમાં સુખ શાંતિ 

ને સમૃદ્ધિનો મળે લાભ.

સદ્ વાંચન એટલે લાભ 

સદ્ વાંચનનો શોખ કેળવો ને

જીવનમાં બધા લાભ મેળવો. 

વિનોદ આનંદ                        21/08/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ  

859 હસે એનું… રડે એનું… 

હસે એનું ઘર બને સ્વર્ગ 

રડે એનું  ઘર બને નર્ક 

હસે એજ રહે પ્રસન્ન 

રડે  એજ રહે ઉદાસ  

હસે એજ રહે  સુખી   

રડે  એજ રહે દુ:ખી 

હસે એજ રહે નિરોગી   

રડે  એજ રહે બિમાર 

હસે એ ગમે સદા

રડે  એ ન ગમે કદી

હસે એજ હસાવે   

રડે  એજ રડાવે 

હસે એજ અમીર

રડે એજ ગરીબ

હસે એનું વસે ઘર 

રડે એનું  ઉજડે ઘર 

હસે એનું મન રહે પ્રસન્ન 

દિલ રહે ખુશ ને ગમે બધાને

રડે એનું મન ગમગીન રહે

દિલ રહે નારાજ હમેંશા, 

ન ગમે કોઈને. 

હસી અમૃત ને રુદન ઝેર. 

હસવું ને હસાવવું જીવનનુ

લક્ષ્ય હોય તો જીવનમાં,

સફળતા, સુખ શાંતિનું 

લક્ષ્ય થશે પૂર્ણ ને

જીવન બનશે સમૃધ્ધ. 

વિનોદ આનંદ                          28/07/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

782 વર્તમાન

વર્તમાન ચિંતાગ્રસ્ત કેમ ? 

અયોગ્ય નિર્ણય,અજ્ઞાનતા ,

શંકા,ભ્રમ,ડર ના કારણે

વર્તમાન ચિંતાગ્રસ્ત છે. 

અયોગ્ય નિર્ણય કેમ ? 

કુબુધ્ધિ ના કારણે

અયોગ્ય નિર્ણય. 

બુધ્ધિ કુબુધ્ધિ કેમ ? 

કુસંગ,સત્સંગ ને

ગુરૂ નો અભાવથી

બુધ્ધિ કુબુધ્ધિ છે. 

કોઈ ગુરૂ-સત્સંગથી જ્ઞાન 

ને જ્ઞાનથી સહી દિશાથી 

બને બુધ્ધિ સુબુધ્ધિ . 

સુબુધ્ધિથી યોગ્ય નિર્ણય, 

યોગ્ય નિર્ણયથી વર્તમાન

બને ચિંતા ને ભ્રમ રહીત 

ડર ને શંકા રહીત, તો

વર્તમાન સુખ શાંતિનું ધામ. 

વર્તમાનમાં જીવો, 

ભૂતકાળને ભૂલો ને, 

ભવિષ્યની ચિંતા ન કરો, 

ભવિષ્યનું ચિતન કરો. 

વર્તમાન સુધરી જશે. 

વિનોદ આનંદ                        21/05/2017 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

660 ખામી ને ખુબીઓ

​જીવન ખામીઓ અને

ખુબીઓ થી ભરપુર.  

વધારે ખામીઓ 

વધારે મુશ્કેલીઓ, 

વધારે દુ:ખ ને અશાંતિ. 

વધારે ખુબીઓ 

વધારે આસાની, 

વધારે સુખ ને શાંતિ. 

ઓછી ખામીઓ 

ને વધારે ખુબીઓ 

સફળ,સાર્થક જીવન. 

ઓછી ખુબીઓ 

ને વધારે ખામીઓ 

અસફળ,બરબાદ જીવન. 

ખામીઓ વિકાસ રોકે

વિનાશ નો રસ્તો

ખુબીઓ વિનાસ રોકે. 

વિકાસ નો રસ્તો

ખોળી ખોળી ખામીઓ

દૂર કરવી અને

શોધી શોધી ખુબીઓ

વધારવી જીવનનો ઉદ્દેશ. 

ખામી રહીત, ખુબીઓ થી

ભરપૂર એ આદર્શ જીવન. 

વિનોદ આનંદ                         05/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

ચહેરા પર…. . 

​ચહેરા પર નિરાશા દેખાય છે

આશા નજર નથી આવતી. 

આશા ને જગાડો, 

નિરાશા ભગાડો. 

ચહેરા પર ખામોશી દેખાય છે

ખુસી નજર નથી આવતી. 

ખુશ રહો, ખામોશી નહી રહે. 

ચહેરા પર ગંભીરતા દેખાય છે

હસી નજર નથી આવતી. 

હસતા રહો,મુસ્કરાઓ, 

ગંભીરતાજતી રહશે. 

ચહેરા પર દંભ દેખાય છે

નિખાલસતા નજર નથી આવતી. 

નિખાલસ બનો,દંભ દૂર થશે. 

ચહેરા પર અભિમાન દેખાય છે

નિર્દોષતા નજર નથી આવતી

સ્વમાની બનો તો, 

અભિમાન ઓગળી જશે. 

ચહેરા પર દુ:ખ દેખાય છે

સુખ નજર નથી આવતું

સુખને યાદ કરો ને રાહ જુઓ

દુ:ખ દુખી નહી કરે. 

ગમેતે પરિસ્થિતિ હોય 

ચહેરા પર હસી ખુશીને રાખો. 

વિનોદ આનંદ                       16/12/2016   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

 

મન એક ખેતર

​મન એજ ખેતર 

વિચાર એજ બીજ. 

સારું બીજ-સારા વિચાર

સારીસંભાળ-લક્ષ્ય,સંકલ્પ

સારી માવજત-યોજના,કર્મ 

પુરતું જળ-દ્દઢ ઈચ્છા

મબલખ પાક-સફળતા.

મન એક બંજર જમીન
ન કોઇ પાક-સદ્ ગુણોનો 

ન કોઇ ખેતી તો ઊગી 

નીકળે ઝાડ,ઝાંખરા-દુર્ગુણો 

આવે જીવનમાં બીન પ્રયાસ

મન ના ખેરતમાં
રોપો સારા વિચારો

પામો સદ્ ગુણો,કર્મો 

ને સફળતાની ફસલ. 

ને કમાઓ સુખ શાંતિ 

અને સમૃધ્ધિ જીવનમાં

 વિનોદ આનંદ                           25/10/2016    ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ