841 શેર શાયરીનો ખજાનો-5

💚 ખજાનાનો માલિક

ખરો ખજાનો સાચું દિલ

સારો ખજાનો સંયમી મન

સુંદર ખજાનો સ્વસ્થ કાયા

કિંમતી ખજાનો સારી ભાવના

અદભૂત ખજાનો ઈશ્વર ભક્તિ. 

અસલી ખજાનો માનવ જન્મ. 

ખજાનાનો માલિક પરમાત્મા. 

🌹 ભૂલ કે અપરાધ. 

માણસ માત્ર ભૂલને પાત્ર. 

ભૂલ કરે એ સજાને પાત્ર

માણસ માફી માગી લે તો, 

ન એ સજાને પાત્ર. 

પણ ફરી એજ ભૂલ, તો

તે ભૂલ નહી છે અપરાધ તો, 

ન એ માફીને પાત્ર, 

પણ ફક્ત છે સજાને પાત્ર. 

💛 થઈ શકે

જે ચૂપ રહે તે, શાંત રહી શકે, 

જે શાંત રહે તે, ખુસ રહી શકે, 

જે હસે હસાવે તે, જીવી શકે, 

જે જીરવી શકે તે, 

જીવીત રહી શકે, 

જે સમજે તે સફળ થઇ શકે, 

જે નિયમીત તે, ચિંતા ને

તનાવ મુક્ત થઈ શકે. 

જે પ્રમાણિક તે, 

પ્રતિષ્ઠીત થઇ શકે. 

જે માણસ છે તે, 

જ સંત થઇ શકે. 

વિનોદ આનંદ                           08/07/2017

ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

678 શેર શાયરીનો ખજાનો-3

☺ભક્તિ                                                            ભક્તિ ઈશ્ર્વરની 

ભવસાગર નાવ. 

માયાથી મુક્તિ 

ઈશ્વરની સંગત. 

સંસારમાં રહી

ફરજ સંગ ભક્તિ

ઉત્તમ ભક્તિ. 

બહારથી સંસાર

અંદરથી સન્યાસ

એજ ખરી ભક્તિ. 

ભક્તિ, ભક્તનો 

સ્વભાવ ને વ્યવહાર. 

નિષ્કામ ભક્તિ 

ઈશ્ર્વર ને પ્રિય. 

ભક્તિથી મળે ઈશ્ર્વર

જેમ મળ્યા હતા મીરાંને. 

🌄ચાવી                                                              મળ્યુ છે જે પણ માની લો  

જે નથી, તે મેળવવામાં

જે છે તે નહી માણી શકો . 

મેળવવા ના પ્રયત્ન કરો . 

ન મળેતો દુ:ખી ન થાવ. 

જેટુલું છે એટલું પર્યાપ્ત છે

સંતોષ માની સુખ માનીલો

એજ સુખી થવાની ચાવી છે. 

🌞ઈચ્છા                                                           ઈચ્છા કરો, પ્રાપ્તી માટે 

પ્રયત્ન કરો પણ સંતોષી બનો

ઇચ્છાઓ નો કોઈ અંત નથી. 

ઈચ્છાઓ ની શાંતિથી 

શાંતિ ને સુખ મળશે.
વિનોદ આનંદ                      24/02/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ