3740 શોક ન કર

શોક ન કર, શોક ઈન્દ્રિયોને સુકવી 

નાખશે તમારી રોગ પ્રતિકારક શક્તિ 

કમ થશે. તુ શેનો શોક કરે છે માનવ

જન્મ મળ્યો છે એનો શોક કરે છે. 

વસ્તુનો અભાવ છે એનો શોક કરે 

છે. તારી મરજી પ્રમાણે થતું  નથી 

એનો શોક કરે છે. શોક ન કર તારી 

પાસે છે એ તારી પૂંજી છે સંતોષ 

માની ખુશ રહે અને જે જોઈએ 

એનો પ્રયાસ કર મળશે, ન મળે તો

ફરી પ્રયાસ કર, શોક ન કર. શોક 

તને શક્તિહિન કરી દેશે, તારું સુખ 

ચૈન હણી નાખશે.તારી આશા અને 

ઉમીદ ને મારી નાખશે ને તને બિમાર 

કરી નાખશે. એટલે શોક ન કર. સુખ

દુઃખમાં સમ રહી જે મળે તેનો હસીને

સ્વીકાર કર. શોકનું  કારણ અજ્ઞાનતા 

છે, સ્વધર્મ અને સ્વકર્તવ્યનો અભાવ 

છે. જે કાંઈ મળ્યુ છે, તારા પૂર્વ જન્મ

ના કર્મોનો હિસાબ છે. એટલે જે પણ 

પરિસ્થિતિ હોય સહર્ષ સ્વીકાર કરી

અનમોલ માનવ જન્મ મળ્યો છે તુ

શોક ન કર પણ સત્કર્મ  કર તો તારો 

આ જન્મ ને આગલો જન્મ સુધરી 

જશે શોક તને કમજોર અને કાયર

નાકામીયાબ બનાવશે. શોક ન કર. 

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં  અર્જુનને 

વિષાદ-શોક થયો ને તેને પોતાનો 

સ્વધર્મ છોડી યુધ્ધ નહિ કરવાનો 

નિર્ણય લીધો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે 

જેનો શોક કરવાનો ન તેનો તુ શોક 

કરે છે ને ડાહી ડાહિ વાતો કરે છે કે 

હુ સગા સામે યુધ્ધ નહિ કરું. તુ તારો 

ક્ષત્રિય ધર્મ ને કર્તવ્ય ભૂલી ગયો છું. 

ગીતાના જ્ઞાનથી તેનો શોક દૂર થયો

અને યુધ્ધ કરવા રાજી થયો. જીવન

માં શોક ન કર. શોક થાય તો શ્રીમદ્ 

ભગવદ્ ગીતાનું શરણુલે અજ્ઞાનતા, 

કર્તવ્યનું ભાન થશે અને તારો શોક 

પ્રસન્નતામાં પરિવર્તિત થશે.પ્રત્યેક 

મુશ્કેલી, સમસ્યાનો હલ ગીતામાં 

છે. કોઈ પણ સમસ્યા હલ શોક 

નથી પણ સમજદારી છે.

વિનોદ આનંદ  ૦૭/૦૪/૨૦૨૪

ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ

3738 શ્રીમદ્ ભગવદ્ ગીતા

પરમ પરમાત્મા શ્રી કૃષ્ણના 

મુખ કમલથી પ્રગટ થઈ જ્ઞાન

અમૃત એ શ્રીમદ્ ભગવદ્ ગીતા.

વેદ ઉપનિષદ્ સાર, બહ્મવિદ્યા ને

યોગશાસ્ત્ર, શ્રી કૃષ્ણ અજુર્ન 

સંવાદ, જીવન શાસ્ત્ર અને એક 

અદ્ભૂત માર્ગદર્શક, મહાન ગુરૂ 

ને મહાન આધ્યાત્મિક ગ્રંથ એજ

શ્રીમદ્ ભગવદ્ ગીતા.

વિષાદમાં પ્રસન્નતાના દર્શન, ને 

નાઉમીદની રાખમાં ઉમીદની 

ચિનગારી, શ્રીમદ્ ભગવદ્ ગીતા.

નિરાશામાં આશાનું એક કિરણ 

અને જીવનમાં અંધકાર દૂર કરવા 

ઝગમગાતો દિપક એક જ, શ્રીમદ્ 

ભગવદ્ ગીતા.

કાયરતાને વીરતામાં પરિવર્તિત કરે   

અને અજ્ઞાનતાનું અંધારુ દૂર કરે 

પળભરમાં, શ્રીમદ્ ભગવદ્ ગીતા.

આત્મા ને પરમાત્માનો યોગ સાધે

અને જન્મ મરણાના ફેરાથી મુક્તિ 

મોક્ષ અપાવે, શ્રીમદ્ ભગવદ્ ગીતા.

આત્મા, પરમાત્મા, કર્મ, પ્રકૃતિ ને 

કાળની  જ્ઞાનગંગા અને જ્ઞાનયોગ, 

કર્મયોગ, ભક્તિ યોગોનો સમન્વય, 

એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા.

સુખ દુઃખ ને ગરમી ઠંડી ઈન્દ્રિયોની 

અનુભૂતિ તેને સહન કરવાનું કહે 

છે એજ શ્રીમદ્ ભગવદ્ ગીતા.

જય-પરાજય, લાભ-અલાભ, 

યશ-અપયશ સમાન ગણવાનું 

કહે છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા.

મન, બુધ્ધિ, અનાસકત નિષ્કામ 

કર્મ મને (કૃષ્ણ) અપર્ણ કરી કર્મ

બંધનથી મુક્ત અપાવે એ છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા. 

વિનોદ આનંદ  ૦૨/૦૪/૨૦૨૪

ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ

3177 પ્રસન્નતા

પ્રસન્નતા કુદરતી ગુણ નથી પ્રસન્નતા
કેળવવી પડે નહિ તો માણસ દુઃખથી
દુઃખી થાય ને જીવનમાં મુશ્કેલીઓ
આવે જેનો ઉકલે સરળતાથી ન મળે.
પ્રસન્ન વ્યક્તિનું મન સ્થિર હોય, દુઃખ,
મુશ્કેલીઓનો સામનો કરી તેનો ઉકેલ
તુરંત શોધી શકે કારણ તેનું મન ગમેતેમ
પરિસ્થિતિમાં સ્થિર ને સમતુલિત
રાખે છે. પ્રસન્નતા કેવીરીતે કેળવવી ?
પહેલા પ્રસન્નતા કેળવવી છે અભીપ્સા,
ઝંખના કે ઈચ્છા હોવી જરૂરી છે પછી
મનની દ્દઢતા કે મારે કોઈ પણ રીતે
પ્રસન્નતા કેળવવી છે. પછી સતત
સભાનતા કે પ્રસન્નતા કેળવવાની છે.
એટલે કોઈ કારણસર દુઃખી, નિરાશ
થાય તો તેની સભાનતા તેને પ્રસન્ન
રાખવા પ્રયાસ કરશે. થોડા સમયમાં
તે પ્રસન્નતા મેળવી મુશ્કેલીનો હલ
શોધી કાઢશે. પ્રસન્નતાના માર્ગમાં
અવરોધક રૂપ કામ ક્રોધ, લોભ, મોહ,
મદ, મત્સર છે. આ બધાથી દૂર રહો
તો પ્રસન્નત ચિત રાખી શકાય. સંતોષ,
ધીરજ,સંયમ, એકાગ્રતા વગેરે ગુણો
દ્વારા વ્યક્તિ પ્રસન્નતા નો ગુણ કેળવી
શકે. પ્રસન્નતાથી સાચો આનંદ પ્રાપ્ત
થાય અને જીવનમાં મુશ્કેલીઓનો
સરળતાથી હલ મળે ને જીવનમાં
વિકાસ થાય. પ્રસન્નતાથી અગત્ય
નો ગુણ શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રસન્ન,
અને શાંત ચિત્ત સમસ્યાનું સમાધાન
સરળતાથી શોધી શકે છે. પ્રસન્ન
વ્યક્તિ સફળતાના શિખર સર
કરી શકે છે.
વિનોદ આનંદ. ૧૫/૦૭/૨૦૨૨
ફ્રેન્ડ ફિલોસોફર ગાઇડ

2875 મનુષ્યના લક્ષણો

મનુષ્ય છો તો મનુષ્યના લક્ષણો
જાણવા જરૂરી છે. ફક્ત જાણવા
માટે નહિ પણ ધારણ કરવા.
1) હું કોણ છું ? ક્યાંથી આવ્યો ?
ક્યાં જવાનો ? આવા પશ્ર્નો
મનમાં જાગવા જોઈએ. મતલબ
મનુષ્યનું પહેલા લક્ષણ, જિજ્ઞાસા.
મનુષ્ય જિજ્ઞાસુ હોવો જોઈએ.
2) મનુષ્યનું બીજૂ લક્ષણ છે
પ્રસન્ન રહેવું. સુખમાં પ્રસન્ન સહુ
રહે, દુઃખના ન રહેન કોઈ. દુઃખમાં
પ્રસન્ન રહે એને દુઃખ ન થાય.
3) મનુષ્યનું ત્રીજુ લક્ષણ,સંતોષ
ગમે તેટલું મળે તો પણ જીવન
માં સંતોષ ન હોય.
4) મનુષ્યનું ચોથું લક્ષણ છે
આત્મિયતા, અપનાપન. પ્રેમ
દયા કરૂણાથી આત્મિયતા વધે.
5) મનુષ્યનું પાંચમું લક્ષણ છે
આનંદ. આત્માનો સ્વભાવ,
ઈશ્ર્વરીય ગુણ. આનંદમાં રહો.
આનંદનો કોઈ વિરૂધ્ધ શબ્દ
નથી જેમ કે સુખનો વિરૂધ્ધ
શબ્દ છે દુઃખ.
6) મનુષ્યનું છઠુ લક્ષણ છે સેવા.
જન સેવા એજ પ્રભુ સેવા.
7) મનુષ્યનું સાતમું અને ઉત્તમ
લક્ષણ છે માનવીયતા.
8) લક્ષણ માનવી ચાહે તે બની
શકે છે. જાનવર કે પક્ષી બીજુ
કાંઈ ન બની શકે તે જાનવર કે
પક્ષી બની શકે.
મનુષ્યે પહેલા મનુષ્ય બની રહેવું
પછી સજ્જન, પછી સંત, ને પછી
ભગવાનના પાર્શદ બને તો જીવન
સફળ અને સાર્થક બને.
વિનોદ આનંદ. 01/11/2021
ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ