1708 પાપથી બચો

રસ્તામાં ચાલતા ચાલતા
કડી મકડો અને જીવ જંતુ
અનજાને મરી જાય છે ને
આપણાથી પાપ થાય છે.
બચવા પાપથી ચાલતા
ચાલતા ધ્યાન રાખજો .
જીવ માત્ર પર દયા રાખો.
ઘરમાં મચ્છર,વંદા અન્ય
જીવ જંતુ દવાથી મારી ને
પાપ કરીએ છીએ શું એ
પાપ ન કહેવાય,વિચારો.
જાને અનજાને પાપ નું
ફળ તો ચૂકવવું પડશે.
કર્મનો સિધ્ધાંત સમજી
લો અને પાપથી બચો.
જેવું કર્મ એવું ફળ મળશે.
જીવનની બેન્ક એકાઉન્ટમાં
પાપપુણ્યનો હિસાબરાખજો.
ગાંધીજીની સમાધી રાજઘાટ
પર સાત પાપ લખેલા છે તે
જાણો ને પાપથી બચો .
* મહેનત વગરનું ધન
* સિંધ્ધાત વગરનું મેનેજમેન્ટ.
* સદાચાર વિહીન વ્યાપાર.
* કલ્યાણ વિહીન વિજ્ઞાન
* વિવેક વગરનું સુખ.
* વૈરાગ્ય વગરની ઉપાસના
* ચારીત્ર વિહિન શિક્ષણ.
વિનોદ આનંદ 26/08/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Leave a comment