826 હાથીના દાંત 

 ” હાથી ના દાંત 

ચાવવા ના જૂદા

ને દેખાડવા ના જૂદા. ”

આ તો છે હાથીની 

શરીર રચના. 

ભવાર્થ છે બોલવું 

કાંઇ ને ચાલવું  ક્યાં એટલે

આપેલું વચન ન પાળવું. 

બહાના બતાવા હોશિયાર. 

દર વખતે બહાનાબાજી

અવિશ્ર્વાસ ની જનેતા. 

વિશ્ર્વાસથી ચાલે વહાણ. 

વિશ્ર્વાસથી ટકે સંબંધ, 

ચાલે સંસાર ને જીવન. 

રઘુકુલ રીત સદા ચલી આઈ

પ્રાણ જાય પણ વચન ન જાય. 

હવે વહે છે ઉલટી ગંગા 

પ્રાણ ન જાય,ભલે વચન જાય. 

વચનબધ્ધતા,વાણી માં વિશ્ર્વાસ, 

મન વચન કર્મ માં એકતા 

છે જનની વિશ્ર્વાસની. 

વિશ્વાસ માંરહો,વિશ્વાસ કેળવો

વિનોદ આનંદ                            28/06/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

811 સુવિચાર

સુવિચાર છે રસાયણ, 

કરે જીવન સ્વસ્થ. 

સુવિચાર છે ગંગાજળ, 

કરે જીવન પવિત્ર. 

સુવિચાર છે ડીટરજન્ટ, 

કરે જીવન શુધ્ધ. 

સુવિચાર છે આભૂષણ, 

કરે જીવન સુશોભિત. 

સુવિચાર છે સદ્ ગુરૂ, 

બોધ આપે ગલી ગલી . 

સુવિચાર ની વર્ષા, 

વર્ષે ગલી ગલી. 

સુવિચાર ની સરિતા 

વહે ગલી ગલી. 

સુવિચાર ની સુગંધ  

પ્રસરે ગલી ગલી. 

સુવિચાર ની ફસલ, 

લહેરાએ ગલી ગલી. 

સુવિચાર ની દોલત, 

છલકાએ ગલી ગલી. 

દોલત સુવિચારની

ખર્ચ કરે ઘડી ઘડી

તો સજ્જનતા મહેંકે

ગલી ગલી. 

વિનોદ આનંદ                           16/06/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

 

792 ધ્યાન રાખજો

તમારી મજા બીજાની

ન બને સજા,ધ્યાન રાખજો . 

તમારી વાણી મજા માટે  

ન બને ખંજર,ધ્યાન રાખજો . 

તમારો વ્યવહાર મજા બીજા માટે  

ન બને દુ:ખદાયી,ધ્યાન રાખજો . 

તમારી મસ્તી બીજાને, 

ન પડે મોંઘી, ધ્યાન રાખજો . 

તમારી પ્રવૃતિ  બીજાની  

ન બને તકલીફ,ધ્યાન રાખજો . 

તમારી વાતચીત બીજા માટે  

ન બને બકવાશ,ધ્યાન રાખજો .

તમારો ફાયદો બીજા માટે  

ન બને ગેરફાયદો ,ધ્યાન રાખજો .

તમારો ગુસ્સો બીજા માટે

ન બને તનાવ ને ચિંતા, ધ્યાન રાખજો

બીજાનું આટલું ધ્યાન રાખશો તો, 

બીજા પણ તમારું ધ્યાન રાખશે. 

જેવું તમે વાવશો તેવું લણશો

જેવું લણવું હોય તેવું વાવજો. 

વિનોદ આનંદ                        30/05/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

773 એજ માનવ ધર્મ

માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ

દરેક ધર્મ ના મૂળમાં 

માનવ ધર્મ. 

માનવ માનવ જોડે

પ્રેમથી રહે.

બધા પ્રાણીઓ માં

માનવ શ્રેષ્ઠ, કેમકે

માનવમાં છે ધર્મ

બુધ્ધિ, સદ્ વિવેક. 

માનવ ધર્મનું શિક્ષણ

સર્વ ધર્મ નુ ઉદ્ભવ સ્થાન. 

માનવ ધર્મ આદિધર્મ. 

બધાના સુખમાં ખુશ ને

દુ:ખમાં દુ:ખી થાય, 

મુસીબતમાં સાથે રહે, 

બીજાનું હિત ઇચ્છે

ને કરે બધાનું ભૂલ. 

બધે પ્રત્યે સમભાવ, 

સદ્ ભાવ ને પ્રેમભર્યો

કરે વ્યવહાર. 

સર્વ ધર્મ પ્રત્યે સમભાવ

સદ્ભાવ એજ માનવધર્મ. 

એજ માનવ ધર્મનું શિક્ષણ. 

વિનોદ આનંદ                        12/05/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

765 દૂર રહો ખુશ રહો 

દૂર રહો કુસંગ થી

સત્સંગ માં રહો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો કામ-ક્રોધાગ્નિ થી

મર્યાદા-શાંતિ જાળવો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો દ્વેષ-ઈર્ષા થી

પ્રેમ-સ્નહે કરો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો વાદ વિવાદ થી

સંવાદ-વાતચીત કરો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો માયા-મમયા થી

અનાસકત રહો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો છલ કપટ થી

નિર્મલ-પવિત્ર રહો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો હોટલના આહાર થી

ઘરમાં ખાવાનો આગ્રહ રાખો

ને ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો આળસ થી

કાર્યરત  રહો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો દંભ-અભિમાન થી

માન સન્માન કરો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો બદલો 

લેવાની ભાવનાથી, 

 માફ કરી દો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો લોભ-લાલચ થી

જરૂરત પ્રમાણે રહો ને

ખુશ રહો, સ્વસ્થ રહો . 

દૂર રહો અતિ થી

ખુશ રહો, સ્વસ્થ રહો .

ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

વિનોદ આનંદ                        06/05/2017

 

737 ભારત

ભારત મારો દેશ 

ભારતીય-ભાઇ બહેન

ભાવનાઓમાં રત. 

ભાત ભાતના લોકો

નિરાલો મારો દેશ. 

ભારત મારો દેશ 

ભાસ્કર જ્ઞાનનો

પ્રકાશ પ્રશરે દશે દિશા. 

 ૠષિ મુનિ ને 

સંતજનોનો ને

જ્ઞાનો ભંડાર.

ભારત મારો દેશ 

પ્રેમ ને શાંતિ પ્રિય, 

સહયોગી દેશ. 

બધા દેશોમાં ઉત્તમ

ધાર્મિક ને આધ્યત્મિક, 

ભારત મારો દેશ

લોક શાહી ને સ્વતંત્ર

દિલમાં પ્રેમ મન પવિત્ર.

હુ ભારતવાસી, છે ગૌરવ

ભારત મારો સ્વદેશ.

વિનોદ આનંદ                        13/04/2017  ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

711 સારા દિવસ આવશે

સારા દિવસો  આવશે જરૂર 

બધાએ કરવાની છે કલ્પના કે

દિવસો સારા આવે તો સારું. 

બધાએ કરવાનો છે સંકલ્પ 

સારા દિવસો લાવવાનો . 

બધાએ જીવનનું ઉદ્દેશ ને લક્ષ્ય 

રાખવું સારા દિવસો લાવવાનું . 

બધાએ આયોજન યુકત જીવનશૈલી 

જીવવાની છે સારા દિવસો લાવવા. 

બધાએ કરવાની છે કોશીશ  

સારા દિવસો લાવવાની. 

વાતોથી ને સ્વપ્ન જોવાથી

સારા દિવસો ન લાવી શકાય. 

સારા દિવસો લાવવા 

બધાએ સારા બનવાનું છે, 

બધાએ આદર્શ બનવાનું છે, 

બધાએ વ્યક્તિત્વ ઘડવાનું છે, 

બધાએ સુધરવાનુ છે ને

દ્રષ્ટિ કોણ બદલવાનો છે. 

સારા દિવસો લાવવા

બધાની જવાબદારી છે

કોઇ એક વ્યક્તિની નહી. 

બધાએ કરવાની છે ઇશ્ર્વરને 

પ્રાર્થના સારા દિવસોની, તો

સારા દિવસો  આવશે જરૂર. 

વિનોદઆનંદ                        24/03/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ